આ છે Vickey Kaushalની આગામી સમયમાં રીલિઝ થનારી ફિલ્મો, જાણો લિસ્ટમાં છે કઈ કઈ ફિલ્મો
આ છે Vickey Kaushalની આગામી સમયમાં રીલિઝ થનારી ફિલ્મો, જાણો લિસ્ટમાં છે કઈ કઈ ફિલ્મો
વિક્કી કૌશલની આગામી ફિલ્મોનું લિસ્ટ
વિક્કી કૌશલે (Vickey Kaushal) પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ મસાનથી 2015માં કરી હતી. આ ફિલ્મ માટે વિક્કીને IIFA અને સ્ક્રિન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ આર્ટિકલમાં આપણે જોઈશું વિક્કી કૌશલની આગામી વર્ષે રીલિઝ થનારી ફિલ્મો (vickey kaushal upcoming movies) વિશે.
વિક્કી કૌશલ (Vickey Kaushal) એક જાણીતા બોલીવુડ અભિનેતા (Bollywood actor) છે. વિક્કી કૌશલે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ મસાનથી 2015માં કરી હતી. આ ફિલ્મ માટે વિક્કીને IIFA અને સ્ક્રિન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ રોલથી તેમણે ઘણી જ લાઈમ લાઈટ મેળવી હતી. ફિલ્મમાં તેમનો ડાયલોગ, સાલા યે દુખ કાહે ખતમ નહી હોતા પણ ઘણુ જ વાયરલ થયું હતું. વિક્કીનો જન્મ 1988માં બોલીવુડના જાણીતા સ્ટન્ટ મેન સેમ કૌશલના ઘરે થયો હતો.
2019માં રિલીઝ થયેલી ફિલ્મ ઉરીઃ ધ સર્જીકલ સ્ટ્રાઈકથી તેના નસીબ ખુલ્યા અને તેને એકબાદ એક મોટી ઓફર્સ મળવા લાગી હતી. આ ફિલ્મમાં મેજરની ભૂમિકામાં તેની એક્ટિંગ માટે તેને એવોર્ડ પણ મળ્યા હતા. આ સાથે 2020માં ફિલ્મ ભૂત અને તાજેતરમાં જ સરદાર ઉધમમમાં પણ તે દેખાઈ ચૂક્યો છે. આ આર્ટિકલમાં આપણે જોઈશું વિક્કી કૌશલની આગામી વર્ષે રીલિઝ થનારી ફિલ્મો (vickey kaushal’s upcoming movies) વિશે .
1. ગોવિંદા મેરા નામ
રીલિઝ ડેટ- 10 જૂન, 2022
કાસ્ટ- વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, કિયારા અડવાણી
ડાયરેક્ટર- શશાંક ખૈતાન
પ્રોડ્યુસર- કરણ જોહર
ગોવિંદા મેરા નામ ફિલ્મ એક કોમેડી ડ્રામા અને ફેમિલી એન્ટરટેઈનર ફિલ્મ છે. ફિલ્મના પ્રોડ્યુસર કરણ જોહર છે. ફિલ્મમાં વિક્કી કૌશલ ગોવિંદા, ભૂમિ તેની પત્ની અને કિયારા તેની ગર્લફ્રેન્ડના રોલમાં નજરે પડશે.
2. ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી
રીલિઝ ડેટ- 2022
કાસ્ટ- વિક્કી કૌશલ અને માનુશી છિલ્લર
ડાયરેક્ટર- વિજય કૃષ્ણા આચાર્ય
પ્રોડ્યુસર- આદિય્ત ચોપડા
આગામી વર્ષે વિક્કી YRFs ના બેનર હેઠળની આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં તેની અપોઝિટ 2017 મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જોવા મળશે. આ ફિલ્મ તૈયાર છે પણ મેકર્સ પહેલા તેમની ફિલ્મ પૃથ્વીરાજને રીલિઝ કરવા માંગે છે, તેના રીલિઝ પછી આગામી વર્ષે આ ફિલ્મ રીલિઝ કરવામાં આવશે.
કરણ જોહરના પ્રોડક્શન બેનર ધર્મા ફિલ્મમાં વિક્કી કૌશલ કિયારા અને વરુણ ધવન સાથે ફિલ્મ મિસ્ટર લેલેમાં નજરે પડશે. ફિલ્મનું શુટિંગ સપ્ટેમ્બરમાં પૂરું થયું છ્ અને પોસ્ટ પ્રોડક્શન વર્ક પછી આ ફિલ્મ 2022ના મધ્ય સુધી રીલિઝ કરવામાં આવશે.
4- સામ બહાદુર
રીલિઝ ડેટ- N/A
કાસ્ટ- વિક્કી કૌશલ
ડાયરેક્ટર- મેઘના ગુલઝાર
પ્રોડ્યુસર- રોની સ્ક્રુવાલા
આ ફિલ્મ સૈમ બહાજુરના નામથી જાણીતા પ્રથમ ફિલ્ડ માર્શલ સૈમ માણેકશૉના જીવન પર આધારિત છે. ફિલ્મમાં વિક્કી લીડ રોલમાં જોવા મળશે. હજી ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરવામાં આવી નથી.
મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્ત કરણ જોહરના ડ્રીમ પ્રોજેક્ટમાંથી એક છે. ફિલ્મ મુધલ એરાની આસપાસ વિંટળાયેલી છે. આ ફિલ્મમાં ઔરંગજેબ અને દારા શિકોહની વાર્તા દર્શાવવામાં આવી છે. જો કે હાલ ફિલ્મના શૂટિંગ શરૂ થવાને લઈને કોઈ માહિતી સામે આવી નથી.