Home /News /entertainment /પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સતીશ કૌશિકના મોતનું કારણ સામે આવ્યું, કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું મૃત્યુ...
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સતીશ કૌશિકના મોતનું કારણ સામે આવ્યું, કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું મૃત્યુ...
સતીશ કૌશિકના નીધનથી સમગ્ર સીનેમાં જગત અને સીનેમાં પ્રેમીઓ શોકમાં...
Satish Kaushik Postmortem Report: બોલિવૂડ એક્ટર સતીશ કૌશિકના મોત બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે, જ્યારે ફાર્મ હાઉસમાંથી વાંધાજનક દવાઓ મળી આવી છે. જોકે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સત્ય બહાર આવી ગયુુ છે.
Satish Kaushik Postmortem Report: બોલિવૂડ એક્ટર સતીશ કૌશિકનું 66 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. જોકે, આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે, જેમાં તપાસમાં સામે આવ્યું છે કે, અભિનેતા મૃત્યુના દિવસે જે પાર્ટીમાં હાજરી આપી હતી તે, ફોર્મ હાઉસમાંથી કેટલીક વાંધાજનક દવાઓ મળી આવી હતી. ત્યારથી બધા પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. હવે સતીશ કૌશિકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. અહેવાલ મુજબ, અભિનેતાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું.
સતીશ કૌશિકના મૃત્યુના મામલામાં દિલ્હી પોલીસને મળેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે. સતીશ કૌશિકનો હાઈપરટેન્શન અને સુગરનો મેડિકલ હિસ્ટ્રી મળી આવ્યો છે. અત્યાર સુધીની તપાસ મુજબ મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હોવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી. ચાર ડોક્ટરોની પેનલ દ્વારા કોમેડિયનનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, સતીશ કૌશિકના મૃત્યુના મામલામાં દિલ્હી પોલીસે ગુરુવારે કહ્યું હતું કે, તે CrPCની કલમ 174 હેઠળ નિયમિત રીતે મામલાની તપાસ કરશે અને પોલીસ મૃત્યુના દરેક એંગલથી તપાસ કરવાનો પ્રયાસ કરશે. પોલીસ વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તપાસનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, તેનું મૃત્યુ રહસ્યમય સંજોગોમાં ન થયું હોય.
સતીશ કૌશિક ભારતીય ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા અને દિગ્દર્શક હતા. તેઓ એક સફળ સ્ક્રિપ્ટ રાઈટર અને ડાયલોગ રાઈટર પણ હતા. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર કોમિક ટાઈમિંગથી ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું. અભિનેતાના નિધનથી ચાહકો ખૂબ જ દુઃખી છે અને તેમને મિસ કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર