Home /News /entertainment /

શ્રીદેવીનું અસ્થિ વિસર્જન આજે રામેશ્વરમમાં કરાયું

શ્રીદેવીનું અસ્થિ વિસર્જન આજે રામેશ્વરમમાં કરાયું

    બોલિવૂડની દિવંગત સુપરસ્ટાર શ્રીદેવીની અસ્થિઓ વિસર્જિત કરવા માટે બોની કપૂર રામેશ્વરમ પહોંચી ગયા છે. અસ્થિઓને આજે રામેશ્વરના સમુદ્રમાં વિસર્જિત કરવામાં આવશે.

    જણાવી દઈએ કે શ્રીદેવીનું 24 ફેબ્રુઆરીના રોજ દુબઈની એક હોટલમાં નિધન થઈ ગયું હતું. જે પછી તેમનું પાર્થિવ શરીર 27 ફેબ્રુઆરીના રોજ મુંબઈ લાવવામાં આવ્યું હતું. તેમનો અંતિમ સંસ્કાર 28 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં કરવામાં આવ્યો હતો.

    દુબઈના અધિકારીઓ પ્રમાણે શ્રીદેવી હોટલના બાથટબમાં ડુબી ગઈ હતી જેના કારણે તેમની મૃત્યું થઈ ગઈ હતી.

    શ્રીદેવી કેમ લગ્ન પછી પણ રોકાઈ હતી દુબઈ
    શ્રીને પેઇન્ટિંગનો પણ ઘણો શોખ હતો. તેમણે સોનમ કપૂરની એક પેઇન્ટિંગ બનાવી હતી. જેની હરાજી દુબઇમાં થવાની હતી. એક રિપોર્ટ પ્રમાણે, મોહિત મારવાહનાં લગ્ન અટેન્ડ કર્યા બાદ શ્રીદેવી આ પેઇન્ટીગની હરાજી માટે દુબઇ રોકાઇ હતી. પણ 24 ફેબ્રુઆરીની રાત્રે જ તેમનું નિધન થઇ ગયું.

    સોશિયલ કોઝ માટે હરાજી થવાની હતી આ પેઇન્ટિંગની
    એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2010માં એક ઇન્ટરનેશનલ આર્ટ હાઉસે શ્રીદેવીને તેમની પેઇન્ટિંગ્સ માટે અપ્રોચ કર્યો હતો. પણ તેમણે ઇન્કાર કર્યા હતાં. દુબઇમાં આયોજાનારો આ ઓક્શન સોશ્યલ કોઝ માટે રાખવામાં આવવાનો હતો. આ જ કારણ છે કે શ્રીદેવીએ તેમાં રસ દાખવ્યો હતો. દુબઇમાં સોનમ કપૂરની વધતી ફેન ફોલોઇંગને જોતા આ પેઇન્ટિગ્સ પર સારી એવી રકમ મળશે તેવી આશા હતી. સોનમ કપૂરની સાથે જ શ્રીદેવીએ એક માઇકલ જેક્સનની પણ એક પેઇન્ટિંગ બનાવી હતી. જેને તે સોનમની પેઇન્ટિંગ સાથે જ હરાજીમાં મુકવાની હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Sridevi, Sridevi Boney kapoor

    આગામી સમાચાર