Home /News /entertainment /Box office: KGF: 2 અને વિજયની બીસ્ટ ફિલ્મ વચ્ચે થશે ટક્કર, યશે બંને ફિલ્મો અંગે કહ્યું કંઈક આવું...

Box office: KGF: 2 અને વિજયની બીસ્ટ ફિલ્મ વચ્ચે થશે ટક્કર, યશે બંને ફિલ્મો અંગે કહ્યું કંઈક આવું...

કેજીએપ 2 અને બીસ્ટ સાથે રિલીઝ થશે

વિજય (Vijay) ની બીસ્ટ (Beast) અને યશ (Yash)ની KGF: ચેપ્ટર 2 (KGF: chapter 2) અનુક્રમે 13 એપ્રિલ અને 14 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. બીસ્ટ બ્લેક કોમેડી એક્શન થ્રિલર ફિલ્મ છે, તો કેજીએફ ચેપ્ટર 2 (KGF 2) પીરિયડ એક્શન ફિલ્મ છે.

    KGF: 2 ફિલ્મની રીલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આગામી તા.14 એપ્રિલે રિલીઝ થવા જઈ રહી (KGF: chapter 2 release date) છે. અલબત્ત આ ફિલ્મ સાથે સુપરસ્ટાર વિજય (Vijay)ની બીસ્ટ (Beast) ફિલ્મ પણ રિલીઝ થશે. ત્યારે બોક્સ ઓફીસ (KGF: chapter 2 on box office) પર બંને ફિલ્મોની ટક્કરની વાતો વચ્ચે KGFના અભિનેતા યશે પોતાના મનની વાત કરી છે. તેણે બેંગલુરુમાં KGF:2ના ટ્રેલર લોન્ચ પ્રસંગે કહ્યું હતું કે, આ વાત KGF અને બીસ્ટ સામસામે હોવાની નથી, પણ KGF અને બિસ્ટ સાથે હોવાની છે. આ સિનેમા છે, ચૂંટણી નથી.

    તેણે કહ્યું કે, આ એવી ચૂંટણી નથી કે જેમાં તમારે બેમાંથી એક ઉમેદવારને મત આપવો પડે. આ સિનેમા છે. વિજય સર આટલા મોટા સ્ટાર છે અને આપણે તેમનો આદર કરવો જોઈએ. અમે આઠ મહિના પહેલાં અમારા પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું, જે પાન ઇન્ડિયા ફિલ્મ છે અને તેઓ પણ હોલિડે રિલીઝની શોધમાં છે. તેની આ ફિલ્મની ઉજવણી તેના પ્રશંસકો કરશે અને મને વિશ્વાસ છે કે વિજય સરના તમામ ચાહકોને પણ અમારી ફિલ્મ ગમશે.

    ઉલ્લેખનીય છે કે, બીસ્ટ અને KGF: ચેપ્ટર 2 અનુક્રમે 13 એપ્રિલ અને 14 એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. ત્યારે આ બંને ફિલ્મો વચ્ચેના ટકરાવને કારણે બંને ફિલ્મોને થિયેટરમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહેલા ચાહકોનો રસ વધી ગયો છે.

    KGF: ચેપ્ટર 2 પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી છે અને પીરિયડ એક્શન ફિલ્મ છે. હોમ્બલે ફિલ્મ્સ નામના બેનર હેઠળ વિજય કિરાગંદુરે આ પ્રોજેક્ટને ફાઇનાન્સ કર્યો છે. KGF: ચેપ્ટર 2 એ 2018માં આવેલી ફિલ્મ KGF: ચેપ્ટર 1ની સિક્વલ છે. આ ફિલ્મમાં યશની સાથે સંજય દત્ત, શ્રીનિધિ શેટ્ટી, રવીના ટંડન, અને પ્રકાશ રાજ જોવા મળશે.

    KGF : ચેપ્ટર 2 ગયા વર્ષે 23 ઓક્ટોબરે થિયેટરોમાં રિલીઝ થવાની હતી. જો કે, ભારતમાં કોવિડ -19 ના કેસોમાં વધારો થવાને કારણે, રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી.

    બીજી તરફ બીસ્ટ બ્લેક કોમેડી એક્શન થ્રિલર ફિલ્મ છે. નેલ્સને બીસ્ટ ફિલ્મને લખી છે અને તેનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ સન પિક્ચર્સ દ્વારા ફાઇનાન્સ કરવામાં આવી છે. આ ફિલ્મમાં વિજય અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે જ્યારે સેલ્વરગવન અને યોગી બાબુ સહાયક ભૂમિકામાં જોવા મળશે.

    આ પણ વાંચોkgf chapter 2 cast Fee : યશથી લઈ સંજય દત્ત સુધી, આ સ્ટાર્સે 'KGF 2' માટે લીધી મોટી રકમ, જાણો કોણે લીધી કેટલી ફી

    આ ફિલ્મ અંગે ટ્વિટર સર્વે અનુસાર, વિજયના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર અપલોડ થયેલું બીસ્ટનું ફર્સ્ટ લુક પોસ્ટર એન્ટરટેઇનમેન્ટ સેક્શનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલું અને રીટ્વીટ કરાયેલું ટ્વીટ હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, KGF Chapter 2, KGF Chapter 2 Teaser, South Cinema, South Cinema News

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन