Home /News /entertainment /

Thugs Of Hindostan: આમિરે જાહેર કર્યો ફિલ્મનો લોગો, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

Thugs Of Hindostan: આમિરે જાહેર કર્યો ફિલ્મનો લોગો, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ

ઠગ્સ ઓફ હિન્દોસ્તાન

આ ફિલ્મનું ટ્રેલર આ મહિનાની 27 તારીખનાં રોજ રિલીઝ થશે. આ દિવસે યશ ચોપરાનો 86મો જન્મ દિવસ છે

    મુંબઇ: આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' માટે તેનાં ફેન્સ ઘણાં સમયથી રાહ જોઇ રહ્યાં હતાં હવે આમિરનાં ફેન્સ માટે સારા સમાચાર છે. આ ફિલ્મમાં લોગોનાં મેકર્સે એક સુંદર વીડિયો બનાવ્યો છે આ ફિલ્મ સાથે જોડાયેલી પહેલી ઓફિશિયલ વસ્તુ છે જે તેમણે જાહેર કરી છે.


    આમિર ખાનની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દોસ્તાન' માટે લોકોમાં ખાસ પ્રકારનો ક્રેઝ જોતા મેકર્સે આ નિર્ણય કર્યો છે. હવે ધીરે ધીરે ફિલ્મ સાથે જોડાયેલી અન્ય ચીજો જાહેર કરવામાં આવશે. કારણ કે ફિલ્મની રિલીઝ ડેટ પણ નજીક આવી રીહ છે. મેકર્સે આ ફિલ્મનાં લોગોનો વીડિયો બનાવીને રિલીઝ કર્યો છે જેને આમિર ખાને પોતે ટ્વિટ કર્યો છે. આ ફિલ્મ 8 નવેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે.





    27 સ્પટેમ્બરનાં રોજ રિલીઝ થશે ટ્રેલર
    આપને જણાવી દઇએ કે આ ફિલ્મનું ટ્રેલર આ મહિનાની 27 તારીખનાં રોજ રિલીઝ થશે. આ દિવસે યશ ચોપરાનો 86મો જન્મ દિવસ છે. આ ફિલ્મમાં આમિર ખાન ઉપરાંત અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ નજર આવશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aamir khan, Amitabh Bacchan, Katrina kaif, Thugs of hindostan

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन