Home /News /entertainment /Bollywood Interesting Story : બોલિવુડમાં નંબર-1 ગણાતા આ સિંગર્સ, જે સિંગિંગ શોમાં કઈં નતા ઉકાળી શક્યા

Bollywood Interesting Story : બોલિવુડમાં નંબર-1 ગણાતા આ સિંગર્સ, જે સિંગિંગ શોમાં કઈં નતા ઉકાળી શક્યા

બોલિવુડ ગાયક કલાકાર

Bollywood Interesting Story : એક સમયે રિયાલિટી શોમાં સફળ નહોતા થઈ શક્યા, પરંતુ આજે બોલિવુડ (Bollywood) માં આ સિંગર્સ (Singers) ની છે બોલબાલા

  Bollywood Interesting Story : કહેવાય છે કે, મહેનતનું ફળ હંમેશા મળે છે, તમારા નશીબમાં હોય એ તમને મળીને જ રહે છે. બોલિવુડ (Bollywood) હોય કે ટોલીવુડ (Tollywood) ફિલ્મોની કહાની, એક્ટિંગ અને ત્યારબાદ ફિલ્મના ગીત ફિલ્મને હીટ બનાવવામાં મહત્વનો ફાળો ભજવે છે. ફિલ્મના ગીતમાં અવાજ આપનાર સિંગર (Singer) પણ ફિલમની સાથે રાતોરાત સ્ટાર બની જાય છે, અને તેની કારકિર્દી (Career)ની ગાડી ટોપ ગેરમા નીકળી પડે છે. આજે આપણે વાત એવા બોલિવુડ સિંગર્સ (Bollywood Singers) કરવા જઈ રહ્રયા છીએ જે ક્યારેક 'સિંગિંગ રિયાલિટી શો'માં સફળ નહોતા થઈ શક્યા, પરંતુ સખત મહેનતના દમ પર તેમણે બોલિવૂડ ફિલ્મોમાં અને સિંગિંગ ફેન્સના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવી અને સફળતા પ્રાપ્ત કરી.

  નેહા કક્કર (neha kakkar)

  બબલી ગર્લ નેહા કક્કરને કોણ ન ઓળખે, તેના સુંદર અવાજે ચાહકોના દિલ પર જાદુ ચલાવ્યો છે. નેહાએ વર્ષ 2005માં સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ' સીઝન 2માં ભાગ લીધો હતો, પરંતુ તે ટોપ 10માં પણ સ્થાન મેળવી શકી નહોતી. આ દરમિયાન શોના જજ અનુ મલિકે તેને માત્ર 'માતા રાની'ના ભજન ગાવામાં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી દીધી હતી. પરંતુ નેહાએ બધાને ખોટા સાબિત કર્યા અને બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી. તે આજે બોલિવૂડની નંબર વન મહિલા સિંગર છે. એટલું જ નહીં પરંતુ જે શો તે જીતી શકી ન હતી હવે તે શોને તે જજ કરતી પણ જોવા મળે છે.

  વિશાલ મિશ્રા (vishal mishra)

  વિશાલ મિશ્રા હાલમાં બોલિવૂડના ઉભરતા ગાયકોમાં સૌથી આગળ છે. વિશાલે વર્ષ 2014માં સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તે ટોપ 10માં જગ્યા બનાવીને શોમાંથી બહાર થઈ ગયો હતો. 'પ્યાર હો', 'નહી લગદા', 'કૈસે હુઆ', 'પહલા પહલા પ્યાર' અને 'આજ ભી' જેવા સુપરહિટ ગીતો ગાઈને વિશાલ આજે બોલિવૂડના સૌથી મોટા ગાયકોમાંથી એક બની ગયો છે.

  અરિજિત સિંહ (arijit singh)

  હાલમાં બોલિવૂડના નંબર 1 સિંગર અરિજીત સિંહને તેના મેલોડિયસ અવાજને કારણે સૌકોઈ પસંદ કરે છે તેમજ તેને એક હિટ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે, જે ગીતમાં અરિજિતે અવાજ આપ્યો હોય તે હિટ થઈ જાય છે. અરિજિતે વર્ષ 2006માં સિંગિંગ રિયાલિટી શો 'ફેમ ગુરુકુલ'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તે ત્રીજા નંબર પર આવ્યો હતો. પરંતુ આજે અરિજિત 'પ્લેબેક સિંગિંગના રાજા' તરીકે ઓળખાય છે. અરિજિતે તેની શાનદાર ગાયકી માટે 1 'નેશનલ એવોર્ડ' સહિત રેકોર્ડ 6 'ફિલ્મફેર એવોર્ડ' જીત્યા છે.

  ભૂમિ ત્રિવેદી (bhumi trivedi)

  બોલિવૂડ સિંગર ભૂમિ ત્રિવેદીએ વર્ષ 2005માં સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ' સીઝન 5માં ભાગ લીધો હતો. આ દરમિયાન તે પ્રથમ રનર અપ રહી હતી. જોકે, ભૂમિએ 'રામ ચાહે લીલા' ગીત દ્વારા બોલિવૂડમાં ધમાલ મચાવી હતી. આ પછી તેણે 'ઉડી ઉડી જાયે', 'હુસ્ન પરચમ' અને 'આખિરી શામ' જેવા હિટ ગીતો આપ્યા છે.

  મોનાલી ઠાકુર (monali thakur)

  બોલિવૂડની સુરીલી ગાયિકાઓમાંની એક મોનાલી ઠાકુરે વર્ષ 2005માં સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડોલ' સીઝન 2માં ભાગ લીધો હતો. આ દરમિયાન તે ટોપ 10માં સામેલ થઈ ગઈ હતી. આમ છતાં તે શો જીતી શકી ન હતી. પરંતુ પછી મોનાલીએ બોલીવુડમાં 'સંવર લૂન', 'ઝરા ઝરા ટચ મી', 'ખ્વાબ દેખે', 'ખુદાયા ખેર', 'લવ મી થોડા', 'તુ મોહબ્બત હૈ', 'દરબદર', 'મેરી જાનીએ' જેવા સુપરહિટ ગીતો ગાયા છે. મોનાલી બોલિવૂડમાં પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ રહી છે.

  મોહમ્મદ ઈરફાન (mohammad irfan)

  મોહમ્મદ ઈરફાન પણ બોલિવૂડના શ્રેષ્ઠ ગાયકોમાંથી એક છે. ઈરફાને વર્ષ 2007માં સિંગિંગ રિયાલિટી શો 'અમુલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા'માં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેણે 'ટોપ 10' માં જગ્યા બનાવી, પરંતુ તે 'ટોપ 5' રેસમાંથી બહાર થઈ ગયો. આ પછી ઈરફાને 'ફિર મોહબ્બત', 'વરસાદ', 'દર્દ દિલોં કે', 'બંજારા' અને 'તુ હી તુ' જેવા સુપરહિટ ગીતો ગાયા. તેણે હિન્દી ઉપરાંત તમિલ, કન્નડ, ઉડિયા, તેલુગુ, બંગાળી અને મરાઠીમાં પણ ઘણા હિટ ગીતો આપ્યા છે.

  રાહુલ વૈદ્ય (rahul vaidya)

  રાહુલ વૈદ્યને આજે કોઈ પરિચયની જરૂર નથી. રાહુલે ભલે બોલિવૂડના ઓછા ગીતો ગાયા હોય, પરંતુ તેની લોકપ્રિયતા કોઈ બોલિવૂડ સ્ટારથી ઓછી નથી. રાહુલે વર્ષ 2004માં સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ'ની પ્રથમ સિઝનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે ત્રીજા નંબર પર આઉટ થયો હતો. આ પછી, તે 2008માં સિંગિંગ રિયાલિટી શો 'જો જીતા વોહી સુપર સ્ટાર' અને 2009માં 'મ્યુઝિક કા મહા મુકબલા'નો વિજેતા બન્યો. આ સાથે જ રાહુલ બિગબોસની 14મી સીઝનમાં પણ જોવા મળ્યો હતો. જેમાં તે ફિનાલે સુધી પહોંચ્યો હતો પરંતુ શો જીતી શક્યો ન હતો. આ શો પછી રાહુલની ફેન ફોલોઇંગ ઘણી વધી છે.

  જુબીન નૌટીયાલ (jubin nautiyal)

  જુબીન નૌટીયાલે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની શાનદાર ગાયકીથી બોલિવૂડમાં એક અલગ જ ઓળખ બનાવી છે. જુબિને વર્ષ 2011માં સિંગિંગ રિયાલિટી શો 'એક્સ ફેક્ટર'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તેને ટોપ 25 સ્પર્ધકોમાં સામેલ કરવામાં આવ્યો હતો. આજે તે બોલિવૂડના ટોચના ગાયકોમાંથી એક છે. જુબિને વર્ષ 2015માં 'રાઇઝિંગ મ્યુઝિકલ સ્ટાર એવોર્ડ'નો ખિતાબ જીત્યો છે.

  તોશી સાબરી (toshi sabri)

  બોલિવૂડમાં તોશી સાબરીનું નામ સાંભળતા જ ખનક અવાજ કાનમાં ગુંજવા લાગે છે. ગાયક અને સંગીત નિર્દેશક તરીકે તોશીએ 'માહી માહી', 'સૈયાં વે', 'કાન્હા', 'પ્યાર કી મા કી', 'મેં ભી શરાબી' જેવા ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. તોશી સાબરીએ વર્ષ 2007માં સિંગિંગ રિયાલિટી શો 'અમુલ સ્ટાર વોઈસ ઓફ ઈન્ડિયા'માં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેણે 'ટોપ 10' માં જગ્યા બનાવી, પરંતુ તે 'ટોપ 5' રેસમાંથી બહાર થઈ ગયો હતો.

  આ પણ વાંચોરાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીના નામ પર કર્યો જુહુનો બંગલો 'કિનારા', જાણો કેટલી છે કિંમત

  સચેત ટંડન (sachet tandon)

  સચેત ટંડન પણ બોલિવૂડના ઉભરતા ગાયકોમાંથી એક છે. તેણે અત્યાર સુધીમાં 'બેખયાલી', 'મેરે સોનિયા', 'સૂબહ કી ટ્રેન', 'સાયકો સૈયાં', 'સચિયાં મોહબ્બતેં', 'મૈયા મૈનુ', 'મેહરામ' અને 'જીંદ મેરીયે' જેવા સુપરહિટ ગીતો દ્વારા દર્શકોમાં ધૂમ મચાવી છે. તેણે એક ખાસ ઓળખ બનાવી છે. સચેતે વર્ષ 2015માં સિંગિંગ રિયાલિટી શો 'ધ વોઈસ ઈન્ડિયા'માં ભાગ લીધો હતો. આ દરમિયાન તે ટોપ 5માં સામેલ થયો હતો.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bhoomi Trivedi, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Neha kakkar, Playback Singer

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन