Home /News /entertainment /

કોની સલાહથી અનુષ્કાએ એક દિવસ પહેલા કરી લીધા લગ્ન?

કોની સલાહથી અનુષ્કાએ એક દિવસ પહેલા કરી લીધા લગ્ન?

કેમ અનુષ્કાએ 1 દિવસ પહેલા કર્યા લગ્ન?

કેમ અનુષ્કાએ 1 દિવસ પહેલા કર્યા લગ્ન?

અનુષ્કા અને વિરાટની લવ સ્ટોરી કોઈનાથી પણ છુપાયેલી નથી. અનુષ્કાએ વિરાટને કહ્યું હતું કે જ્યારે પણ આપણે લગ્ન કરીશું ત્યારે આપણે બધાને જણાવીશું.

પરંતુ વિરાટ-અનુષ્કાના લગ્નમાં 50-60 મહેમાનો પહોંચ્યા હોવાની ચર્ચા છે. બંનેએ પુરી કોશિશ કરી તેના લગ્ન પુરી રીતે સીક્રેટ રહે. અને થયું પણ એવું જ. જ્યાં લોકોની નજર 12 ડિસેમ્બર પર હતી. ત્યારે બંનેએ 11 ડિસેમ્બરે જ લગ્ન કરી લીધા.

જો કે આ લગ્નથી તેના ફેંસ તો ઘણા ખુશ છે. પરંતુ આશ્ચર્ય પણ છે. ત્યારે સવાલ પણ થાય કે કોના કહેવાથી આ બધુ થયું?

તો જવાબ છે આદિત્ય ચોપડા. કારણ કે અનુષ્કા શર્મા આદિત્ય ચોપડાને પોતાના મેંટર માને છે. જેથી પોતાની જીંદગીનો મહત્વનો નિર્ણય લેવાનો સમય આવ્યો ત્યારે પણ તેને આદિત્યની સલાહ લેવાનું વધારે સારૂ લાગ્યું.

કહેવાય છે કે અંગત જીવનમાં પણ અનુષ્કા અને આદિત્ય ઘણા નજીક છે. માત્ર ફિલ્મો માટે જ નહીં પરંતુ પોતાના અંગત જીવનના નિર્ણય લેવા માટે પણ આદિત્યની સલાહ લે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અનુષ્કાએ આદિત્ય સાથે પોતાના લગ્નને લઈને વાત કરી. જેથી આદિત્યએ જ બંનેને આ લગ્ન સીક્રેટ રાખવાની સલાહ આપી. આખરે તેમને પણ રાની મુખર્જી સાથે ઇટલીમાં જ નજીકના મિત્રો અને સંબંધી સાથે જ સીક્રેટ વેડિંગ રાખ્યું હતું.

મહત્વનું છે કે 21 એપ્રીલ 2014માં રાની મુખર્જી અને આદિત્ય ચોપડાએ ઇટલીમાં સીક્રેટલી ચર્ચ વેડિંગ કર્યા હતા. રાની મુખર્જીને ખુશ કરવા માટે તેને ખાસ ભારતથી પંડિતને ઇટલી બોલાવ્યા હતા. અને ભારતીય રીતી-રિવાજ મુજબ લગ્ન કર્યા હતાં. બસ આ જ કારણે અનુષ્કાએ ઇટલીને વેડિંગ ડેસ્ટિનેશન નક્કી કર્યું. અને 12 ડિસેમ્બરના બદલે 11 ડિસેમ્બરે લગ્ન કરી લીધા.
First published:

Tags: Anushka Sharma, વિરાટ કોહલી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन