Home /News /entertainment /

Bollywood Interesting Story: તમને ખબર છે? વિલિયમ શેક્સપિયરના નાટક પર બનેલી આ 10 બોલિવૂડ ફિલ્મો

Bollywood Interesting Story: તમને ખબર છે? વિલિયમ શેક્સપિયરના નાટક પર બનેલી આ 10 બોલિવૂડ ફિલ્મો

વિલિયમ શેક્સપિયરના નાટક પર બનેલી 10 બોલિવૂડ ફિલ્મો

બોલિવૂડમાં પણ વિલિયમ શેક્સપિયરના શો પર ઘણી ફિલ્મો બની છે. જેમાં આમિર ખાન અને જુહી ચાવલા અભિનીત ફિલ્મ 'કયામત સે કયામત તક'થી લઈને કમલ હસનની, રતિ અગ્નિહોત્રીની 'એક દુજે કેદુજે કે લિયે' સહિતની કેટલીએ ફિલ્મો છે

    એવન વિલિયમ શેક્સપિયર (Avon William Shakespear)ના મૃત્યુના 400થી વધુ વર્ષો પછી પણ તેમના લખાણો અને નાટકોએ લોકોના હૃદય પર રાજ કરવાનું ચાલુ રાખ્યું છે. આજે પણ તેમનું નાટક થિયેટર અને ફિલ્મ વિશ્વનું ગૌરવ વધારે છે. બોલિવૂડમાં પણ વિલિયમ શેક્સપિયરના શો પર ઘણી ફિલ્મો બની છે. જેમાં આમિર ખાન (Amir Khan) અને જુહી ચાવલા (Juhi Chawla) અભિનીત ફિલ્મ 'કયામત સે કયામત તક' (Qayamat Se Qayamat Tak)થી લઈને કમલ હસન (Kamal Haasan)ની, રતિ અગ્નિહોત્રી (Rati Agnihotri)ની 'એક દુજે કે લિયે' (Ek Duuje Ke Liye) સહિત પરિણીતી ચોપરા (Parineeti Chopra), અર્જુન કપૂર (Arjun Kapoor)ની 'ઈશકઝાદે'. (Ishaqzaade) અહીં અમે તમને શેક્સપિયરના એવરગ્રીન નાટક (Shakespeare's evergreen plays) પર આધારિત 10 લોકપ્રિય બોલિવૂડ મૂવીઝ વિશે જણાવી રહ્યા છીએ.

    અંગૂર

    ગુલઝારની 1982ની ફિલ્મ અંગૂર શેક્સપિયરની ધ કોમેડી ઓફ એરર્સથી પ્રેરિત હતી, જેમાં સંજીવ કુમાર અને દેવેન વર્મા મુખ્ય ભૂમિકામાં હતા.

    10ml લવ

    '10ml લવ' શેક્સપિયરના નાટક 'A Mid Sumer Night's Dream' પર આધારિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જે 2012માં રિલીઝ થઈ હતી.

    કયામત સે કયામત તક

    આમિર ખાન અને જુહી ચાવલા અભિનીત 'કયામત સે કયામત તક' શેક્સપિયરની કરુણ પ્રેમકથા 'રોમિયો જુલિયટ'થી પ્રેરિત છે.

    એક દુજે કે લીએ

    બીજી રોમેન્ટિક ટ્રેજેડી, 'એક દુજે કે લિયે' શેક્સપિયરની 'રોમિયો એન્ડ જુલિયટ'ની રિમેક છે. જેમાં કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી લીડ રોલમાં હતા.

    રામલીલા

    દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સ્ટારર સંજય લીલા ભણસાલીની 'રામ લીલા' પણ 'રોમિયો જુલિયટ' પર આધારિત છે.

    હૈદર

    હૈદર શેક્સપિયરના નાટક પર આધારિત વિશાલ ભારદ્વાજ દ્વારા નિર્મિત ત્રીજી ફિલ્મ છે. હૈદર બાર્ડની 'હેમ્લેટ'થી પ્રેરિત છે.

    ઓમકારા

    અજય દેવગણ, વિવેક ઓબેરોય અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'ઓમકારા' શેક્સપિયર દ્વારા લખાયેલી 'ઓથેલો' પર આધારિત છે. 2002માં રિલીઝ થયેલી આ ફિલ્મે ત્રણ નેશનલ એવોર્ડ જીત્યા હતા.

    ઇશક

    પ્રતિક બબ્બર અને અમાયરા દસ્તુર સ્ટારર 2013ની ફિલ્મ 'ઈસક' શેક્સપિયરની 'રોમિયો જુલિયટ'થી પ્રેરિત છે.

    ઇશકઝાદે

    પરિણીતી ચોપરા અને અર્જુન કપૂર ફેમ ઈશકઝાદે પણ શેક્સપિયરના ક્લાસિક રોમિયો જુલિયટ પર આધારિત છે.

    આ પણ વાંચોBollywood Interesting: આ એવી સ્કૂલ છે જ્યાં તમામ સેલેબ્સના બાળકો અભ્યાસ કરે છે, LKGની ફી અને ખાસીયત

    મકબૂલ

    ઈરફાન ખાન, તબ્બુ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી અને પીયૂષ મિશ્રા અભિનીત 2003માં આવેલી 'મકબૂલ' શેક્સપિયરના 1611 ના નાટક 'મેકબેથ' પર આધારિત છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood Movie, Bollywood News in Gujarati

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन