VIDEO: દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત Song પર બાળકોનો શાનદાર Dance, જોઈ તમે પણ ઝૂમી ઉઠશો

VIDEO: દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત Song પર બાળકોનો શાનદાર Dance, જોઈ તમે પણ ઝૂમી ઉઠશો
વીડિયો કેપ્ચર ફોટો

ત્રણ બાળકો કુશળ નૃત્યાંગનાની જેમ નૃત્ય કરી રહ્યા છે. ચિલ્ડ્રન્સના ડાન્સ મૂવ્સ એવા છે કે મોટા વ્યક્તિને શીખવામાં પણ ઘણા વર્ષો લાગી શકે છે

  • Share this:
    સોશિયલ વાયરલ : બોલિવૂડની ફિલ્મો (Bollywood Films) જ નહીં પરંતુ તેમના ગીતો પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે. લોકો આ ગીતો સાંભળે છે અને ઝૂમી ઉઠે છે. અત્યાર સુધી, તમે લોકોને ફક્ત બોલિવૂડ ફિલ્મના ગીતો પર ડાન્સ કરતા જોયા હશે. ઘણી વાર બાળકો પણ આ ગીતો પર જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ સોશ્યલ મીડિયામાં આપણે એક વીડિયો જોવા મળ્યો જેમાં દક્ષિણ આફ્રિકાના બાળકો બોલિવૂડ નહીં પણ દક્ષિણ આફ્રિકાના ગીત પર જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

    આ વિડિઓ જોઈને તમને ખાતરી થઈ જશે કે માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશોના બાળકો પણ તેમના દેશની ફિલ્મો પર નૃત્ય કરે છે જેમ કે કલાકારો અથવા અભિનેત્રીઓ કરે છે. આ વીડિયોને આઈએએસ અધિકારી ડો.જે.કે. સોનીએ તેમના ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે. તેમજ આ ગીત વિશે સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવી છે.



    આ પણ વાંચોમોટો પગાર છોડી પિતાની કરિયાણાની દુકાનની કરી કાયાપલટ, સ્ટાર્ટઅપથી થઇ રહી 5 કરોડની કમાણી

    વીડિયોમાં જોઇ શકાય છે કે બેકગ્રાઉન્ડમાં એક ગીત વગાડવામાં આવી રહ્યું છે અને ત્રણ બાળકો કુશળ નૃત્યાંગનાની જેમ નૃત્ય કરી રહ્યા છે. ચિલ્ડ્રન્સના ડાન્સ મૂવ્સ એવા છે કે મોટા વ્યક્તિને શીખવામાં પણ ઘણા વર્ષો લાગી શકે છે. આ બાળકો આફ્રિકાના કોઈ ગામના હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ડાન્સના મામલામાં તેઓ શહેરના બાળકોને પણ પાછળ રાખી દે તેવા જોવા મળે છે. ત્રણેય બાળકોની લય સચોટ છે અને ત્રણેય બાળક એક જ સમયે મૂવ કરે છે. આ બાળકો ડાન્સ કરતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ વિડિઓ દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત ગીત જેરુસલેમનો છે.

    આ પણ વાંચો સુરતમાં ભાઈ-બહેનનો અનોખો પ્રેમ: 5 બહેન વચ્ચે એકનો એક ભાઈ મરણ પથારીએ, બહેન કિડની આપી બચાવશે જીવ

    આઈએએસ અધિકારી સોનીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે, આ ગીત 2019 ના ઓક્ટોબર મહિનામાં રજૂ થયું હતું. ગીત સ્થાનિક ભાષામાં ઝુલુમાં છે. તેના પ્રકાશન પછી, ગીતને વિશ્વવ્યાપી ખ્યાતિ મળી અને આ ગીત પર ડાન્સનું ચેલેન્જ પણ ચાલ્યું, જેને નામ આપવામાં આવ્યું હતું જેરુસલેમ ડાન્સ ચેલેન્જ.
    Published by:kiran mehta
    First published:February 13, 2021, 21:18 pm

    ટૉપ ન્યૂઝ