Home /News /entertainment /Viral Photo: માતાના ખોળામાં બેઠેલી આ નાની બાળકી છે આજે સુપરસ્ટાર, આર્થિક પરિસ્થિતિએ છીનવી લીધું બાળપણ!
Viral Photo: માતાના ખોળામાં બેઠેલી આ નાની બાળકી છે આજે સુપરસ્ટાર, આર્થિક પરિસ્થિતિએ છીનવી લીધું બાળપણ!
માતાના ખોળામાં બેઠેલી આ છોકરી આજે છે બોલિવૂડની સૌથી ફેમસ અભિનેત્રી.
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ફોટો કે વિડીયો વાયરલ થતો હોય છે. ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સનો. તેઓની બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતી હોય છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. હાલમાં જ બોલિવૂડની એક સુપરસ્ટાર અભિનેત્રીની બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ ફોટો કે વિડીયો વાયરલ થતો હોય છે. ખાસ કરીને બોલિવૂડ સ્ટાર્સનો. તેઓની બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતી હોય છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. હાલમાં જ બોલિવૂડની એક સુપરસ્ટાર અભિનેત્રીની બાળપણની તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે માતાના ખોળામાં બેઠેલી નાનકડી અભિનેત્રીએ માત્ર પોતાની એક્ટિંગથી જ નહીં, પરંતુ પોતાની સુંદરતા અને સ્ટાઈલથી પણ ચાહકોનું દિલ જીતી લીધું છે. આટલું જ નહીં, ખૂબ જ નાની ઉંમરમાં આ સુંદર હસીનાએ માત્ર ફિલ્મોની દુનિયામાં જ પગ મૂક્યો ન હતો, પરંતુ નાની ઉંમરમાં જ તેના પરિવાર અને માતાની જવાબદારી પણ સંભાળી હતી.
અત્યાર સુધીમાં તમે આ એવરગ્રીન સુપરસ્ટાર અભિનેત્રીને ઓળખી જ લીધી હશે. જો નહીં, તો અમે તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી બીજી કોઈ નહીં, પરંતુ પોતાની સુંદરતાથી ચાહકોના દિલને કરનાર રેખા છે અને આ સુંદર અને ક્યૂટ તસ્વીર તેના બાળપણની છે. તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં રેખા તેની માતા પુષ્પાવલ્લીના ખોળામાં બેઠી છે. જ્યાં એક તરફ તેની માતા કેમેરા સામે તાકી રહી છે, ત્યાં રેખા ક્યાંક બીજી બાજુ જોઈ રહી છે. રેખાના બાળપણની આ તસવીર પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
આર્થિક સ્થિતિને કારણે રેખાને નાની ઉંમરમાં જ લેવી પડી પરિવારની જવાબદારી
રેખાનું બાળપણ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થયું છે. તેણે ઘણી કપરી આર્થિક પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. રેખા બાળપણમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગતી હતી, ત્યારબાદ તે અભિનયની દુનિયામાં આવવા માંગતી હતી. પરંતુ જો અહેવાલોનું માનીએ તો, ઘરના સંજોગો અને માતા પરની જવાબદારીને જોતા રેખાએ નાની ઉંમરમાં જ અભ્યાસ છોડી દીધો અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. રેખાએ વર્ષ 1958માં તેલુગુ ફિલ્મ 'ઈંટીગુટ્ટુ' માં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. આ પછી તેણે તેલુગુ ફિલ્મ 'રંગુલા રતનામ' માં પણ કામ કર્યું હતું.
રેખાએ દર્શકોને ઘણી સુંદર ફિલ્મો આપી
બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી તરીકે જાણીતી અભિનેત્રી રેખાએ પોતાના કરિયરમાં 'કીમત', 'કશ્મકશ', 'નમક હરામ', 'સિલસિલા', 'પ્રાણ જાયે પર વચન ના જાયે', 'નાગિન' જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. રેખા છેલ્લે ધર્મેન્દ્રની ફિલ્મ યમલા પગલા દીવાનામાં સ્ક્રીન પર જોવા મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર