Warch: આ મરાઠી અભિનેત્રી છે આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ, રણબીરના કારણે થઈ છે મિત્રતા
Warch: આ મરાઠી અભિનેત્રી છે આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ, રણબીરના કારણે થઈ છે મિત્રતા
આલિયા ભટ્ટ મરાઠી ફ્રેન્ડ
રસિકા સુનિલે (Rasika Sunil) તાજેતરના ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તે બોલિવૂડ (Bollywood) સ્ટાર આલિયા ભટ્ટ (Alia Bhatt) ની બેસ્ટ ફ્રેન્ડ છે. એક વિડીયોમાં તે RJ જ્ઞાનેશ્વરીના સવાલોના જવાબ આપતી જોવા મળી રહી
બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટ (Alia bhatt) હાલમાં ચર્ચામાં છે. આલિયા ટૂંક સમયમાં તેના બોયફ્રેન્ડ રણબીર કપૂર (Ranbir kapur) સાથે લગ્ન કરે તેવા અહેવાલો છે. આલિયા અને રણબીર પ્રેમમાં હોવાની વાત અનેક સાંભળવા મળી છે. પરંતુ આલિયાનો બેસ્ટ ફ્રેન્ડ (Alia Bart's best friend) કોણ છે? શું તમે જાણો છો? આ વાતનો હવે ખુલાસો થયો છે. મરાઠી અભિનેત્રી રસિકા સુનિલે (Rasika Sunil) દાવો કર્યો છે કે, હું આલિયાની બેસ્ટ ફ્રેન્ડ છું.
રસિકા સુનિલે તાજેતરના ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, તે બોલિવૂડ (Bollywood) સ્ટાર આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ છે. એક વિડીયોમાં તે RJ જ્ઞાનેશ્વરીના સવાલોના જવાબ આપતી જોવા મળી રહી છે. જેમાં તેણે કહ્યું હતું કે તે આલિયાની બેસ્ટ ફ્રેન્ડ છે અને તે રણબીર કપૂરના કારણે આલિયાની મિત્ર બની શકી છે.
રસિકાએ તાજેતરમાં જ એક એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી અને રેડિયો મિર્ચીના સવાલ અને જવાબ સેશનમાં ભાગ લીધો હતો. રમુજી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એ હતું કે, ભાગ લેનારે સવાલના ખોટા જવાબ આપવાના હતા.
આ સેશન દરમિયાન રસિકાને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેણે બધા ખોટા જવાબો આપ્યા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, ભારતના વડા પ્રધાન કોણ છે? ત્યારે તેણે જવાબ આપ્યો સારંગ સાઠે! જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ કોણ છે, તો તેણે તરત જ જવાબ આપ્યો, હું... બીજું કોણ હોય, અને તેનું કારણ રણબીર કપૂર છે. કારણ કે તેના કારણે આલિયાને મારી સાથે મિત્રતા કરવી પડી છે.
આ વિડીયોને આરજે જ્ઞાનેશ્વરીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તેને સાત હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, રસિકા સુનિલે (2016)માં પોસ્ટર ગર્લ અને (2016)માં માજ્યા નવર્યાચી બેકો સાથે ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું. રસિકાએ ગયા વર્ષે ઓક્ટોબરમાં તેના બોયફ્રેન્ડ આદિત્ય બિલાગી સાથે લગ્ન કર્યાં હતાં. આદિત્ય લોસ એન્જલસ સ્થિત સોફ્ટવેર એન્જિનિયર અને પ્રશિક્ષિત ડાન્સર છે. તેણે તાજેતરમાં જ તેના પતિ સાથેના તેમના લગ્નના દિવસની એક તસવીર સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. પતિને ગુડી પડવાની શુભકામનાઓ પાઠવતા તેણે એક ફોટા સાથે લખ્યું હતું કે, પહેલા લોન્ગ ડિસ્ટન્સ ગુડી પડવા નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા.
આ દરમિયાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ઇન્ડિયા ટુડેના તાજેતરના અહેવાલ મુજબ તેમનો લગ્ન સમારંભ 13થી 17 એપ્રિલની વચ્ચે મુંબઇમાં યોજાશે. રિપોર્ટમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, કરણ જોહર, સંજય લીલા ભણસાલી, શાહરુખ ખાન, ઝોયા અખ્તર, અર્જુન કપૂર અને વરુણ ધવન સહિત બોલિવૂડના અનેક જાણીતા લોકોને લગ્નમાં આમંત્રિત કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર