The Kashmir Files એ BO પર 47 વર્ષે નવો ઈતિહાસ રચ્યો, 'જય સંતોષી મા' ફિલ્મ જેવું પુનરાવર્તન થયુ
The Kashmir Files એ BO પર 47 વર્ષે નવો ઈતિહાસ રચ્યો, 'જય સંતોષી મા' ફિલ્મ જેવું પુનરાવર્તન થયુ
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મએ જય સંતોષી મા ફિલ્મની જેમ નવો ઈતિહાસ રચ્યો
The Kashmir Files Box Office Collwection : 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ને બીજા અઠવાડિયામાં પણ દર્શકો તરફથી એટલો પ્રેમ મળી રહ્યો છે, બીજા અઠવાડિયામાં જે ગતિએ કમાણી આગળ વધી રહી છે તે દર્શાવે છે કે આ ફિલ્મ એક નવો ઈતિહાસ રચવાની છે
The Kashmir Files Box Office Collwection : ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) એવી ફિલ્મ છે જેને જોવા માટે લોકોની ભીડ થિયેટરોમાં પહોંચી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ ચર્ચામાં છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ નવો ઈતિહાસ રચી રહી છે. બીજા સપ્તાહમાં પણ વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મે તેની છેલ્લા 8 દિવસની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો, શનિવારે સૌથી વધુ કમાણી કરી (The Kashmir Files Box Office collection day 9) મોટા ફિલ્મ નિર્માતાઓનો પરસેવો છોડાવી નાખ્યો.
'ધ કાશ્મીર ફાઇલ્સ'ને બીજા અઠવાડિયામાં પણ દર્શકો તરફથી એટલો પ્રેમ મળી રહ્યો છે, બીજા અઠવાડિયામાં જે ગતિએ કમાણી આગળ વધી રહી છે તે દર્શાવે છે કે આ ફિલ્મ એક નવો ઈતિહાસ રચવાની છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ' હાલના દિવસોમાં સિનેમાઘરોમાં 'બચ્ચન પાંડે'ને ટક્કર આપી રહી છે.
આજે તૂટશે કમાણીના તમામ રેકોર્ડ!
તરણ આદર્શના લેટેસ્ટ ટ્વીટ અનુસાર, 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ 9મા દિવસે સૌથી વધુ કમાણી કરી છે. આ ફિલ્મ સોશિયલ મીડિયા પર એવી રીતે ટ્રેન્ડ કરી રહી છે જેવી રીતે બીજા સપ્તાહમાં બાહુબલી 2 બની હતી. ફિલ્મે 9મા દિવસે એટલે કે શનિવારે 24.80 કરોડની કમાણી કરી લીધી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, ફિલ્મ આજે એટલે કે 10માં દિવસે 28-30 કરોડની કમાણી કરશે. ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી 141.25 કરોડ થઈ ગઈ છે.
47 વર્ષ પછી 'ધ કાશ્મીર ફાઇલ્સ' ઈતિહાસનું પુનરાવર્તન કરી રહી છે
વર્ષ 1975માં રિલીઝ થયેલી ફિલ્મ 'જય સંતોષી મા' એ બોલિવૂડની તે ફિલ્મ છે, જેણે તે સમયે ઈતિહાસ રચ્યો હતો. એ ઈતિહાસ ફરી એકવાર 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી પુનરાવર્તન થતો જોવા મળે છે. તરણ આદર્શના ટ્વીટ અનુસાર, 47 વર્ષ પછી આ બીજી વખત છે કે, ઓછા બજેટની ફિલ્મ આટલી મોટી કમાણી કરીને બોક્સ ઓફિસ પર નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. 47 વર્ષ જૂની ફિલ્મ 'જય સંતોષી મા'એ ફિલ્મ 'શોલે'ને ટક્કર આપીને ઈતિહાસ રચી દીધો હતો. અને ફિલ્મના બજેટ કરતા 20 ઘણી વધુ કમાણી કરી હતી.
'બચ્ચન પાંડે' આગળ 'ધ કાશ્મીર ફાઇલ્સ' પાછળ નથી પડી રહી
'બચ્ચન પાંડે'માં અક્ષય કુમાર અને કૃતિ સેનન જેવા મોટા સ્ટાર્સ હોવા છતાં પણ તે 'ધ કાશ્મીર ફાઇલ્સ'થી લોકોનો મોહ તોડી શકી નથી. એવું માનવામાં આવતું હતું કે 'બચ્ચન પાંડે'ની રિલીઝ પછી 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની કમાણીની ગતિ ધીમી પડી જશે, પરંતુ આ વખતે અક્ષયનો જાદુ કામ કરી શક્યો નહીં.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર