Home /News /entertainment /The Kahmir Files : IFFI જૂરી હેડના નિવેદન પર વિવાદ, વિવેક અગ્નિહોત્રીએ આ ત્રણ જ શબ્દોમાં કરી દીધી બોલતી બંધ
The Kahmir Files : IFFI જૂરી હેડના નિવેદન પર વિવાદ, વિવેક અગ્નિહોત્રીએ આ ત્રણ જ શબ્દોમાં કરી દીધી બોલતી બંધ
ફાઇલ ફોટો
IFFI જ્યુરીના વડા નદાવ લેપિડે ધ કાશ્મીર ફાઇલ્સને વલ્ગર અને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી હતી. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, આ ફિલ્મ ડિસ્ટર્બિંગ છે. તેમના આ નિવેદન બાદ અભિનેતા અનુપમ ખેર અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે સખત વિરોધ વ્યક્ત કર્યો છે.
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmiri Files) વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે ફિલ્મ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) જેવા મોટા પ્લેટફોર્મ પર ટીકાનો સામનો કરી રહી છે.
IFFI જ્યુરીના વડા નદાવ લેપિડે ધ કાશ્મીર ફાઇલ્સને વલ્ગર અને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી હતી. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, આ ફિલ્મ ડિસ્ટર્બિંગ છે. તેમના આ નિવેદન બાદ અભિનેતા અનુપમ ખેર અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે સખત વિરોધ વ્યક્ત કર્યો છે.
વિવેક અગ્નિહોત્રીની વિવાદાસ્પદ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmiri Files) ને લઈને ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. વીતેલા દિવસે ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે આ ફિલ્મ પર વાંધાજનક નિવેદન આપ્યું હતું અને તેને અશ્લીલ ફિલ્મ ગણાવી હતી. હવે સોશિયલ મીડિયા પર આ નિવેદનના કારણે મોટો હોબાળો મચી ગયો છે. આ નિવેદન સામે ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે, ત્યારે સ્વરા ભાસ્કરે પણ તેનું સમર્થન કર્યું છે.
ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ #CreativeConsciousness ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, શુભ સવાર, સત્ય સૌથી ખતરનાક વસ્તુ છે. તે લોકોને જુઠ્ઠા બનાવી શકે છે.
અહીં નોંધનીય છે કે, વિવેક અગ્નિહોત્રીએ ટ્વિટમાં વધુ લખ્યું નથી, પરંતુ તેમની ટ્વિટ સાથે તેમણે IFFIના જ્યુરી હેડ નાદવ લેપિડના નિવેદન પર કટાક્ષ કર્યો છે.
અનુપમ ખેર પણ નદાવ લેપિડનું નિવેદન સાંભળીને ખૂબ દુઃખી છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, અમે જ્યુરી હેડ અને ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડને યોગ્ય જવાબ આપીશું. જો પ્રલય યોગ્ય છે તો કાશ્મીરી પંડિતોની હિજરત પણ યોગ્ય છે.
આટલું જ નહીં, અનુપમ ખેરે આગળ કહ્યું, ટૂલકીટ ગેંગ સક્રિય થયા પછી તરત જ આ બન્યું, એવું લાગે છે કે આ બધું પૂર્વ આયોજિત હતું. આ પ્રકારનું નિવેદન આપવું તેના માટે શરમજનક છે. યહૂદી સમુદાયમાંથી આવતા તેમણે આ પ્રકારનું નિવેદન કરીને ઘણા વર્ષો પહેલા આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને પણ દુઃખ પહોંચાડ્યું છે. ભગવાન તેમને બુદ્ધિ આપે. જેથી તે હજારો અને લાખો લોકોની દુર્ઘટનાનો ઉપયોગ તેના એજન્ડાને પૂર્ણ કરવા માટે ન કરે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર