'ધ જોયા ફેક્ટર'નું ટ્રેલર લોન્ચ,જબરદસ્ત અવતારમાં જોવા મળી રહી છે સોનમ કપૂર

News18 Gujarati
Updated: August 29, 2019, 4:25 PM IST
'ધ જોયા ફેક્ટર'નું ટ્રેલર લોન્ચ,જબરદસ્ત અવતારમાં જોવા મળી રહી છે સોનમ કપૂર
શાનદાર સ્ટાર કાસ્ટથી શણગારેલી ફિલ્મની કહાની ખૂબ જ રસપ્રદ છે.

સોનમ કપૂરની બહુચર્ચિત ફિલ્મ ધ જોયા ફેક્ટરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક જબરદસ્ત કહાની છે. તાજેતરમાં જ ફિલ્મના કેટલાક પોસ્ટરો બહાર પાડવામાં આવ્યા હતા. ફિલ્મના કન્ટેનની સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ધ જોયા ફેક્ટરમાં સોનમની વિરુદ્ધ દુલકર સલમાન છે.

  • Share this:
સોનમ કપૂરની બહુચર્ચિત ફિલ્મ ધ જોયા ફેક્ટરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ એક જબરદસ્ત કહાની છે. તાજેતરમાં જ ફિલ્મના કેટલાક પોસ્ટરો બહાર પાડવામાં આવ્યા હતા. ફિલ્મના કન્ટેનની સોશ્યલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. ધ જોયા ફેક્ટરમાં સોનમની વિરુદ્ધ દુલકર સલમાન છે.

શાનદાર સ્ટાર કાસ્ટથી શણગારેલી ફિલ્મની કહાની ખૂબ જ રસપ્રદ છે. તે 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક શર્માએ કર્યું છે. ફિલ્મનું નિર્માણ ફોક્સ સ્ટાર સ્ટૂડિયો દ્વારા સંભાળવામાં આવ્યું છે.

કેવું છે ફિલ્મનું ટ્રેલર:ફિલ્મ ધ જોયા ફેક્ટર જોયા સોલંકી નામની યુવતીની કહાની છે. એક છોકરી જે પોતાને કમનસીબ માને છે, પરંતુ તેના પિતા તેને ક્રિકેટ માટે ખૂબ જ ભાગ્યશાળી માને છે. ક્રિકેટ માટે જોયા ક્રિકેટ માટે લકી હોવાને કારણે તેનો જન્મદિવસ 25 જૂન 1983 છે.

આ પણ વાંચો: પતિ નિક જોનસની એકલતાને દૂર કરવા માટે પ્રિયંકા ચોપડાએ કર્યુ આવું કામ, જોઇને વિશ્વાસ નહીં આવેટ્રેલરમાં ખુલાસો થયો છે કે જોયાને એક દિવસ ભારતીય ક્રિકેટ ટીમના જર્સી શૂટ માટે પ્રોજેક્ટ મળી રહે છે. આ દરમિયાન તેની મુલાકાત ક્રિકેટ ટીમના કેપ્ટન સાથે, આ રોલને દુલકર સલમાનને નિભાવ્યો છે. જોયાના ક્રિકેટ માટેના નસીબ સારા હોવાની કહાની તમામ જાણે છે અને તે તેને ક્રિકેટની દેવી બનાવે છે. આ રીતે જોયાની નોર્મલ લાઇટથી અચાનક લાઇમલાઇટમાં આવવું, લોકો દ્વારા સંપર્કમાં આવવું, કહાનીનું સૌથી મોટુ ટ્વીસ્ટ છે. ફિલ્મની કહાની શાનદાર છે.


આ ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. સોનમ કપૂરના કાકા સંજય કપૂરે પહેલીવાર સોનમ કપૂરના પિતાની ભૂમિકા ભજવી છે. આ પહેલા અનિલ કપૂરે ફિલ્મ એક લડકી કો દેખામાં સોનમના પિતાની ભૂમિકા ભજવી હતી. રિયલ લાઇફ પિતા-પુત્રીની આ જોડીને ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. તે જોવું રસપ્રદ રહેશે કે સોનમની ફિલ્મ અંગે દર્શકોનો કેવો પ્રતિસાદ છે.
First published: August 29, 2019, 4:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading