એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty)નાં બે વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટી બિકિની અવતાવરમાં નજર આવી રહી છે. તેનો બોલ્ડ અંદાજ જોઇને જ ખૂશ થઇ જવાય. શિલ્પા હાલમાં માલદીવમાં રજાઓ ગાળી રહી છે. અને માલદીવથી જ તે તેની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. જે શેર કરતાંની સાથે જ વાયરલ થઇ રહ્યાં છે.
શિલ્પાનો આ વીડિયો લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે. સાથે જ વીડિયો પર કમેન્ટ બોક્સ પર તેનાં વખાણ થઇ રહ્યાં છે. શિલ્પા દ્વારા શેર કરવામાં આવેલાં બે વીડિયોમાં એક વીડિયોને 12 લાખથી વધુ વ્યૂઝ અને 19 લાખથી વધુ ઇન્સ્ટાગ્રામ પર નજર આવે છે.
આપને જણાવી દઇએ કે, શિલ્પા શેટ્ટી ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ રહે છે. અને હાલમાં તે આ પ્લેટફર્મ દ્વારા તેનાં ફેન્સ સાથે જોડાયેલી છે. તે હમેશાં ઇન્સ્ટાગ્રામ પર તેની અપડેટ્સ તેનાં ચાહકો સાથે શેર કરતી રહે છે. હાલમાં જ શિલ્પાની દીકરી સમીષા એક વર્ષની થઇ છે. આ સમયે શિલ્પા શેટ્ટી પરિવારની સાથે સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવાં ગઇ હતી.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ તેની દીકરીનો પહેલો જન્મ દિવસ ધૂમધામથી મનાવ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર