"ઠગ્સ ઑફ હિન્દોસ્તાન"ને મળ્યું રૂ. 50 કરોડોનું બમ્પર એડવાન્સ બુકિંગ

આ ફિલ્મ પોતાના પહેલા વીકએન્ડ પર જ 100-110 કરોડની કમાણી કરી શકે છે.

News18 Gujarati
Updated: November 8, 2018, 2:14 PM IST
ઠગ્સ ઓફ હિન્દોસ્તાન
News18 Gujarati
Updated: November 8, 2018, 2:14 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : આમિર ખાનની ફિલ્મ "ઠગ્સ ઓફ હિન્દોસ્તાન" નું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર તેને શાનદાર ઓપનિંગ મળશે. મલ્ટીપ્લેસની સાથે-સાથે આ ફિલ્મ સિંગલ સ્ક્રીન પર પણ ધમાકો કરશે. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ ઓપનિંગ સાથે ઘણીબધી મોટી ફિલ્મોનો રેકોર્ડ તોડશે. હમણાં દેશમાં ઘણી જગ્યાઓ પર દીપાવલીની રાજાનો માહોલ હોઈ, આ ફિલ્મને તેનો ચોક્કસ ફાયદો મળશે.

દિલ્હી અને મુંબઈમાં ફિલ્મની એડવાન્સ બુકિંગ અંગે ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. વળીએવી પણ આશા રખાઈ રહી છે કે બાકી શહેરોમાં વીકએન્ડ પર બૂકિંગમાં વધારો જોવા મળશે. એડવાન્સ બુકિંગ રિપોર્ટ્સ અનુસાર ઠગ્સ ઓફ હિન્દોસ્તાન આ વર્ષથી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોમાં શામિલ થઇ શકે છે.

ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ રૂ. 50 કરોડ ઉપરની ઓપનિંગ કરશે જયારે વીકએન્ડ પર ફિલ્મ કલેક્શનમાં વધારો જોવા મળશે. આ ફિલ્મ પોતાના પહેલા વીકએન્ડ પર જ 100-110 કરોડની કમાણી કરી શકે છે. આમિર ખાનની ફિલ્મ મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન બંને જગ્યાઓ પર ડિમાન્ડ રહે છે.

મુંબઈમાં સવારે 7 વાગ્યાથી જ શૉ શરુ થઇ ચુક્યો છે. અહીં મોટાભાગના શૉ હાઉસફુલ થઇ ચુક્યા છે. મલ્ટીપ્લેક્સના મોટાભાગના શૉ પહેલા બે દિવસમાં જ બુક થઇ ચુક્યા હતા. જયારે દિલ્હી-એનસીઆરમાં ફિલ્મનું બ્લોકબસ્ટર થવું નક્કી છે. અહીં ફિલ્મના લગભગ બધા જ શૉ ફુલ થઇ ચુક્યા છે. સિંગલ થિયેટરમાં પણ શૉ હાઉસફુલ થશે.

બેંગલુરુમાં સરેરાશ રિસ્પોન્સ છે પરંતુ , વીકએન્ડ પર આ આંકડો વધી શકે છે. ચેન્નાઇમાં ફિલ્મના IMAX વર્ઝનને જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મ તમિલમાં પણ રિલીઝ થઇ છે.
First published: November 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...