Bigg Boss 15માં કોને કેટલા મળી રહ્યા સૌથી વધુ પૈસા? 12ને તો મળે છે માત્ર આટલી ફી

બિગ બોસ 15માં કોની કેટલી ફી

દર્શકોના મનમાં એક વાત આવી રહી છે કે હોસ્ટ સલમાન ખાન અને સ્પર્ધકો એપિસોડ મુજબ કેટલા પૈસા લઈ રહ્યા છે. ચાલો તમારી શોધ પૂર્ણ કરીએ અને આ પ્રશ્નનો જવાબ શોધીએ

  • Share this:
    મુંબઈ : બિગ બોસ (Bigg Boss) ઓટીટી (OTT)ના ડિજિટલ વર્ઝનના અંત પછી, પ્રખ્યાત અભિનેતા સલમાન ખાન (Salman Khan) દ્વારા હોસ્ટ (Host) કરવામાં આવતા લોકપ્રિય અને મોસ્ટ અવેટેડ ટેલિવિઝન વિવાદાસ્પદ રિયાલિટી શો "બિગ બોસ 15" (Bigg Boss 15) 2 ઓક્ટોબર 2021 શનિવારે પ્રીમિયર થઈ ચૂક્યો છે. બીબી ચાહકો શોની આ 15 મી આવૃત્તિને જોવા માટે અત્યંત ઉત્સાહિત છે અને 16 સ્પર્ધકો (Contestants) બીબી મેડહાઉસમાં પ્રવેશ કરી ચૂક્યા છે.

    આ નવી આવૃત્તિમાં, નિર્માતાઓએ ચતુરાઈથી તે સ્પર્ધકોને આમંત્રિત કર્યા છે જે આપણને આ શો જોવા માટે મજબૂર કરી રહ્યા છે પરંતુ દર્શકોના મનમાં એક વાત આવી રહી છે કે હોસ્ટ સલમાન ખાન અને સ્પર્ધકો એપિસોડ મુજબ કેટલા પૈસા લઈ રહ્યા છે. ચાલો તમારી શોધ પૂર્ણ કરીએ અને આ પ્રશ્નનો જવાબ શોધીએ.

    બોલીવુડ અભિનેતા સલમાન ખાન ઘણા વર્ષોથી શોનું હોસ્ટિંગ કરી રહ્યો છે અને દર વર્ષે શોના નિર્માતાઓએ સલમાન ખાનને દરેક એપિસોડ માટે મોટી રકમ ચૂકવી છે. છેલ્લી સીઝનમાં સલમાન ખાને એપિસોડ મુજબ 9.5 કરોડ રૂપિયા પગાર તરીકે લીધા હતા. આ 15 મી આવૃત્તિમાં, નિર્માતાઓ શોના હોસ્ટિંગ માટે સલમાન ખાનને પ્રતિ એપિસોડ 12.5 કરોડ રૂપિયા ચૂકવે છે.

    બિગ બોસ 15 સ્પર્ધક પ્રતીક સહજપાલ BB15 ના પ્રથમ સ્પર્ધકોમાંના એક છે અને BB OTT ના ફાઇનલિસ્ટ હતા. તેને દર અઠવાડિયે 2 લાખ મળી રહ્યા છે જેનો અર્થ છે કે તે દરરોજ લગભગ 30 હજાર લે છે. નિશાંત ભાટી પણ બીબી ઓટીટીનો ભાગ હતા અને તેઓ બીબી ઓટીટીમાં દર અઠવાડિયે 1 લાખ 30 હજાર લેતા હતા અને હવે તેમની ફેન ફોલોઇંગ વધ્યા બાદ તેઓ અઠવાડિયામાં 2 લાખ લઇ રહ્યા છે જે દરરોજ લગભગ 30 હજાર છે.

    શમિતા શેટ્ટી બીબી ઓટીટીની ફાઇનલિસ્ટ પણ હતી અને તે ઓટીટી વર્ઝનમાં સૌથી વધુ પગાર મેળવનાર સ્પર્ધક હતી અને આ ટેલિવિઝન વર્ઝનમાં તેને દર અઠવાડિયે 5 લાખ મળી રહ્યા છે જે દરરોજ 70 હજારની આસપાસ છે. તેજસ્વી પ્રકાશ સૌથી લોકપ્રિય ટીવી ચહેરાઓમાંની એક છે, જે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર 3 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે અને હવે તે BB15 માં દેખાઈ રહી છે અને તેને દર અઠવાડિયે 10 લાખ ચૂકવવામાં આવી રહ્યા છે જે દર્શાવે છે કે તેણીને દરરોજ લગભગ 1.50 લાખ પગાર મળી રહ્યો છે.

    કરણ કુન્દ્રાને 8 લાખ પ્રતિ સપ્તાહ ચૂકવવામાં આવે છે જે દરરોજ 1 લાખ 20 હજાર જેટલો થાય છે. અકાસા સિંહને દર અઠવાડિયે 5 લાખ ચૂકવવામાં આવી રહ્યા છે જે દરરોજ 70 હજાર છે. ડોનલ બિસ્ટને દર અઠવાડિયે 4 લાખ ચૂકવવામાં આવી રહ્યા છે જે દરરોજ 60 હજાર છે. ઉમર રિયાઝને દર અઠવાડિયે 3 લાખ ચૂકવવામાં આવી રહ્યા છે જે દરરોજ 40 હજાર છે. સિમ્બા નેગપાલને દર અઠવાડિયે 1 લાખ ચૂકવવામાં આવી રહ્યા છે જે દરરોજ 15 હજાર છે.

    આ પણ વાંચોBollywood Interesting Story: ચંકી પાંડે અને શાહરૂખ ખાનની દોસ્તીની રસપ્રદ કહાની

    સાહિલ શ્રોફને દર અઠવાડિયે 1,50,000 મળી રહ્યા છે જે દરરોજ 20 હજાર પ્રમાણે છે. ઉલ્લેખનીય છે કે, સાહિલ શોમાંથી આઉટ થઇ ગયો છે. જય ભાનુશાળીને દર અઠવાડિયે 11 લાખ મળી રહ્યા છે જે પ્રતિ દિવસ 65 હજાર છે. ઈશાન સહગલને દર અઠવાડિયે 2 લાખ મળી રહ્યા છે જે દરરોજ 30000 છે. વિધિ પંડ્યાને દર અઠવાડિયે 4 લાખ મળી રહ્યા છે જે દરરોજ 50 હજાર છે. વિશાલ કોટસને દર અઠવાડિયે 2 લાખ મળે છે જે દરરોજ 30 હજાર છે. અફસાના ખાનને દર અઠવાડિયે 10 લાખ મળી રહ્યા છે જે દરરોજ 1 લાખ 50 હજાર છે. માઇશા અય્યરને દર અઠવાડિયે 2 લાખ મળી રહ્યા છે જે દરરોજ 30 હજાર છે.
    Published by:kiran mehta
    First published: