Home /News /entertainment /

The Kashmir Files એ Box Office નો નિયમ બદલી દીધો, બુધવારના દિવસે આટલી કમાણી ક્યારેય નથી થઈ

The Kashmir Files એ Box Office નો નિયમ બદલી દીધો, બુધવારના દિવસે આટલી કમાણી ક્યારેય નથી થઈ

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની છઠ્ઠા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન

The Kashmir Files Box Office Collection : 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files), જે તાજેતરમાં 11 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 1990ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર આધારિત છે. જો ફિલ્મની કમાણી બીજા સપ્તાહમાં પણ આ જ ગતિએ ચાલુ રહેશે તો ફિલ્મ 'જય સંતોષી મા'નો રેકોર્ડ પણ તોડી શકે છે

વધુ જુઓ ...
    The Kashmir Files Box Office Collection : વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, જેની ભાગ્યે જ કોઈએ અપેક્ષા કરી હશે. ફિલ્મે પ્રથમ સપ્તાહમાં જ બોક્સ ઓફિસ પરના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પ્રભાસની રાધે શ્યામ અને આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી જેવી મોટી રિલીઝ પણ તેના તોફાનથી તેને હલાવી શકી નથી. 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા માટે સિનેમાઘરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ ફિલ્મે 6ઠ્ઠા દિવસે પણ 19.5 કરોડ રૂપિયા (The Kashmir Files box office collection Day 6) ની કમાણી કરી લીધી છે, જેના પછી અટકળો લગાવવામાં આવી રહી છે કે, આજે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે.

    'ધ કાશ્મીર ફાઇલ્સ', જે તાજેતરમાં 11 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ 1990ના કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર આધારિત છે. આ ફિલ્મમાં અનુપમ ખેર (Anupam Kher), દર્શન કુમાર (Darshan Kumaar), મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) અને પલ્લવી જોશી (Pallavi Joshi) છે.

    'ધ કાશ્મીર ફાઇલ્સ' એ પાંચમા દિવસે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 18 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને છઠ્ઠા દિવસે તેમાં જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી હતી. ફિલ્મે તેની રિલીઝના છઠ્ઠા દિવસે રૂ. 19.5 કરોડની કમાણી કરી હતી, જેનાથી વિશ્વભરમાં કુલ બોક્સ ઓફિસ કલેક્શન રૂ. 79.25 કરોડની આસપાસ પહોંચી ગયું હતું. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મનું બીજા સપ્તાહનું કલેક્શન આ અઠવાડિયે ફિલ્મની કમાણી કરતાં વધુ થવાની આશા છે. ફિલ્મની ગતિ જોઈને લાગે છે કે તે આજે 100 કરોડના ક્લબમાં પ્રવેશ કરી શકે છે.

    આ પણ વાંચોThe Kashmir Files BO Collection: ધ કાશ્મીર ફાઈલ્સની પાંચમા દિવસે રેકોર્ડ બ્રેક કમાણી, 'સૂર્યવંશી'ને પછાડી

    અક્ષય કુમારની 'બચ્ચન પાંડે' હોળીના અવસર પર રિલીઝ થઈ રહી છે, હવે જોવાનું રહેશે કે શું તે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની કમાણી પર ફરીથી અસર કરે છે કે કેમ. જો ફિલ્મની કમાણી બીજા સપ્તાહમાં પણ આ જ ગતિએ ચાલુ રહેશે તો ફિલ્મ 'જય સંતોષી મા'નો રેકોર્ડ પણ તોડી શકે છે, જેણે વર્ષ 1975માં બોક્સ ઓફિસ પર તેના બજેટ કરતાં વીસ ગણી કમાણી કરી હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Box Office, Box office Collection, Mithun chakrabrorty, The kashmir files, અનુપમ ખેર

    આગામી સમાચાર