Untold Story: વિનોદ મેહરા લગ્ન કરી રેખાને ઘરે તો લઈ ગયા પણ રેખાની થઈ હતી આવી હાલત!

વિનોદ મહેરા અને રેખાની કથિત પ્રેમ કહાની

રેખાના પહેલા લગ્ન દિલ્હીના બિઝનેસમેન અને ટેલિવિઝન મેન્યુફેક્ચરર મુકેશ અગ્રવાલ સાથે થયા હતા, પણ લગ્નના ટૂંક જ સમયમાં મુકેશ અગ્રવાલે (Mukesh Agrawal) આત્મહત્યા કરી લીધી હતી.

  • Share this:
    પીઢ અભિનેત્રી ભાનુરેખા (Bhanurekha) એટલે રેખા (Rekha) ભારતીય સિનેમા (Indian Cinema) ની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે. રેખા 180થી પણ વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે. રેખાને એક નેશનલ ફિલ્મ અવોર્ડ (National Award) અને ત્રણ ફિલ્મફેર અવોર્ડ (Filmfare Awards) પણ મળી ચુક્યાં છે. રેખાને તેની ફિલ્મો માટે તો લાઈમલાઈટ મળી છે, પણ ફિલ્મો કરતા તેની અંગત જીંદગી માટે વધુ લાઈમલાઈટમાં રહી ચુકી છે.

    રેખાના પતિએ લગ્નના એક વર્ષમાં આત્મહત્યા કરી હતી

    ઉમરાવ જાન ફેમ અભિનેત્રી રેખા અને અમિતાભ બચ્ચન (Amitabh Bchchan)ના પ્રેમ પ્રકરણની ચર્ચા આજે પણ થાય છે. રેખાના લગ્ન દિલ્હીના બિઝનેસમેન અને ટેલિવિઝન મેન્યુફેક્ચરર મુકેશ અગ્રવાલ સાથે થયા હતા, પણ લગ્નના ટૂંક જ સમયમાં મુકેશ અગ્રવાલે (Mukesh Agrawal) આત્મહત્યા કરી લીધી હતી. મુકેશે લગ્નના એક જ વર્ષની અંદર આત્મહત્યા કરી હતી.

    રેખા અને વિનોદ મહેરાના કથિત લગ્ન

    અમિતાભ સાથે તેના પ્રેમ પ્રકરણ સિવાય વધુ એક કિસ્સાને લઈને રેખા ચર્ચાનો વિષય બની હતી. રેખા અને વિનોદ મેહરાના કથિત લગ્ન (Vinod Mehra Rekha Love Story)ને લઈને રેખાની ખૂબ ચર્ચામાં હતી. ઈન્ડિયા ટૂડેના એક રિપોર્ટ પ્રમાણે 80ના દાયકામાં મેગેઝીન્સમાં તેમના અફેર અને પ્રેમપ્રકરણની ચર્ચા નિયમિત આવતી હતી. કથિત રીતે આ બન્ને એ લગ્ન પણ કર્યા હોવાની ચર્ચા થાય છે.

    વિનોદ મહેરાની માતાએ લગ્નનો સ્વિકાર ન કર્યો

    યાસ્સીર ઉસ્માન (Yasser Usman) દ્વારા લખવામાં આવેલી રેખાની બાયોગ્રાફી ધ અનટોલ્ડ સ્ટોરી (The Untold Story)માં આ લગ્નનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક અનામી ફિલ્મ મેકરને ટાંકીને આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, કોલકાતામાં લગ્ન કર્યા પછી વિનોદ મેહરા રેખાને મુંબઈમાં પોતાના ઘરે લઈ ગયો હતો, જો કે તે સમયે વિનોદ મેહરાની માતાએ આ લગ્નને સ્વિકાર કર્યા નહી સાથે જ બન્ને દ્વારા ભરવામાં આવેલા પગલાથી તે ખૂબ નારાજ પણ થયા હતા.

    વિનોદ મહેરાની માતાએ રેખાને ઘરમાં પ્રવેશવા પણન દીધી

    પીઢ અભિનેત્રી રેખા જ્યારે વિનોદ મેહરાની માતાને પગે લાગવા ગઈ તો તેની સાથે ખરાબ વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. પુસ્તકમાં કહેવામાં વ્યું છે કે, વિનોદ મેહરાની માતાએ તેને ધક્કો માર્યો અને નવી વહુને ઘરમાં પ્રવેશવા પણ ન દીધી. રેખા જ્યારે દરવાજા પર ઉભી હતી ત્યારે વિનોદની માતા તેને ઠપકો આપી રહી હતી.

    વિનોદ મહેરા અને રેખા અલગ થઈ ગયા

    અનેક પ્રયત્નો છતા પણ રેખા વિનોદની માતાનું દિલ ન જીતી શકી. વિનોદ મેહરાની માતાને રેખા એટલી નાપસંદ હતી કે તેમણે પોતાનું ચપ્પલ કાઢીને રેખાને લગભગ મારવાની તૈયારી કરી હતી. આ દરમિયાન વિનોદએ વચ્ચે પડવાની પણ કોશિશ કરી પણ તે સફળ થયો નહી. આ પછી બન્ને છુટા પડ્યાની વાત કહેવામાં આવે છે.

    આ પણ વાંચોTV Starsની રસપ્રદ સ્ટોરી - એવા કલાકાર જેમણે પર્દા પર નિભાવ્યો ભાઈ-બહેનનો રોલ, અસલ જિંદગીમાં જીવનસાથી

    વિનોદ મહેરાએ બાદમાં કેન્યાના બિઝનેસમેનની દીકરી સાથે લગ્ન કર્યા

    આ પછી વિનોદ મેહરા કિરણના પ્રેમમાં પડ્યા હતા. કિરણ કેન્યાના એક બિઝનેસમેનની પુત્રી હતી. 1988માં વિનોદ અને કિરણે લગ્ન કર્યા અને તે જ વર્ષે કિરણે એક દીકરી સોનિયા અને 1990માં દીકરા રોહનને જન્મ આપ્યો હતો.
    Published by:kiran mehta
    First published: