Home /News /entertainment /The London Files teaser: અર્જુન રામપાલ સ્ટારર એક રસપ્રદ ઇન્વેસ્ટિગેટિવ ક્રાઈમ થ્રિલર ફિલ્મ
The London Files teaser: અર્જુન રામપાલ સ્ટારર એક રસપ્રદ ઇન્વેસ્ટિગેટિવ ક્રાઈમ થ્રિલર ફિલ્મ
અર્જુન રામપાલ સ્ટારર ધ લંડન ફાઈલ્સ ફિલ્મનું ટીજર રિલીઝ
The London Files teaser : અર્જુન રામપાલ (Arjun Rampal) અને પુરબ કોહલી (purab kohli) સ્ટારર ધલંડન ફાઈલ્સ (The London Files) ફિલ્મનું ટીજર લોન્ચ થઈ ગયું છે, કહેવાય છે કે આ એક રસપ્રદ ઈન્વેસ્ટિગેટિવ થ્રિલર ફિલમ છે. ટીજરમાં જોઈ શકાય છે કે, અર્જુન રામપાલનો લૂક જબરદસ્ત લાગી રહ્યો છે.
The London Files teaser : અર્જુન રામપાલ (Arjun Rampal) અને પૂરબ કોહલી (Purab Kohli) સ્ટારર ધ લંડન ફાઇલ્સનું ટીઝર રિલીઝ (the london files teaser Release) થઇ ચૂંક્યુ છે. વૂટ (Voot) પર રિલીઝ થતા જ તેમાં એજ-ઓફ-ધ-સીટ અને રસપ્રદ ક્રાઇમ થ્રિલર (Crime Thriller)ની ઝલક જોવા મળી રહી છે. આ ટીઝરમાં કેસની એક ઝલક શેર કરવામાં આવી છે, જેમાં અર્જુન રામપાલ જાસૂસ ઓમ સિંહની ભૂમિકા નિભાવતા જોવા મળી રહ્યો છે. અર્જુન એક ગુમ થયેલી વ્યક્તિના કેસની તપાસ કરી રહ્યો છે.જે પૂરબ કોહલી (purab kohli) દ્વારા ભજવવામાં આવેલા પાત્ર શ્રી રોયની પુત્રી હોય છે. જેમ જેમ તે રહસ્યને ઉકેલવાનો પ્રયાસ કરે છે, તેમ તેમ દર્શકો પણ આશ્ચર્યમાં મુકાઇ જશે. આ કેસમાંઓમને પોતાના જ ભૂતકાળનો સામનો કરવો પડશે.
ટીઝરના કેપ્શનમાં લખ્યું હતું કે, "લંડનના રહસ્યો, જુઠ્ઠાણા અને મીડિયા મોગલની ગુમ થયેલી પુત્રીની કહાની જુઓ! શું ડિટેક્ટીવ ઓમ સિંહ ખૂબ મોડું થાય તે પહેલાં સત્યને ઉજાગર કરી શકશે? લંડન ફાઇલ્સ ટૂંક સમયમાં આવી રહી છે. #VootSelect"
આ સીરીઝના વિશે લખવામાં આવ્યું છે કે, "લંડન ફાઇલ્સ હત્યાકાંડના જાસૂસ ઓમ સિંઘની કાહની છે, આ પાત્ર અર્જુન રામપાલ દ્વારા ભજવવામાં આવ્યું છે. ઓમ લંડનના શહેરમાં ગુમ થયેલી વ્યક્તિનો કેસ ઉકેલવાની જવાબદારી હાથમાં લે છે. પોતાના જ અંગત શત્રુઓ સાથે લડીને ઓમ મીડિયા મોગલ અમર રોયની ખોવાયેલી પુત્રીને શોધવાનો કેસ સંભાળે છે. સિરીઝમાં અમરનું પાત્ર પુરબ કોહલી દ્વારા ભજવવામં આવ્યું છે. જેમ જેમ ઓમ કેસની તપાસ કરવાનું શરૂ કરે છે, તેમ તેમ એક ઘેરું રહસ્ય પ્રકાશમાં આવે છે. જે દફનાવવામાં આવેલા રહસ્યો અને ઓમના દબાયેલા ભૂતકાળને ઉજાગર કરે છે."
ઉલ્લેખનિય છે કે, અર્જુન રામપાલ છેલ્લે નેઇલપોલિશમાં જોવા મળ્યો હતો, જ્યારે પૂરબ કોહલીએ આઉટ ઓફ લવની બીજી સીઝનમાં રસિકા દુગ્ગલ સાથે સ્ક્રીન શેર કરી હતી. લંડન ફાઇલ્સમાં સપના પબ્બી, મેધા રાણા, ગોપાલ દત્ત, સાગર આર્ય, અને ઇવા જેન વિલિસ પણ મુખ્ય ભૂમિકામાં છે. સચિન પાઠક દિગ્દર્શિત અને જાર પિક્ચર્સ દ્વારા નિર્મિત આ છ એપિસોડની આ સિરીઝ પ્રીમિયર 21મી એપ્રિલે માત્ર વૂટ સિલેક્ટ પર જ થવાનું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર