Home /News /entertainment /

ફોટામાં દેખાતા આ બાળકને ઓળખી બતાવો, હિન્ટ - ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કરે છે રાજ! એક્ટ્રેસિસનો છે ક્રશ

ફોટામાં દેખાતા આ બાળકને ઓળખી બતાવો, હિન્ટ - ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કરે છે રાજ! એક્ટ્રેસિસનો છે ક્રશ

ફોટામાં દેખાતા આ બાળકને ઓળખી બતાવો.

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો એક એવા સુપરસ્ટારનો છે જે પોતાની એક્ટિંગ અને હેન્ડસમ પર્સનાલિટીથી આજે આખા દેશ પર રાજ કરે છે. શું તમે ઓળખ્યો, જો ન ઓળખ્યો હોય તો અમે તમને હિંટ આપી દઈએ છીએ. આ સુપરસ્ટારે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્ષ 2011માં ડેબ્યુ કર્યું હતું. જો કે, અસલી ઓળખ તેને 2016માં મળી હતી. સાઉથ ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યા પછી હવે આ સુપરસ્ટારે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.

વધુ જુઓ ...

    જો તમે હજી પણ ન ઓળખી શક્યા હોય તો આ બાળપણનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે બાળક ફિલ્મ મેકર કરણ જોહરના શો ‘કોફી વિથ કરન 7’ (Koffee With Karan 7)માં જોવા મળ્યો હતો. હવે તમે સમજી ગયા હશો કે અમે કોણી વાત કરી રહ્યા છીએ. વાયરલ ફોટોમાં દેખાતું બાળક બીજું કોઈ નહીં પરંતુ સાઉથનો સુપરસ્ટાર વિજય દેવરાકોંડા છે. એક ઈવેન્ટ દરમિયાન વિજયે પોતાના બાળપણની ઝલક બતાવી હતી.

    બોલિવૂડ એક્ટ્રેસિસનો ક્રશ છે વિજય દેવરાકોંડા

    વિજય પોતાની ચાર્મિંગ પર્સાનિલિટી માટે જાણીતો છે. તેના પર લાખો છોકરીઓ મરે છે. બોલિવૂડ એક્ટ્રેસિસ પણ તેમાં પાછળ નથી. સારા અલી ખાન (Sara Ali Khan) અને અનન્યા પાંડે ‘કોફી વિથ કરન’માં ખુલાસો કર્યો હતો કે તેમને વિજય પર ક્રશ છે.

    વિજય દેવરાકોંડાની ફિલ્મો

    વિજયે વર્ષ 2011માં ‘નુવ્વીલા’થી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તેના પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો, પરંતુ સપોર્ટિંગ રોલમાં. 5 વર્ષ સુધી તેણે સપોર્ટિંગ એક્ટર તરીકે સ્ટ્રગલ કર્યું. જો કે તેણે 2006માં ફિલ્મ ‘પેલી ચૂપુલુ’માં પહેલી વખત લીડ રોલ કર્યો હતો. તેમાં તે છવાઈ ગયો હતો. તેના પછી તેણે ‘અર્જુન રેડ્ડી’, ‘ગીતા ગોવિંદમ’, ‘ડિયર, કોમરેડ’, ‘વર્લ્ડ ફેમસ લવર’, જેવી ફિલ્મોમાં કામ કર્યું.

    વિજય દેવરાકોંડાનું બોલિવૂડ ડેબ્યુ
    સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો બનાવ્યા પછી હવે‘લાઈગર’ ફિલ્મથી વિજયે બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે પણ જોવા મળશે. આ ફિલ્મ 25 ઓગસ્ટ 2022ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Vijay Deverakonda

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन