Home /News /entertainment /'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ખરીદ્યું આલીશાન ઘર, કરોડોમાં છે કિંમત

'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ખરીદ્યું આલીશાન ઘર, કરોડોમાં છે કિંમત

વિવેક અગ્નિહોત્રીએ ખરીદ્યું આલીશાન ઘર

Vivek Agnihotri Bought House : 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા બાદ વિવેક અગ્નિહોત્રીએ મુંબઈના વર્સોવામાં એક નવો એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. તેણે અભિનેત્રી પત્ની પલ્લવી જોશી સાથે મળીને આ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેની કિંમત કરોડોમાં છે.

    ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના પ્રોડ્યુસર ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી ખુબ ખુશ છે. હજુ સુધી ફિલ્મની સક્સેસને એન્જોય કરી રહ્યા છે અને આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયા છે. આ વચ્ચે વિવેક અગ્નિહોત્રી અને તેમની પત્ની પલ્લવી જોશીએ મુંબઈના અંધેરી વર્સોવા વિસ્તારમાં એક પ્રીમિયમ રિસિડેન્સિયલ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જેની કિંમત 17.92 કરોડ રૂપિયા છે. એક રિપોર્ટ્સ મુજબ, વિવેકે એક્સ્ટસી રિયાલિટી પ્રોજેક્ટના ડેવલપર પાસે આ સંપત્તિ ખરીદી.

    રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે એપાર્ટમેન્ટ બિલ્ડિંગના 30મા માળે છે અને તે 3,258 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં 3 કાર પાર્કિંગ સ્લોટ છે. વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીએ મિલકતની નોંધણી માટે 1.07 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. Indextap.comએ આ વિશે માહિતી આપી છે.



    આ પણ વાંચો: કોમેડિયન મુનવ્વર ફારુખીએ છોડ્યું સોશિયલ મીડિયા

    પ્રતિ વર્ગ આટલા હજાર રૂપિયા


    એપાર્ટમેન્ટની પ્રતિ સ્કવેર ફૂટ કિંમત 55 હજાર રૂપિયાથી થોડી વધુ છે. વિવેક અને પલ્લવીએ 27મી સપ્ટેમ્બરે આ પ્રોપર્ટી પોતાના નામે નોંધાવી છે. તમને જણાવી દઈએ કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. 15-20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં 340 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું હતું.
    Published by:Damini Damini
    First published:

    Tags: House, The kashmir files

    विज्ञापन
    विज्ञापन