Home /News /entertainment /Maharatra થી રૂવાંડા ઉભો થઈ જાય તેવો VIDEO : એક સાધુ ટ્રેનની નીચે આવી ગયા, જીવતા બહાર નીકળ્યા
Maharatra થી રૂવાંડા ઉભો થઈ જાય તેવો VIDEO : એક સાધુ ટ્રેનની નીચે આવી ગયા, જીવતા બહાર નીકળ્યા
મનમાડ રેલવે સ્ટેશન પર સાધુ ટ્રેનની નીચે આવી ગયા
મહારાષ્ટ્ર (Maharastra) ના મનમાડ રેલવે સ્ટોશન (Manmad Railway Station) પર જીવ અદ્ધરતાલ થઈ જાય તેવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાધુ (Sadhu) ટ્રેન (Train) ના પાટા વચ્ચે સુઈ ગયેલા છે, અને તેમની પરથી ટ્રેન પસાર થઈ રહી છે. આ ઘટના શુક્રવારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેનો વીડયો (Train Accident Video) ખુબ વાયરલ થઈ રહ્યો
Manmad : શું તમે વિચારી શકો છો કે કોઈ ચાલતી ટ્રેનની નીચે આવે અને બચી જાય. આવી જ ચોંકાવનારી એક ઘટના મહારાષ્ટ્ર (Maharastra) ના મનમાડ રેલવે સ્ટોશન (Manmad Railway Station) થી સામે આવી છે. જેમાં એક સાધુ (Sadhu) ચાલુ ટ્રેન (Train) ની નીચે બે પાટાની વચ્ચે આવી ગયો હતો, પરંતુ કહેવત છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. સાધુના ઉપર થઈ ટ્રેન (Train Accident Video) ના સાત-આઠ ડબ્બા પસાર થઈ ગયા પરંતુ સાધુ સહી સલામત બહાર આવી ગયા. મહત્વની વાત એ છે કે, આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના મનમાડ રેલવે સ્ટોશન પર જીવ અદ્ધરતાલ થઈ જાય તેવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સાધુ ટ્રેનના પાટા વચ્ચે સુઈ ગયેલા છે, અને તેમની પરથી ટ્રેન પસાર થઈ રહી છે. આ ઘટના શુક્રવારની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જેનો વીડયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, સાધુ ટ્રેનના પાટાની વચ્ચે છે, અને તેમની પરથી ટ્રેનના ડબ્બા પસાર થઈ રહ્યા છે. સ્ટોશન પર ઉભેલા અન્ય યાત્રીઓ તેમને બુમો પાડી સલાહ આપે છે કે, માથુ નીચે જ રાખજો, અને ઉભા થવાની કોશિસ ન કરતા. થોડા સમયમાં ટ્રેન પસાર થઈ જાય છે, અને સાધુ પાટા વચ્ચેથી સહી સલામત બહાર આવે છે.
શ્વાસ અદ્ધર કરી દે તેવો Video : મહારાષ્ટ્રના મનમાડ રેલવે સ્ટેશન પર સાધુ ટ્રેનની નીચે આવી ગયા, જીવતા નીકળ્યા pic.twitter.com/c5ZxtCa19e
બતાવવામાં આવી રહ્યું છે કે, સાધુ પ્લેટફોર્મ પર પાટા ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રેન નજીક આવી ગઈ, જેથી ગભરાયેલા સાધુ તરત જ ટ્રેનના પાટા વચ્ચે જીવ બચાવવા લાંબા થઈ જાય છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈ યાત્રીએ તેના મોબાઈલમાં કેદ કરી લીધો. ટ્રેન પસાર થઈ ગયા બાદ લોકએ તેમને ઉભા કરી સહીસલામત સ્થળે ખસેડી દીધા હતા.
ઉલ્લખનીય છે કે, રેલવે પ્લેટફોર્મ પર અકસ્માતની અનેક વખત ઘટનાઓ સામે આવી ચુકી છે. કોઈ પાટા ક્રોસ કરતા, તો કોઈ ચાલુ ટ્રેને ચઢવા-ુતરવાના કારણે અકસ્માતનો ભોગ બને છે. વારંવાર આવી ગટનાના વીડિયો સામે આવતા હોવા છતા, કેટલાક મુસાફરો પોતાનો જીવ જોખમમાં મુકી દીશા-નિર્દેશોનું પાલન નથી કરતા, અને અકસ્માતનો ભોગ બનતા હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર