Home /News /entertainment /

'ધ કાશ્મિર ફાઈલ્સ' ફિલ્મને ગુજરાત સહિત કયા-કયા રાજ્યમાં ટેક્સ ફ્રી કરાઈ? જુઓ - The Kashmir Files નું Box Office Collection

'ધ કાશ્મિર ફાઈલ્સ' ફિલ્મને ગુજરાત સહિત કયા-કયા રાજ્યમાં ટેક્સ ફ્રી કરાઈ? જુઓ - The Kashmir Files નું Box Office Collection

ધ કાશ્મિર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરાઈ

The Kashmir Files : ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. હરિયાણા અને ગુજરાતની સાથે હવે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને પણ મધ્યપ્રદેશ સરકારે ટેક્સ ફ્રી (The Kashmir Files movie tax free in Gujarat) કરી દીધી છે

    ધ કાશ્મિર ફાઈલ્સ (The Kashmir Files) ફિલ્મને હરિયાણા બાદ હવે ગુજરાત સરકારે પણ ટેક્સ ફ્રી (The Kashmir Files movie tax free in Gujarat) કરવાનો નિર્ણય લીધો છે. વિવેક અગ્નિહોત્રી ( નિર્દેશિત અને અનુપમ ખેર (Anupam Kher) તથા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) સ્ટાર આ ફિલ્મ હાલમાં બોક્સ ઓફિસ પર જબરદસ્ત કલેક્શન (The Kashmir Files Box Office Collection) કરી રહી છે. આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ કાશ્મિરી પડંતિનો હિજરત અને તેમની પર થયેલા અત્યાચારને ઉજાગર કરે છે. લોકો ફિલ્મ જોઈને ભાવુક થઈ રહ્યા છે. ગુજરાત સરકાર પહેલા હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    ગુજરાત સરકારે ફિલ્મને ટેક્સ ફ્રી કરી

    ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ગુજરાતમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ માહિતી મળી છે. હરિયાણા સરકારે આ ફિલ્મને છ મહિના માટે ટેક્સ ફ્રી કરી દીધી છે.



    'ધ કાશ્મીર ફાઇલ્સ-' મધ્યપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી બની છે

    ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી માટે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. હરિયાણા અને ગુજરાતની સાથે હવે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને પણ મધ્યપ્રદેશ સરકારે ટેક્સ ફ્રી કરી દીધી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, આ જાણકારી ખુદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી છે.

    ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારો છે

    કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી છે. આ સિવાય આ ફિલ્મમાં પલ્લવી જોશી, દર્શન કુમાર, ચિન્મય માંડલેકર, પુનીત ઈસાર, ભાષા સુમ્બલી જેવા કલાકારો પણ છે. ધ કાશ્મીર ફાઇલ્સમાં અનુપમ ખેરના અભિનયની બધા દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

    કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાની છે 'ધ કાશ્મીર ફાઇલ્સ'

    બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધી કાશ્મીરને લઈને ઘણી ફિલ્મો બની છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે કોઈ ડિરેક્ટરે કાશ્મીરનો સૌથી સંવેદનશીલ મુદ્દો ઉઠાવ્યો હોય. જે દર્દ વર્ષોથી કાશ્મીરી પંડિતોની છાતીમાં શૂલની જેમ ધબકતું હતું તે હવે આ ફિલ્મ દ્વારા સામે આવ્યું છે. ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં કાશ્મીરી પંડિતો પર થતા અત્યાચાર અને તેમના બેઘર થવાની કહાની બતાવવામાં આવી છે. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતોને પોતાનું ઘર છોડીને ભાગી જવા મજબૂર કર્યા હતા.

    બોક્સ ઓફિસ પર બે દિવસમાં કેટીલ કમાણી કરી

    ફિલ્મની પબ્લિસિટી વર્ડ ઓફ માઉથ દ્વારા સૌથી વધુ મળી રહી છે. ફિલ્મએ પહેલા દિવસે 1.5 થી 2 કરોડનો બિઝનેસ કરશે તેવો અંદાજ હતો પરંતુ ફિલ્મે પહેલા દિવસે 3.5 કરોડની કમાણી કરી હતી. તો, બીજા દિવસે ફિલ્મની કમાણી (The Kashmir Files Box Office Collection Day 2) માં 139 ટકાનો ઉછાળો જોવા મળ્યો, જે પોતાનામાં એક રેકોર્ડ છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું કે, ફિલ્મે શનિવારે 8.5 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 12.05 કરોડનો બિઝનેસ કર્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Gujarat goverment, Mithun chakrabrorty, અનુપમ ખેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन