Home /News /entertainment /મારા 'બેચમેટ' ઉમર અબ્દુલ્લાને ઝડપથી મુક્ત કરો : કેન્દ્ર સરકારને પૂજા બેદીની અરજ

મારા 'બેચમેટ' ઉમર અબ્દુલ્લાને ઝડપથી મુક્ત કરો : કેન્દ્ર સરકારને પૂજા બેદીની અરજ

પૂજા બેદી (ફાઇલ તસવીર)

પૂજા બેદીએ વડાપ્રધાન કાર્યાલય, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અમુક પત્રકારોને ટેક કરતા લખ્યું છે કે, "ઉમરની અટકાયત કરવામાં આવી હોવાને એક મહિનો થઈ ગયો છે."

પૂર્વ અભિનેત્રી પૂજા બેદીએ આશા વ્યક્ત કરી છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને તેના જૂના 'બેચમેટ-મિત્ર' ઉમર અબ્દુલ્લાને છોડી મૂકવા માટે કેન્દ્ર સરકાર બહુ ઝડપથી કોઈ સારો પ્લાન તૈયાર કરશે. નોંધનીય છે કે ઉમર અબ્દુલ્લા છેલ્લા એક મહિનાથી નજરકેદ છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પહેલા જ ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરી લેવામાં આવ્યા છે.

ઓગસ્ટની શરૂઆતમાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાનો નિર્ણય કર્યો તેના પહેલાથી જ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તિને નજરકેદ કરી લેવામાં આવ્યાં છે. સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાની જાહેરાત સાથે જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દીધું છે.

પૂજા બેદીએ વડાપ્રધાન કાર્યાલય, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને અમુક પત્રકારોને ટેક કરતા લખ્યું છે કે, "ઉમરની અટકાયત કરવામાં આવી હોવાને એક મહિનો થઈ ગયો છે. તેઓ મારા બેચમેટ અને પરિવારના મિત્ર પણ છે (ત્રણ પેઢીથી). મને આશા છે કે તેમને છોડવા માટે સરકાર બહુ ઝડપથી કોઈ પ્લાન તૈયાર કરશે, કારણ કે આવું હંમેશ માટે ચાલી ન શકે. આનો કોઈ ઉકેલ લાવવો જ રહ્યો."

ઉલ્લેખનીય છે કે ફક્ત ઉમર અબ્દુલ્લા જ નહીં તેમના પિતા અને સાંસદ ફારુખ અબ્દુલ્લા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તિ પણ છેલ્લા મહિનાથી હાઉસ અરેસ્ટ છે.

નોંધનીય છે કે નજરકેદમાંથી મુક્ત કર્યા બાદ આ નેતાઓ કાશ્મીરમાં શાંતિ ન હડોળે તેવા ડરને કારણે સરકારે હજુ સુધી કોઈને મુક્ત નથી કર્યાં.

પૂજા બેદી બોલિવૂડની પૂર્વ અભિનેત્રી, ટીવી શૉ હૉસ્ટ અને ન્યૂઝપેપર કૉલમિસ્ટ છે. પૂજા બેદી એ અભિનેતા કબિર બેદીની પુત્રી છે. પૂજાએ 2011માં રિયાલિટી ટીવી શૉ બિગ બોસમાં પણ ભાગ લીધો હતો.
First published:

Tags: Jammu and kashmir, Omar abdullah, Pooja Bedi, બોલીવુડ