બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ ટેલેન્ટની સાચી કદર કરે છે. કલાકારો હંમેશા નવી કળા અને યુવાનોને પ્રોત્સાહિત કરતા રહે છે અને જરૂર પડે ત્યારે મદદ પણ કરે છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ગાયક અમરજીત જયકરના વખાણ કર્યા છે, અને તેને તેમની ફિલ્મમાં ગાવાની તક પણ આપી છે.
મુંબઈઃ આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે. આ યુગમાં દરેક ઘરમાંથી ટેલેન્ટ બહાર આવી રહ્યાં છે. સ્ટેશન પર બેઠેલી રાનુ મંડલના ગીત વાયરલ થાય છે અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે, અને લોકો તેની સરખામણી લતા મંગેશકર સાથે કરવા લાગે છે. કોઈ નાનું બાળક જાનુ મેરી જાનેમન ગીત ગાય છે અને આ ગીત આખા દેશના હોઠ પર આવી જાય છે.
સોશિયલ મીડિયાના યુગમાં કંઈ પણ શક્ય છે. જોકે, હાલ બિહારના એક છોકરાનો અવાજ દેશભરમાં ગુંજી રહ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ બિહારના યુવક અમરજીત જયકરની. જેના ગીતોના વીડિયો હાલમાં ચર્ચામાં છે. જેને બોલિવૂડ એક્ટર સોનુ સૂદે અમરજીતની મદદ કરી છે. જેના માટે આ બિહારી સિંગરે તેમનો આભાર પણ માન્યો છે.
અમરજીત જયકરે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને આ સારા સમાચાર શેર કર્યા છે. તેણે ટ્વિટર પર એક ક્લિપ શેર કરી જેમાં તેણે કહ્યું છે કે, હું આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. મેં સોનુ સર સાથે વાત કરી. તેમણે કહ્યું છે કે, તેણે મને તેમની આગામી ફિલ્મ આ રાહી હૈ ફતેહમાં ગાવાની તક આપી છે. તેથી હું 27 અને 28 તારીખે મુંબઈમાં હોઈશ. હું ખૂબ જ ખુશ છું કે, સર (Sonu Sood)એ મને આ માટે સક્ષમ માન્યો. તમે લોકો તમારો પ્રેમ અને આશીર્વાદ આપતા રહેજો.
આ પહેલા પણ સોનુ સૂદે અમરજીતનો એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે, એક બિહારી સો પર ભારી છે. અમરજીતે પણ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. માત્ર સોનુ સૂદ જ નહીં પરંતુ દેશના સૌથી મોટા ગાયકોમાંના એક સોનુ નિગમે પણ તેના ગીતના વખાણ કર્યા હતા. અમરજીતનો વીડિયો શેર કરતા તેણે કહ્યું હતું કે, મુંબઈમાં હજારો લોકો મળશે જે ઓટોટ્યુનનો ઉપયોગ કરીને ગાશે. પણ જે પોતાના ખરા અવાજથી મનને મોહી લે તે જ સાચો ગાયક છે. ભાઈનું નામ અમરજીત જયકર છે અને તે બિહારનો રહેવાસી છે. આવી પ્રતિભાનું સન્માન કરવું જોઈએ.
પહેલા તે આ ગીતથી લોકપ્રિય બન્યો હતો
તમને જણાવી દઈએ કે, અમરજીતનું નામ સૌથી પહેલા સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું ત્યારે તેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ફિલ્મ મસ્તીનું ગીત રૂખ જિંદગી મેં મોડ લિયા કૈસા ગાતો જોવા મળ્યો હતો. તેના નેચરલ અવાજ અને તેના વીડિયો લોકોએ પસંદ કર્યો અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, અમરજીતે 90ના દાયકામાં ગાયેલા કુમાર સાનુ અને ઉદિત નારાયણના ગીતો ગાયા છે અને પોતાના સુંદર અવાજથી ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર