Home /News /entertainment /The Night Manager Trailer: પહેલા નહીં જોયો હોય અનિલ કપૂરનો આવો હટકે અંદાજ, ટ્રેલર જોઈ ફેન્સની વધી આતુરતા
The Night Manager Trailer: પહેલા નહીં જોયો હોય અનિલ કપૂરનો આવો હટકે અંદાજ, ટ્રેલર જોઈ ફેન્સની વધી આતુરતા
આ સિરિઝ આ જ નામની બ્રિટિશ જાસૂસી સિરીઝની હિન્દી રિમેક હોવાનું સામે આવ્યું ત્યારથી ફેન્સ ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે.
આ ફિલ્મ આ જ નામની બ્રિટિશ જાસૂસી સિરીઝની હિન્દી રિમેક હોવાનું સામે આવ્યું ત્યારથી ફેન્સ ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે બે એકદમ આકર્ષક મોશન પોસ્ટર્સ રિલીઝ થયા બાદ લોકોમાં ઉત્સુકતા વધી હતી.
The Night Manager Trailer: અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સ્ટારર 'ધ નાઈટ મેનેજર'નું (The Night Manager Trailer) હિન્દી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સિરિઝ આ જ નામની બ્રિટિશ જાસૂસી સિરીઝની હિન્દી રિમેક હોવાનું સામે આવ્યું ત્યારથી ફેન્સ ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે બે એકદમ આકર્ષક મોશન પોસ્ટર્સ રિલીઝ થયા બાદ લોકોમાં ઉત્સુકતા વધી હતી.
ધ નાઈટ મેનેજરના નિર્માતાઓએ બ્રિટિશ સિરીઝનું ભારતીય વર્ઝન તૈયાર કર્યું છે. આદિત્ય રોય કપૂર અને અનિલ કપૂરને દર્શાવતું તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલું આ ટ્રેલર ખૂબ જ દિલચસ્પ છે. ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર રિલીઝ કરતા વેટર્ન એક્ટરે લખ્યું, "એક ખતરનાક હથિયારોનો વેપારી, એક નાઇટ મેનેજર, પ્રેમ અને વિશ્વાસઘાતની ખતરનાક રમત – ઈટ્સ શો ટાઈમ!"
ટ્રેલરમાં અનિલ કપૂર ખતરનાક અને હેન્ડસમ દેખાય છે, આ સાથે જ તે આદિત્ય રોય કપૂર સાથે સ્પાય ગેમ રમતો દેખાય છે. આદિત્ય સાથેનો આ તેનું બીજું કોલાબ્રેશન છે અને આ ખરેખર પ્રોમિસીંગ પણ લાગે છે. બંને સ્ક્રીન પર સારી રીતે જુગલબંધી જમાવે છે. ધ નાઈટ મેનેજરમાં શોભિતા ધુલીપાલા, તિલોતમા શોમ, સસ્વતા ચેટર્જી અને રવિ બહેલ પણ છે. જણાવી દઈએ કે આ ફિલ્મ ડિઝની+ હોટસ્ટાર પર 17 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
" isDesktop="true" id="1323729" >
મૂળ બ્રિટિશ ટીવી સિરીઝ ધ નાઈટ મેનેજર ટોમ હિડલસ્ટન અભિનિત હતો અને તે જ્હોન લે કેરેની જાસૂસી થ્રિલર પર આધારિત હતી. તેના રોલ વિશે વાત કરતાં આદિત્યએ કહ્યું, "જ્યારે મેં ઓરિજિનલ શો જોયો, ત્યારે મને આ પાત્ર જે સફરમાંથી પસાર થઈ રહ્યું છે તે વિશે મને આશ્ચર્ય થયું. તે એવી વ્યક્તિ છે જે પહેલા આ બાબતમાં સામેલ થવા માંગતો નથી, પરંતુ પછી પોતાની કિસ્મતના ટ્વિસ્ટ અને ટર્નને કારણે તે આમ કરવા માટે મજબૂરી અનુભવે છે. આ બાદ શોમાં તે પાત્રને તમામ મુશ્કેલીઓમાંથી પસાર થતો બતાવવામાં આવે છે."
શોનો ભાગ બનવા અંગેની એક્સાઈટમેન્ટ પણ એક્ટરે શેર કરી. તેણે કહ્યું "એક્ટર માટે એક એવું પાત્ર બનવું એ તેના સ્વપ્નનો ભાગ છે કે જેમાં ઘણા શેડ્સ હોય. અન્ય એક વસ્તુ જેણે મને આ પ્રોજેક્ટ તરફ આકર્ષ્યો તે શોનો ટોન હતો, તે જરૂરી નથી કે હિન્દી સિનેમામાં મને આ બાબત અત્યાર સુધી એક્સપ્લોર કરવાની તક મળી હોય." સંદીપ મોદી દ્વારા નિર્મિત અને નિર્દેશિત, આ શો સારી લોકપ્રિયતા મેળવશે તેવી અપેક્ષા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર