Home /News /entertainment /Two Wheeler ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં જાણો કઇ બેંક સૌથી સસ્તાદરે આપી રહી છે લોન?

Two Wheeler ખરીદવાનું વિચારી રહ્યા છો? અહીં જાણો કઇ બેંક સૌથી સસ્તાદરે આપી રહી છે લોન?

ટુ વ્હીલર ખરીદવા સસ્તી લોન આપતી બેન્કો કઈ

તમારી મનપસંદ બાઈક ખરીદવા માટે પૈસાની અછત છે, તો તમે તેને ફાઇનાન્સ કરી શકો છો અને બેંકો પાસેથી લોન (Two Wheeler Loan) લઈ શકો છો. હવે સરકારી બેન્કો પણ સસ્તા દરે ટૂ-વ્હીલર લોન (Two Wheeler cheapest Loan) આપી રહી છે.

તમે ટૂ-વ્હીલર (Two Wheeler Loan) ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો ? જો હા, તો તેના માટે કઇ બેન્ક કેટલી લોન (Bank Loan) આપે છે અને ટોચની બેંકોના વ્યાજ દરોની શું ચાલી રહ્યાં છે, કઈ બેંક સૌથી સસ્તી લોન આપી રહી છે તે તપાસવું અત્યંત જરૂરી છે. આપણા રોજિંદા જીવનને અસર કરનાર COVID-19 વાયરસથી બચવા માટે પણ સેફ મુસાફરી આપણા માટે જરૂરી છે. ફોર-વ્હીલર ધરાવતા ઘણા ભારતીય પરિવારો મુસાફરી માટે અથવા ઓફિસ જવા માટે ટૂ-વ્હીલર પર જવાનું પસંદ કરે છે. પણ બધા પાસે ટૂ-વ્હીલર (Two Wheeler) હોય જ તે જરૂરી નથી. મધ્યમ વર્ગનાં ઘણા લોકો પાસે આજે પણ ટૂ-વ્હીલર નથી. જેનું એક મોટું કારણ ટૂ-વ્હીલર ખરીદવા માટે એકસામટા પૈસા ન હોવાનું છે.

જોકે, તમારી મનપસંદ બાઈક ખરીદવા માટે પૈસાની અછત છે, તો તમે તેને ફાઇનાન્સ કરી શકો છો અને બેંકો પાસેથી લોન લઈ શકો છો. હવે સરકારી બેન્કો પણ સસ્તા દરે ટૂ-વ્હીલર લોન (Two Wheeler cheapest Loan) આપી રહી છે. જેથી દરેકનું સપનું સાકાર થઈ શકે.તો આવો જાણીએ બેન્કની બેસ્ટ ડિલ અને તેના વ્યાજદરો વિશે....

બેન્કબઝાર અનુસાર જો તમારો ક્રેડિટ સ્કોર સારો છે અને તમે અન્ય તમામ પાત્રતાના માપદંડોને પૂર્ણ કરી લો છો તો તમે ટૂ-વ્હીલર લોન માટે અરજી કરો છો તો તમને સસ્તા વ્યાજદરે લોન મળવવાની શક્યતાઓ વધી જાય છે. જોકે, વિલંબિત ચુકવણી અથવા ડિફોલ્ટને ટાળવા માટે દરોની તુલના કરવી અને તમારી માસિક આવકના આધારે તમારા EMIની ગણતરી કરવાની સલાહ આપવામાં આવે છે.

ટૂ-વ્હીલર લોન માટે અરજી કરતી વખતે તમારે નીચે જણાવેલ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.....

સૌ પ્રથમ તમારે લોનના વ્યાજ દરની તુલના કરવી જોઈએ. આ તમારી યોગ્યતા અને ક્રેડિટ સ્કોરના આધારે નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત, તમારે પ્રોસેસિંગ ફી, પ્રીપેમેન્ટ ચાર્જીસ અને લોન ટેન્યોર એટલે કે સમયગાળો પણ ચેક કરી લો.

ઘણા ધિરાણકર્તાઓ સારા નાણાંકીય ટ્રેક રેકોર્ડ ધરાવતા કેટલાક ગ્રાહકોને પૂર્વ-મંજૂર લોન (Pre Approved Loan) ઓફર કરે છે. આવી લોન ઝડપી અને સરળ હોય છે અને પાત્રતા ધરાવનારા ગ્રાહકોને આકર્ષક ઓફર પણ આપવામાં આવે છે. લોન માટે અરજી કરતા પહેલા તમારા દસ્તાવેજો જોડે રાખવા જેમાં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકના પુરાવા વગેરે જરૂરી છે.

તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર લેવાનું ટાળો કારણ કે તે તમારા ક્રેડિટ સ્કોરનો અવરોધક બને છે.

તમે સરળતાથી સરખામણી કરીને યોગ્ય નિર્ણય લઇ શકો તે માટે અહીં 20 થી વધુ ટોચની બેંકોની યાદી આપેલી છે, જેમાં કઈં બેંક ટૂ-વ્હીલર લોન પર સૌથી ઓછા વ્યાજ દરો ઓફર કરે છે તેની માહિતી છે.

નીચેના કોષ્ટકમાં ઉલ્લેખિત દરેક બેંકો માટે સૌથી નીચા દરોનો સમાવેશ થાય છે.
બેન્કવ્યાજદર (દર 1 લાખે)હપ્તો
સેન્ટ્રલ બેંક6.853081
J&K બેંક7.253099
પીએનબી8.453154
પંજાબ એન્ડ સિંધ બેંક8.653164
કેનેરા બેંક8.803171
એક્સિસ બેંક9.003180
IDBI બેંક9.003217
યુનિયન બેંક9.803222
IOB9.903229
SBI10.053238
ઈન્ડિયન બેંક10.253243
યસ બેંક10.353245
બેંક ઓફ બરોડા10.393262
બેંક ઓફ મહારાષ્ટ્ર10.753264
સાઉથ ઇંડિયન બેન્ક10.803272
યુકો બેંક11.003307
HDFC બેંક11.703321
કર્ણાટક બેંક12.003343
ધનલક્ષ્મી બેંક12.453345
ફેડરલ બેંક12.503345
કરુર વૈશ્ય બેંક14.003418

તમારા ધિરાણકર્તા સાથે લોનના વ્યાજ દરો, કાર્યકાળ, પ્રોસેસિંગ ફી વગેરેની ચર્ચા કરવામાં અચકાશો નહીં.
First published:

Tags: Bank loan, Business news, Business news in gujarati, Two wheeler

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો