Home /News /entertainment /ઓસ્કાર 2023માં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની એન્ટ્રી, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- ભારતીય સિનેમા માટે ગર્વની વાત
ઓસ્કાર 2023માં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની એન્ટ્રી, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું- ભારતીય સિનેમા માટે ગર્વની વાત
ઓસ્કાર 2023માં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની એન્ટ્રી
વિવેક અગ્નિહોત્રીએ આ ખાસ ખુશખબર ચાહકો સાથે શેર કરી છે. ભારતીય સિનેમા માટે ગર્વની વાત છે કે આ ફિલ્મને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે. વિવેકે ટ્વીટ કરીને લખ્યું - 2023 ઓસ્કાર માટે જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં કાશ્મીર ફાઇલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુંબઈ. કાશ્મીરી પંડિતોની વેદના દર્શાવતી વર્ષ 2022ની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને એક મોટી ઉપલબ્ધિ મળી છે. આ ફિલ્મને ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે ચર્ચામાં હતી. ફિલ્મનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓછા બજેટની આ ફિલ્મે જબરદસ્ત કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આ ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ આ ખાસ ખુશખબર ચાહકો સાથે શેર કરી છે. ભારતીય સિનેમા માટે ગર્વની વાત છે કે આ ફિલ્મને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે. વિવેકે ટ્વીટ કરીને લખ્યું - 2023 ઓસ્કાર માટે જાહેર કરવામાં આવેલી પ્રથમ યાદીમાં કાશ્મીર ફાઇલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત તરફથી મોકલવામાં આવેલી પાંચ ફિલ્મોમાંથી આ એક છે. મારા તરફથી દરેકને શુભકામનાઓ. ભારતીય સિનેમા માટે અદ્ભુત વર્ષ.
BIG ANNOUNCEMENT: #TheKashmirFiles has been shortlisted for #Oscars2023 in the first list of @TheAcademy. It’s one of the 5 films from India. I wish all of them very best. A great year for Indian cinema. 🙏🙏🙏
તમને જણાવી દઈએ કે કાશ્મીર ફાઈલ્સમાં તમામ કલાકારોએ શાનદાર અભિનય કર્યો હતો. આનું પરિણામ તેમને મળી રહ્યું છે. અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી અને દર્શન કુમારને ફિલ્મમાં શ્રેષ્ઠ અભિનયની શ્રેણી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ફિલ્મના ચાર કલાકારોને એકસાથે શોર્ટલિસ્ટ કરવાથી ખબર પડે છે કે તેઓ ફિલ્મમાં કેટલા પ્રભાવશાળી હતા. આ સારા સમાચાર શેર કરતા વિવેકે લખ્યું - આ તો માત્ર શરૂઆત છે. હજુ ઘણી લાંબી સફર કાપવાની છે. આ તમામ કલાકારોને મારા બ્લેસિંગ્સ.
આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ લીક થઈ ગઈ હતી, ત્યારબાદ વિવેકે બધાને તેને થિયેટરોમાં જોવાની વિનંતી કરી હતી. એ દ્રશ્યોને હજુ બહુ સમય નથી થયો જ્યારે લોકો ફિલ્મ જોઈને ભાવુક થઈ ગયા હતા અને રડતા રડતા સિનેમા હોલમાંથી બહાર નીકળી રહ્યા હતા. ફિલ્મે પ્રથમ પડાવ પાર કરી લીધો હતો. હવે તમામ દેશવાસીઓ ઓસ્કારની અંતિમ નોમિનેશન લિસ્ટની રાહ જોઈ રહ્યા છે. ફાઈનલ નોમિનેશનનું લિસ્ટ 23મીએ આવશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર