Home /News /entertainment /Facebook એ Ashutosh Rana નો શિવ તાંડવ Video પાછો લાવવો પડ્યો

Facebook એ Ashutosh Rana નો શિવ તાંડવ Video પાછો લાવવો પડ્યો

આશુતોષ રાણાના ફેસબુક પર શિવ તાંડવ સ્તોત્ર પાછો લાવ્યો

Ashutosh Rana Shiv Tandav : આશુતોષ રાણા ((Ashutosh Rana) નો શિવ તાંડવનો વિડિયો ફેસબુક (Facebook) ની વોલ પરથી ગાયબ થતાં ખૂબ ગુસ્સો આવ્યો હતો, તેમણે આ મામલે ટ્વીટર (twitter) પર પોસ્ટ મુકી નારાજગી વ્યક્ત કરી હતી

Ashutosh Rana Shiv Tandav  : મહા શિવરાત્રી (Maha Shivaratri) ની ઉજવણીમાં, આશુતોષ રાણાના શિવ તાંડવ સ્તોત્ર (Ashutosh Rana Shiva Tandava Stotra) વિડીયોએ ભક્તો માટે સોના પર સુગંધ જેમ કામ કર્યું. શિવ તાંડવ સ્તોત્રને સરળતાથી રજૂ કરતો આ વીડિયો ખૂબ વખાણવામાં આવી રહ્યો હતો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પરંતુ તે પછી અભિનેતા આશુતોષ રાણા (Ashutosh Rana) એ ટ્વિટર દ્વારા લોકોને માહિતી આપી હતી કે, ફેસબુકે તેની ટાઈમલાઈનમાંથી આ વીડિયો ડિલીટ કરી દીધો છે. આશુતોષ રાણા જેટલો ગુસ્સે હતો, તેટલા જ તેમના ફેન્સ અને લોકો પણ ગુસ્સે હતા. આવી સ્થિતિમાં લોકોએ ફેસબુક પર ઉગ્રતાથી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પરંતુ હવે અભિનેતાનો આ વીડિયો તેની ટાઈમલાઈન પર પાછો ફર્યો છે.

આ વિડિયોમાં આશુતોષ રાણાએ શિવ તાંડવ સ્તોત્રને સરળ ભાષામાં સમાન સૂર સાથે ગાયું છે. પરંતુ આશુતોષ રાણાનો વિડિયો ફેસબુકની વોલ પરથી ગાયબ થતાં ખૂબ ગુસ્સો આવ્યો હતો. ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં તેણે લખ્યું, 'આઘાત લાગ્યો! ફેસબુકે મારી FB ટાઈમલાઈન પરથી મારો શિવ તાંડવ વિડીયો કાઢી નાખ્યો છે! @Metaindia એ આવું કેમ કર્યું? તેમાં ન તો કોપીરાઈટનો કોઈ મુદ્દો છે, ન તો હિંસાનો કોઈ મામલો છે, ન તો તે FBના નિયમોની વિરુદ્ધ છે.’ તેના ટ્વીટને હજારો રીટ્વીટ મળ્યા છે અને લોકોએ ફેસબુકના આ કૃત્ય પર નારાજગી પણ વ્યક્ત કરી છે.

" isDesktop="true" id="1185053" >

હવે આશુતોષ રાણાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે, આ વિડિયો ફરી તેમની ટાઈમલાઈન પર આવ્યો છે. આ વિશે માહિતી આપતાં તેણે ટ્વીટ કર્યું કે, 'FB દ્વારા હટાવી દેવાયેલી મહાદેવની સ્તુતિ કરતી મારી પોસ્ટ મારી ટાઈમલાઈન પર ફરી રિવાઈવ થઈ ગઈ છે. તમે મિત્રો, સ્નેહીજનો, શિવનુરાગીઓના પ્રભાવ, દબાણ, વિશ્વાસને કારણે જ આ શક્ય બન્યું છે, હું અભિભૂત છું. આપ સૌનો હૃદયપૂર્વક આભાર.. નમસ્કાર, હર હર મહાદેવ.

આ પણ વાંચોMaha Shivratri પર આશુતોષ રાણાએ ગાયો એવો 'શિવ તાંડવ સ્ત્રોત', સાંભળીને તમે પણ બોલી ઉઠશો - 'બમ બમ ભોલે'

તમને જણાવી દઈએ કે, શિવરાત્રી પર સામે આવેલો આ વીડિયો આશુતોષ રાણાએ લેખક-કવિ આલોક શ્રીવાસ્તવ સાથે મળીને તૈયાર કર્યો છે. આ વીડિયો શિવ તાંડવ સ્તોત્રનું હિન્દી સંસ્કરણ છે.
First published:

Tags: Bollywood Latest News, Facebook, Mahashivratri, Mahashivratri 2022, આશુતોષ, મહાશિવરાત્રી