અભિનેત્રી પ્રિયંકા ચોપરાના રડી રડીને હાલ થયા બેહાલ, જુઓ Video

પોતાની ફિલ્મીના પ્રમોશન માટે પ્રિયંકા તાજેતરમાં ઝીમી ફેલનના શો ધ ટુનાઇટ શો વિધ ઝીમી ફેલનમાં પહોંચી હતી

News18 Gujarati
Updated: October 12, 2019, 4:17 PM IST
અભિનેત્રી પ્રિયંકા ચોપરાના રડી રડીને હાલ થયા બેહાલ, જુઓ Video
રડતી પ્રિંયકા ચોપરાની તસવીર
News18 Gujarati
Updated: October 12, 2019, 4:17 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારના દિવસોમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Actress Priyanka Chopra)પોતાની ફિલ્મ 'સ્કાઈ ઇઝ પિંક'ને (The Sky Is Pink) લઇને ચર્ચામાં રહે છે. આ પ્રિયંકાની બૉલિવૂડમાં કમબેક ફિલ્મ છે. જેના માટે તે ભારે મહેનત કરતી દેખાય છે. પ્રિયંકા ચોપરા આ ફિલ્મના પ્રમોશન માટેની કોઇ તક છોડતી નથી. તેમણે ભારતમાં પણ ધ સ્કાઇ ઇઝ પિંકનું ભારે પ્રમોશન કર્યું છે. હવે તે વિદેશોમાં પણ આ ફિલ્મને પ્રમોટ કરવામાં કોઇ કસર છોડતી નથી. તાજેતરમાં એક વિદેશી શો ઉપર પોતાની ફિલ્મના પ્રમોશન (The promotion of the film)માટે ગયેલી પ્રિયંકા ચોપરા ખરાબ રીતે રડી પડી હતી.

પ્રિયંકા ચોપરા જોનાસ હર દિન ટૉપ અમેરિકન શોમાં (Top American Show) પોતાની ફિલ્મીના પ્રમોશનમાં જોવા મળી હતી. આ સિલસિલામાં પ્રિયંકા તાજેતરમાં ઝીમી ફેલનના શો ધ ટુનાઇટ શો વિધ ઝીમી ફેલનમાં (The Tonight Show with Jimmy Fallon)પહોંચી હતી આ શો ઉપર ઝીમી અને પ્રિયંકા વચ્ચે ખુબ વાતચીત થઇ હતી. પ્રિયંકાએ પોતાની ફિલ્મ વિશે ગણી વાતો શૅર કરી હતી. ત્યારબાદ પ્રિયંકાની હાલત ત્યારે ખરાબ થઇ જ્યારે શૉ હોસ્ટ ઝીમીએ શોનું મશહૂર સેગમેન્ટ 'ઇટિંગસ્પાઇસી વિંગ્સ વિદ શોન એવંસ' ના હોસ્ટમાં શૉન એવંસની સાથે પણ એક સેગમેંટ હતું.

આ પણ વાંચોઃ-સગીરાનું અપહરણ કરીને પાંચ યુવકોએ કર્યો ગેંગરેપ, રાબડી દેવીએ શું કહ્યું?

આ સેગમેન્ટમાં પ્રિયંકા અને ઝીમીને એક ટાસ્ક મળ્યો હતો. જેમાં જબદસ્ત તીખા ચિકન વિંગ્સ ખાતા પ્રિયંકા અને ઝીમીએ વાતચીત કરવાની હતી. પ્રિયંકાએ પહેલા ચિકન વિંગ તો આરામથી ખાધુ પરંતુ ધીમે ધીમે તેની હાલત ખરાબ થતી ગઇ.

આ પણ વાંચોઃ-અશ્લીલ વીડિયો બનાવી સતત ચાર વર્ષ સુધી યુવતી ઉપર આચર્યું દુષ્કર્મ

પ્રિયંકાને એટલું તીખું લાગ્યું કે તેમની આંખોમાં પાણી ટપકવા લાગ્યું હતું. આ ખરાબ હાલતમાં પણ તેણે વાતો કરવાનું ચાલું રાખ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચિકન વિંગ્સ ખાઇને તેઓ તેમના પતિ નિક જોનસનો જીવ જવાનો હતો. પ્રિયંકાની સાથે સાથે ઝીમી પણ રોઇ પડ્યા હતા. બંનેએ જેમ તેમ કરીને આ ટાસ્ક પૂરો કર્યો હતો.
Loading...

આ પણ વાંચોઃ-દિલ્હીમાં ગુજરાતી સમાજ ભવન પાસે PM મોદીની ભત્રીજીનું પર્સ ચોરાયું

પ્રિયંકાનો આ ખતરનાક પરંતુ મજેદાર વીડિયો (video) સોશિયલ મીડિયા (social media)ઉપર વાયરલ (viral )થઇ રહ્યો છે. ફિલ્મીની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર સ્ટાર છે. ધ સ્કાઇ ઇઝ પિંક એક રિયલ લાઇફ મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીની કહાની ઉપર આધારીત છે. જેમનું 18 વર્ષની ઉંમરે મોત થયું હતું. તેમને પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ગંભીર બીમારી હતી. ભારતમાં રિલિઝ પહેલા ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલ 2019માં (Toronto Film Festival 2019)આ ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર થયું હતું.
First published: October 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...