Coronavirus : કંઇક આવું કરીને કોરોનાના સમયમાં સ્ટાર્સ કરી રહ્યા સમયનો સદઉપયોગ

News18 Gujarati
Updated: March 19, 2020, 2:57 PM IST
Coronavirus : કંઇક આવું કરીને કોરોનાના સમયમાં સ્ટાર્સ કરી રહ્યા સમયનો સદઉપયોગ
દીપિકા પાદુકોણ

સલમાન ખાને પોતાના સ્કેચિંગનો એક વીડિયો શેર કર્યો હતો.

  • Share this:
મહારાષ્ટ્ર સમેત ભારતભરમાં કોરોના વાયરસનો કહેર ફેલાયેલો છે. અનેક લોકો પોતાની જાતને ઘરમાં બંધ કરી રહ્યા છે. જેથી તે સલામત રહી શકે. અને આ લોકોમાં બોલિવૂડ સેલેબ્રિટીનો પણ સમાવેશ થાય છે. અનેક જાણીતી બોલિવૂડ હસ્તીઓ જેમ કે અમિતાભ બચ્ચન, સોનમ કપૂર, દીપિકા પોતાને ઘરમાં બંધ કરીને સેફ રહેવાની વાત કરી રહ્યા છે. અને આ દ્વારા કોરોના વાયરસ અંગે લોકોને જાગૃત પણ કરી રહ્યા છે. બીજી તરફ મુંબઇમાં હાલ ફિલ્મો, સીરિયલ અને એડનું શૂટિંગ સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યું છે. જેથી કોરોના વાયરસને ફેલતો અટલાવી શકાય.

ત્યારે આવા સમયે બોલિવૂડ સેલેબ્રિટી ઘરે બેસીને કંઇ આ રીતે પોતાનો સમય પસાર કરી રહ્યા છે. કોઇ સેલેબ્રિટી સંગીત શીખી રહ્યું છે, કોઇ યોગા કરે છે અને કોઇ ડ્રોઇંગ પર હાથ અજમાવી રહ્યું છે. તો તમે પણ જુઓ બોલિવૂડના આ સેલેબ્રિટી કેવી રીતે કોરોના વાયરસના સમયમાં ઘરમાં પોતાની બંધ કરીને ખાલી સમયનો સદઉપયોગ કરી રહ્યા છે.

કેટરીના કૈફ શૂટિંગ બંધ હોવાના કારણે સોશિયલ મીડયા પર ખૂબ જ એક્ટિવ થઇ ગઇ છે. હાલમાં અભિનેત્રીનો ગિટાર વગાડતો વીડિયો બહાર આવ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે ટૂંક સમયમાં તે કોઇ ધૂન વગાડીને બતાવશે. વળે કેટરીનાનો કસરત કરતો વીડિયો પણ મૂક્યો હતો. જેથી ખાલી સમયમાં તે લોકોને ઘર બેઠા સ્વસ્થ રહેવાની સલાહ આપી રહી હતી.


દીપિકા પાદુકોણે પણ પોતાના ફ્રી ટાઇમનો વીડિયો શેર કરતા કહ્યું કે કેવી રીતે તે પોતાના ચહેરા અને ત્વચાનું ધ્યાન રાખીને સમય પસાર કરી રહી છે. આ પહેલા તે પોતાના વૉરડ્રોબની સફાઇ કરતી પણ નજરે પડી હતી. આ અંગે પણ તેણે ઇન્સ્ટા પોસ્ટ કરી હતી.
કરીનાએ પોતાના નાનપણની તસવીર શેર કરતા લખ્યું હતું કે કેવી રીતે તે સમયમાં સદઉપયોગ કરી રહી છે. સાથે જ અન્ય એક તસવીરમાં સેફ પુસ્તક વાંચી રહ્યા હોય તેવો ફોટો પર તેણે મૂક્યો હતો.


વધુમાં સલમાન ખાને પણ પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે સ્ક્રેચિંગ પર હાથ અજમાવતા નજરે પડ્યા હતા. તમને જણાવી દઇએ કે સલમાન એક સારા એક્ટર હોવાની સાથે સારા પેન્ટર પણ છે. અને હવે ખાલી સમયમાં તે ફરીથી પોતાનો શોખ તાજો કરી રહ્યા છે.
First published: March 19, 2020, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading