Home /News /entertainment /Bollywood News : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે Shah Rukh Khanનો વીડિયો થયો વાયરલ, શું તમે જોયો?
Bollywood News : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે Shah Rukh Khanનો વીડિયો થયો વાયરલ, શું તમે જોયો?
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે શાહરુખ ખાનનો એક વીડિયો વાયરલ
શાહરૂખ ખાનનો જે વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે તે વર્ષ 2001નો જણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શાહરૂખ કહી રહ્યો છે કે, 'યુદ્ધમાં જે મરે છે તેને જ યુદ્ધનો અંત દેખાય છે. યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે કોઈને ખબર હોતી નથી, તે યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકો માટે જ સમાપ્ત થાય છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને (Russia-Ukraine war) 20 દિવસથી વધુ સમય થવા જઈ રહ્યો છે. હજારો લોકોના ઘર બરબાદ થયા. આ યુદ્ધમાં ઘણા સૈનિકોએ પોતાનો જીવ આપ્યો. દર્દનાક દ્રશ્ય જોયા બાદ લોકો યુક્રેન છોડીને અન્ય દેશોમાં જઈને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુદ્ધનો હવે અંત આવે, દરેકને એજ જોઇએ છે, પરંતુ તે ક્યારે થશે, કોઈ જાણતું નથી. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બોલિવૂડના કિંગ ખાન એટલે કે સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shah Rukh Khan) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે યુદ્ધ વિશે વાત કરી રહ્યો છે.
જ્યારે પણ શાહરૂખ ખાનને કોઈ પણ વિષય વિશે પૂછવામાં આવે છે ત્યારે તે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે કિંગ ખાનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પ્રેરણાદાયી વાતો કરતા યુદ્ધથી થયેલા નુકસાન વિશે વાત કરી રહ્યો છે.
યુદ્ધમાં કઇ જ બરાબર નથી, બધું જ વ્યર્થ છેઃ કિંગ ખાન
શાહરૂખ ખાનનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વર્ષ 2001નો જણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શાહરૂખ કહી રહ્યો છે કે, 'યુદ્ધમાં જે મરે છે તેને જ યુદ્ધનો અંત દેખાય છે. યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે કોઈને ખબર હોતી નથી, તે યુદ્ધમાં મૃત્યુ પામેલા લોકો માટે જ સમાપ્ત થાય છે. તેથી જ યુદ્ધમાં કંઈ પણ બરાબર નથી, બધું વ્યર્થ છે.
'યુદ્ધ શાંતિનો વિકલ્પ નથી'
વીડિયોમાં કિંગ ખાન આગળ કહે છે, 'યુદ્ધમાં ઘણું દુઃખ અને ઘણી એકલતા હોય છે. આ માટે તમે ગમે તે કારણ આપો, સારું, ખરાબ, બદલો લેનાર, સમયની જરૂરિયાત. પરંતુ સત્ય એ છે કે યુદ્ધ સારું નથી. યુદ્ધ એ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી. યુદ્ધ એ પ્રેમ, ચર્ચા, વાતચીત અને ઝઘડાનો વિકલ્પ નથી. યુદ્ધ એવી વસ્તુ નથી કે જેના માટે તમારે તૈયારી કરવી પડે.
કિંગ ખાનનો આ વીડિયો જૂનો છે, પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આ વીડિયો કહી રહ્યો છે કે યુદ્ધ શાંતિ અને ભલાઈનો વિકલ્પ નથી. તમને જણાવી દઈએ કે રશિયા યુક્રેનના શહેરોના રહેણાંક વિસ્તારોમાં સતત બોમ્બમારો કરી રહ્યું છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં 1700થી વધુ લોકોના મોત થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર