શું RRRની OTT રિલીઝની તારીખ થઈ ગઈ છે નક્કી! અહીં જાણો
આરઆરઆર ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે?
રાજામૌલીની આરઆરઆર ફિલ્મ બે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં Netflix અને Zee5 શામેલ છે. ગ્લોબલ સ્તરે આ ફિલ્મ નેટફ્લિક્સ પર હિન્દી, અંગ્રેજી, કોરિયન, પોર્ટુગીઝ, ટર્કિશ અને સ્પેનિશમાં ઉપલબ્ધ થશે
RRR on OTT : રામ ચરણ (Ram Charan) અને જુનિયર એનટીઆર (Jr NTR) સ્ટારર એસએસ રાજામૌલી (SS Rajamouli)ની ફિલ્મ આરઆરઆર (RRR) થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પહેલા વર્ષ 2020માં રિલીઝ થવાની હતી જો કે કોરોનાને જોતા આ ફિલ્મની શૂટિંગમાં ડીલે થયો જેના કારણે ફિલ્મની રિલીઝને પોસ્ટપોન કરવામાં આવી અને હવે અંતે વર્ષ 2022માં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી.
ફિલ્મની શરૂઆતના રિએક્શન શાનદાર અને હકારાત્મક રહ્યાં હતા. ફિલ્મના પ્રતિસાદને જોતા એ વાત ચોક્કસથી કહી શકાય છે કે ફિલ્મ માટે આપણે લાંબા સમય સુધી જે રાહ જોઈ છે તે નિર્થક નથી. સોશિયલ મિડીયા પપ ફિલ્મને હાલ જે પ્રકારના પ્રતિસાદ મળી રહ્યાં છે તે જોતા હાલ લાગી રહ્યું છે કે ફિલ્મ આગામી તમામ જૂના રેકોર્ડ્સ તોડી શકે છે.
આ ફિલ્મ કેટલાક ચોક્કસ કારણોને લઈને સોશિયલ મીડિયા પર ડિબેટ માટેનો એક હોટ ટોપિક બની ગયો છે. આ ડિબેટ્સ અને ચર્ચાઓને જોતા નેટિઝન્સની પણ એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. હવે થિયેટર બાદ આરઆરઆર હવે તેની OTT રિલીઝ માટે પણ તૈયાર છે.
રાજામૌલીની આ ફિલ્મ બે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં Netflix અને Zee5 શામેલ છે. જણાવી દઈએ કે ZEE5 પર ફિલ્મના તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ વર્ઝન સ્ટ્રીમ કરવામાં આવશે, જ્યારે અન્ય પ્લેટફોર્મ પર તમામ ભાષામાં ફિલ્મ ઉપલબ્ધ બનશે.
ગ્લોબલ સ્તરે આ ફિલ્મ નેટફ્લિક્સ પર હિન્દી, અંગ્રેજી, કોરિયન, પોર્ટુગીઝ, ટર્કિશ અને સ્પેનિશમાં ઉપલબ્ધ થશે.
જો કે ફિલ્મની ડિજીટલ રીલીઝની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. જો કે, ડિસેમ્બર ઈવેન્ટમાં પ્રોડ્યુસર જયંતિલાલ ગડાએ જણાવ્યું હતું કે આ ફિલ્મ થિયેટ્રિકલ ડેબ્યૂના 75થી 90 દિવસ પછી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર RRR 20 એપ્રિલે મિડનાઈટ સુધી OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. જો કે આ બાબતે હજી કોઈ કન્ફોર્મેશન આપવામાં આવ્યુ નથી.
વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે ઝી નેટવર્કે રૂ. 300 કરોડમાં RRRના ડિજિટલ અને સેટેલાઇટ રીટ્સ ખરીદ્યા છે. જો કે પ્રોડ્યુસર્સ દ્વારા કિંમતો જાહેર કરવામાં આવી નથી.
RRR ની સ્ટોરી આઝાદી પહેલાના ભારતમાં સેટ છે અને તે પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુના જીવન પર આધારિત છે. સીતારામ રાજુની ભૂમિકા રામ ચરણ દ્વારા અને ભીમનું પાત્ર જુનિયર એનટીઆર દ્વારા ભજવવામાં આવ્યું છે. આલિયા ભટ્ટ ફિલ્મમાં મેઈન ફિમેલ લીડ છે અને રામ ચરણના પ્રેમિકાની ભૂમિકા ભજવી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર