Home /News /entertainment /

Salman Khan: સલમાન ખાને જણાવી સર્પદંશની ઘટના, બોલ્યો 'સાપે એક નહીં પણ ત્રણ વખત ડંખ માર્યો

Salman Khan: સલમાન ખાને જણાવી સર્પદંશની ઘટના, બોલ્યો 'સાપે એક નહીં પણ ત્રણ વખત ડંખ માર્યો

સલમાન ખાને કહ્યું- 3 વખત સાપે ડંખ માર્યો

Salman Khan Birthday: સાપે એક નહીં પરંતુ ત્રણ વખત સલમાનને ડંખ માર્યો હતો. સલમાન ખાનને (Snake Bite Salman Khan)શરૂઆતમાં લાગ્યું કે સાપ ઝેરી છે, પરંતુ ડોક્ટર્સે જણાવ્યું કે, સાપ ઝેરી ન હોતો.

    સલમાન ખાનને જન્મદિવસ (Happy Birthday Salman Khan)નાં એક દિવસ પહેલાં સાપે ડંખ માર્યો હતો. સલમાન ખાને મીડિયા સાથેની વાતચીતમાં સાપે ડંખ માર્યો તે ઘટના અંગે વાત કરી હતી. સાપે એક નહીં પરંતુ ત્રણ વખત સલમાનને ડંખ માર્યો હતો. સલમાન ખાનને (Snake Bite Salman Khan)શરૂઆતમાં લાગ્યું કે સાપ ઝેરી છે, પરંતુ ડોક્ટર્સે જણાવ્યું કે, સાપ ઝેરી ન હોતો.

    આ પણ વાંચો-Salman Khan B’day Spl : સલમાન ખાને ફક્ત 75 રૂપિયાથી શરૂ કર્યું કામ, આજે છે કરોડોની સંપત્તિનો માલિક

    સલમાને કહ્યું હતું, 'તેઓ પનવેલનાં ફાર્મ હાઉસ પર હતાં તે સમયે ત્યાંએક રૂમમાં સાપ આવી ગયો હતો. બાળકો એકદમ ડરી ગયા હતા અને તેથી જ હું રૂમમાં સાપને કાઢવા માટે ગયો હતો. મેં એક લાકડી માગી હતી, પરંતુ તે ઘણી જ નાની હતી. આથી મેં મોટી લાકડી માગી હતી. મેં ઘણાં જ પ્રેમથી લાકડીની મદદથી સાપને ઉઠાવ્યો અને બહાર લઈને આવી ગયો. સાપ લાકડી પર ઘણાં જ પ્રેમથી વીંટળાઈ ગયો હતો. જોકે, પછી અચાનક જ તે ધીમે ધીમે મારા હાથ પર ચઢવા લાગ્યો હતો. મેં બીજા હાથથી સાપને પકડ્યો અને લાકડી મૂકી દીધી હતી.'

    આ પણ વાંચો-ઉર્ફી જાવેદે શેર કરી તેની Bold Pics, પછી કહ્યું- 'ઘણી વખત આવ્યો આત્મહત્યાનો ખ્યાલ'

    લોકોએ બુમાબુમ કરતાં સાપ ડરી ગયો અને ત્રણ વખત ડંખ માર્યો

    સલમાને આગળ વાત કરતાં કહ્યું હતું, 'ત્યાં ભેગા થયેલા લોકો તથા ગામના લોકોને ખ્યાલ હતો કે આ 'કંદારી' સાપ હતો. જેથી તેઓ બુમો પાડવા લાગ્યા. બૂમાબૂમ થતાં સાપે મને એક નહીં, પરંતુ ત્રણ-ત્રણ વાર ડંખ માર્યો હતો. જે બાદ અમે હોસ્પિટલ ગયા હતા. અહીંયા મને એન્ટી વેનમ (વિષ-નિરોધી) ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. અત્યાર સુધી મેં તમામ પ્રકારના એન્ટી વેનમ (ક્રેટ, વાઇપર, કોબ્રા)ના ઇન્જેક્શન લઈ લીધા છે.



    છ કલાક હોસ્પિટલમાં રહ્યો
    વધુમાં સલમાન ખાને કહ્યું હતું કે સર્પદંશ બાદ છ કલાક હોસ્પિટલમાં રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે સાપે ડંખ માર્યા પછી સલમાન નવી મુંબઈના કામોઠેમાં આવેલી હોસ્પિટલ મહાત્મા ગાંધી મિશનમાં ગયો હતો. સલમાને કહ્યું હતું, 'સારી વાત એ હતી કે હોસ્પિટલ તમામ સુવિધાથી સજ્જ છે. અહીંયા તમામ પ્રકારના એન્ટી વેનમ હોય છે. મારી મદદ માટે સ્થાનિક પોલીસ કમિશ્નર બિપિન કુમાર તથા સ્થાનિક વિધાય સંદીપ નાયક પણ આવ્યા હતા.'
    Published by:Margi Pandya
    First published:

    Tags: Happy Birthday Salman Khan, Salman khan Birthday, Salman Khan Snake Bite, સલમાન ખાન

    આગામી સમાચાર