Home /News /entertainment /'ધ કાશ્મીર ફાઇલ્સ' ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કર્યો ખુલાસો - 'કપિલ શર્માએ ફિલ્મના પ્રમોશનનો કર્યો ઇનકાર', શું આપ્યું કારણ?
'ધ કાશ્મીર ફાઇલ્સ' ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કર્યો ખુલાસો - 'કપિલ શર્માએ ફિલ્મના પ્રમોશનનો કર્યો ઇનકાર', શું આપ્યું કારણ?
ધ કાશ્મિર ફાઈલ ફિલ્મનું પ્રમોશન કરવાનુ ના પાડી કપિલ શર્મા વિવાદમાં ફાસાયો
The Kashmir Files : 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) એ લખ્યું, 'કપિલ શર્મા (Kapil Sharma) એ અમને તેમના શોમાં આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો કારણ કે અમારી ફિલ્મમાં કોઈ મોટો કોમર્શિયલ સ્ટાર નથી
The Kashmir Files : ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files Film) ટૂંક સમયમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આવી સ્થિતિમાં, મેકર્સ હવે 'ધ કપિલ શર્મા શો' (The Kapil Sharma Show) માં તેમની ફિલ્મનું પ્રમોશન કરવા માંગતા હતા. પરંતુ જે થયું તે એકદમ ચોંકાવનારું હતું. 'ધ કપિલ શર્મા શો'માં દર અઠવાડિયે મોટા સ્ટાર્સ ફિલ્મના પ્રમોશન માટે પહોંચે છે. જોકે, કપિલ શર્મા (Kapil Sharma) એ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું પ્રમોશન કરવાની ના પાડીને કહ્યું હતું કે, ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર નથી.
વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે, તેઓ પોતે તેમના ફેન છે પરંતુ બોલિવૂડમાં નોન-સ્ટાર ડિરેક્ટર, લેખક અને સારા કલાકારોનો સવાલ જ નથી. વાસ્તવમાં, ટ્વિટર પર એક યુઝરે તેને ટેગ કરીને 'ધ કપિલ શર્મા શો'માં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને પ્રમોટ કરવાની સલાહ આપી હતી. તેણે આના પર ટ્વીટ કર્યું અને લખ્યું, 'હું નિર્ણય નથી કરી શકતો કે ધ કપિલ શર્મા શોમાં કોને બોલાવવા જોઈએ. તે સંપૂર્ણપણે કપિલ શર્મા અને તેના નિર્માતાઓ પર નિર્ભર છે. બોલિવૂડ વિશે વાત કરતાં, શ્રી બચ્ચને એકવાર ગાંધી પરિવાર માટે કહ્યું હતું - તે રાજા છે, હમ રંક'.
અન્ય એક ટ્વિટમાં વિવેક અગ્નિહોત્રીએ લખ્યું, 'તેમણે અમને તેમના શોમાં આમંત્રણ આપવાનો ઇનકાર કર્યો કારણ કે અમારી ફિલ્મમાં કોઈ મોટો કોમર્શિયલ સ્ટાર નથી. બોલિવૂડમાં નોન-સ્ટાર દિગ્દર્શકો, લેખકો કે સારા કલાકારોનો પ્રશ્ન જ નથી. વિવેક અગ્નિહોત્રીના આ ટ્વીટ પર ફેન્સ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. ઘણા લોકો કપિલ શર્માને ટ્રોલ પણ કરી રહ્યા છે. જોકે, કપિલ શર્માએ હાલ આ મામલે મૌન સેવી લીધું છે.
'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે વાત કરીએ તો, ફિલ્મની વાર્તા 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની હિજરત અને હત્યા સાથે જોડાયેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, દર્શન કુમાર, ભાષા સુમ્બલી, ચિન્મય માંડલેકર, પુનીત ઈસ્સાર, મૃણાલ કુલકર્ણી, અતુલ શ્રીવાસ્તવ અને પૃથ્વીરાજ સરનાઈક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર