Home /News /entertainment /OTT Release in January 2023: આ મહિને નેટફ્લિક્સ, એમેઝોન અને હોટસ્ટાર પર રિલીઝ થશે આ શાનદાર વેબ સિરીઝ

OTT Release in January 2023: આ મહિને નેટફ્લિક્સ, એમેઝોન અને હોટસ્ટાર પર રિલીઝ થશે આ શાનદાર વેબ સિરીઝ

(Pic-Instagram)

આ આર્ટિકલમાં અમે નેટફ્લિક્સ (Netflix), એમેઝોન પ્રાઈમ (Amazon Prime Video), ડિઝ્ની + હોટસ્ટાર (Disney+ Hotstar) અને બીજા અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નવા શોનું એક લિસ્ટ અહીં આપી રહ્યા છીએ.

    શું તમે નવા વર્ષમાં તમારી વોચ લિસ્ટમાં નવી વેબ સિરીઝ (web series) એડ કરવા માંગો છે! તો આ આર્ટિકલ તમારી માટે જ છે. આ આર્ટિકલમાં અમે નેટફ્લિક્સ (Netflix), એમેઝોન પ્રાઈમ (Amazon Prime Video), ડિઝ્ની + હોટસ્ટાર (Disney+ Hotstar) અને બીજા અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ નવા શોનું એક લિસ્ટ અહીં આપી રહ્યા છીએ. આ લિસ્ટમાં લોકલ લેંગ્વેજથી લઈને ઈન્ટરનેશનલ હિટ સુધીના તમામ ઓપ્શન તમે અહીં જોઈ શકશો. તો ચાલો નજર કરીએ લિસ્ટ પર.

    સ્ટાર વોર્સ: ધ બેડ બેચ સીઝન 2 (Star Wars: The Bad Batch Season 2)

    રિલીઝ ડેટ: 4 જાન્યુઆરી

    સ્ટ્રીમિંગ: ડિઝ્ની + હોટસ્ટાર

    કેમિનો પર બેડ બેચને હવે ઘણો સમય વિતી ચુક્યો છે. તેમની લોકશાહીના સમયના અંત બાદ હવે તેમણે રાજાશાહીમાં પોતાનું જીવન યથાવત રાખ્યું છે અને મુસાફરી કરી રહ્યાં છે. રસ્તામાં તેઓ બંને નવા અને જૂના મિત્રો અને શત્રુઓનો સામનો કરે છે, કારણ કે તેઓ વિવિધ આકર્ષક અને જોખમી કામો સ્વીકારે છે, જે તેમને અણધાર્યા અને જોખમી સ્થાનો પર લઈ જાય છે અને સ્ટોરી આગળ ચાલે છે.

    કોપહેગન કાઉબોય (Copenhagen Cowboy)

    રિલીઝ ડેટ: જાન્યુઆરી 5

    સ્ટ્રીમિંગ: નેટફ્લિક્સ

    કોપહેગન કાઉબોય નિકોલસ વિન્ડિંગ રેફન દ્વારા બનાવવામાં આવેલ નેટફ્લિક્સ નોઇર-થ્રિલર સિરીઝ છે. કોપહેગનના ગુનાહિત અંડરવર્લ્ડમાં બદલો લેવાના મિશન પર આ શો એન્જેલા બુન્ડાલોવિકના પાત્ર મિયુની આસપાસ ફરે છે. મિયુ એક યુવાન છે, જેણે પોતાનું જીવન એક અજાણ્યા ઓર્ગેનાઈઝેશનને સોંપી દીધુ છે. હવે તે તેના નામેસિસ, રાકેલ સામે બદલો લેવા માંગે છે. આ દરમ્યાન તેણે શહેરના સંદિગ્ધ ગુનાહિત અંડરવર્લ્ડમાં નેવિગેટ પણ કર્યું અને કેટલાક સુપરનેચુરલ ફોર્સીસને પણ અનકવર કર્યા. આ સિરીઝમાં મિયુ તેના ભૂતકાળ અને તેના વર્તમાનની સાથે જોડાયેલા જટિલ સંબંધોનો પણ સામનો કરે છે.

    ગિન્ની એન્ડ જ્યોર્જિયા સીઝન 2

    રિલીઝ ડેટ: 5 જાન્યુ

    સ્ટ્રીમિંગ: નેટફ્લિક્સ

    ગિન્ની એન્ડ જ્યોર્જિયા કોમેડી-ડ્રામા ટેલિવિઝન સિરીઝ છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. સારાહ લેમ્પર્ટ દ્વારા આ સિરીઝ બનાવવામાં આવી હતી. આ શો જ્યોર્જિયા, એક 30 વર્ષની માતા અને તેની ટીનેજર પુત્રી ગિન્ની વચ્ચેના સંબંધને દર્શાવે છે. આ ટીનેજરને શોમાં તેની માતા કરતાં વધુ મેચ્યોર દર્શાવવામાં આવી છે. તેઓ તેમના પરિવારને વધુ સારું જીવન આપવાના પ્રયાસમાં ન્યૂ ઇંગ્લેન્ડના શહેરમાં જાય છે અને સ્ટોરી આગળ વધે છે. સ્ટારી આ નવા સમાજમાં ગિન્ની અને તેના પુત્ર ઓસ્ટિન સાથે સ્થાયી થવાના જ્યોર્જિયાના પ્રયત્નો પર કેન્દ્રિત છે.

    તાઝા ખબર

    રિલીઝ ડેટ: જાન્યુઆરી 6

    સ્ટ્રીમિંગ: ડિઝની+ હોટસ્ટાર

    ભુવન બામને ચમકાવતી ગ્રિટિ કોમેડી-ડ્રામા સિરીઝ સાઉથ મુંબઈમાં સેટ છે. આ સિરીઝને એક સફાઈ કર્મી વસંત ગાવડેના જીવનની આસપાસ બનાવવામાં આવી છે. શોમાં જોવા મળે છે કે કઈ રીતે એક દુઆથી વસંતનુ ભૌતિક અને ગરીબીથી પીડિત જીવન પલટાઈ જાય છે અને તેને કેટલીક શક્તિઓ મળી જાય છે. તેના મિત્રો સાથે ગાવડે તેના નવા સુપરપાવરનો ઉપયોગ તેના પોતાના નસીબને ચમકાવવા માટે કરે છે.

    ગન્સ એન્ડ ગુલાબ

    રિલીઝ ડેટ: જાન્યુઆરી 2023

    સ્ટ્રીમિંગ: નેટફ્લિક્સ

    ગન્સ એન્ડ ગુલાબ્સ આગામી કોમેડી થ્રિલર ફિલ્મ છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, દુલકર સલમાન અને આદર્શ ગૌરવ છે. શોમાં પ્રેમ અને ઈનોસન્સને જકડી રાખવાનો પ્રયાસ કરતી વખતે અપરાધની દુનિયામાં નેવિગેટ કરતા લોકોની સ્ટોરી દર્શાવવામાં આવી છે. આ સિરીઝમાં 1990ના દાયકાની શરૂઆતના રોમાંસ, ક્રાઇમ થ્રિલર અને હ્યુમરના એલીમેન્ટ જોવા મળશે. સ્ટોરીનુ જોનર યૂનિક અને એન્ટરટેઈનમેન્ટનું મિશ્રણ હોવાની ખાતરી છે.

    આ પણ વાંચો: ભર શિયાળે નોરાના આ ફોટો જોઈ છૂટી જશે પરસેવો!

    યે કાલી કાલી આંખેં (સીઝન 2)

    રિલીઝ ડેટ: જાન્યુઆરી 2023

    યે કાલી કાલી આંખે એક ક્રાઈમ ડ્રામા સિરીઝ છે, જેણે તેના આકર્ષક ટાઈલથી તમામનું ધ્યાન ખેંચ્યું છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે શોની સફળતા માત્ર તેની લોકપ્રિયતા અને ક્રિટકલ રીસેપ્શન પર જ નહીં પણ સિઝન 2 અને સિરીઝની સ્ક્રિપ્ટની ગુણવત્તા પર પણ નિર્ભર રહેશે.

    શાર્ક ટેન્ક ઇન્ડિયા (સીઝન 2)

    રિલીઝ ડેટ: જાન્યુઆરી 2023

    સ્ટ્રીમિંગ : સોની લીવ

    મોસ્ટ એન્ટિસીપેટેડ રિયાલિટી શો શાર્ક ટેન્કની બીજી સીઝન આવી રહી છે. આ શોમાં સફળ ઉદ્યોગપતિઓ નવા બિઝનેસ આઈડિયા ધરાવતી વ્યક્તિઓને ફંડ અને ગાઈડન્સ આપવામાં આવે છે. અશ્નીર ગ્રોવરની આસપાસના વિવાદ પછી ઘણા લોકો સવાલ કરી રહ્યા છે કે શોમાં નવા "શાર્ક" કોણ હશે. આ સીઝન માટે લાઇનઅપમાં Emcure ફાર્માસ્યુટિકલ્સના નમિતા થાપર, boatના અમન ગુપ્તા, શુગર કોસ્મેટિક્સના વિનીતા સિંઘ, Shaadi.comના અનુપમ મિત્તલ, લેન્સકાર્ટના પીયૂષ બંસલ અને CarDekhoના અમિત જૈનનો સમાવેશ કરાયો છે.

    કેલિડોસ્કોપ:

    રિલીઝ ડેટ- 1 જાન્યુઆરી

    સ્ટ્રીમિંગ- નેટફ્લિક્સ

    એરિક ગાર્સિયા દ્વારા બનાવવામાં આવેલ આ શો, ' ધ લાર્જેસ્ટ હાઈસ્ટ એવર અટેમ્પ્ટ' અને તેમાં સામેલ વિશ્વાસઘાતને અનુસરે છે. વેબ સિરીઝમાં પાઝ વેગા, રોઝેલીન એલ્બી, જિયાનકાર્લો એસ્પોસિટો અને અન્ય કલાકારો સામેલ છે. આ શો નોન લિનીયર ફોર્મેટમાં લખાયેલો છે.

    આ પણ વાંચો: 'તુનિષા કામ કરવા નહતી માંગતી, જબરદસ્તી...' શીઝાનની બહેનોએ કર્યા મોટા ખુલાસા

    ફૅન્ટસી આઇલેન્ડ (સીઝન 2):

    રિલીઝ ડેટ- 2 જાન્યુઆરી

    સ્ટ્રીમિંગ- સોની લીવ

    આ શો વિચારોની આસપાસ ફરે છે અને લોકો તેમની ઇચ્છાઓના સમૂહ સાથે 'ફૅન્ટેસી આઇલેન્ડ'ની જાદુઈ દુનિયામાં પ્રવેશ કરે છે. આ સિરીઝના સ્ટાર્સ રોઝલિન સાંચેઝ, કિયારા બાર્ન્સ, જ્હોન ગેબ્રિયલ રોડ્રિક્ઝ લિન્ડસે ક્રાફ્ટ મુખ્ય ભૂમિકાઓમાં છે. શાનદાર સિરીઝની રિલીઝની રાહ ઘણા સમયથી જોવામાં આવી રહી છે.

    ધ લાઈંગ લાઈફ ઓફ એડલ્ટ્સ:

    રિલીઝ ડેટ- 4 જાન્યુઆરી

    સ્ટ્રીમિંગ- નેટફ્લિક્સ

    આ ઇટાલિયન શોમાં વિભાજિત નેપલ્સમાં છોકરીઓના જીવનનું સત્ય બતાવે છે, જ્યાં નેપલ્સ સભ્યતા અને સંસ્કારોનો દેખાડો કરે છે, જ્યારે એવું હોતું નથી, આ નેપલ્સ વધુ પડતા સક્ષમ હોય છે અને અશ્લીલતાથી ભરેલા હોય છે. આ શોમાં ગુઈસેપ બ્રુનેટી, વેલેરિયા ગોલિનો અને લુઇગી ચિઓકા જેવા કલાકારો છે.

    ઉંચાઈ:

    રિલીઝ ડેટ- 6 જાન્યુઆરી

    સ્ટ્રીમિંગ- ઝી5

    સૂરજ આર બડજાત્યા દ્વારા દિગ્દર્શિત આ સિરીઝમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઈરાની જોવા મળશે. આ સિરીઝમાં આ પાત્રોની આસપાસ વાર્તા ફરે છે અને તેમના સાહસ અને શક્તિનુ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ઉંચાઈ થિયેટર રનમાં ખૂબ જ શાનદાર રહી અને તે OTT પર શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે.
    First published:

    Tags: Amazon prime, OTT Platform, Web Series

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन