Home /News /entertainment /

The Kashmir Files BO Collection: ધ કાશ્મીર ફાઈલ્સની પાંચમા દિવસે રેકોર્ડ બ્રેક કમાણી, 'સૂર્યવંશી'ને પછાડી

The Kashmir Files BO Collection: ધ કાશ્મીર ફાઈલ્સની પાંચમા દિવસે રેકોર્ડ બ્રેક કમાણી, 'સૂર્યવંશી'ને પછાડી

ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની પાંચમા દિવસની કમાણી

The Kashmir Files Box Office Collection : ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) એ કર્યું છે. 1990 દરમિયાન કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો (kashmiri pandits) ના નરસંહાર અને હિજરત પર બનેલી આ ફિલ્મને દેશભરમાં પ્રતિક્રિયા મળી રહી છે.

વધુ જુઓ ...
    The Kashmir Files Box Office Collection : ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ઇતિહાસ રચી રહી છે. વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) ની આ ફિલ્મની જેટલી ચર્ચા થઈ રહી છે એટલી હિન્દી સિનેમાના ઈતિહાસમાં કોઈ ફિલ્મ વિશે નથી થઈ. અનુપમ ખેર (Anupam Kher), મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) અને પલ્લવી જોશી (Pallavi Joshi) અભિનીત આ ફિલ્મના સમર્થનમાં અને વિરોધમાં એમ બંને બાબતો બહાર આવી રહી છે, પરંતુ તેનો સીધો ફાયદો ફિલ્મ નિર્માતાને થતો જણાય છે. 11 માર્ચથી સિનેમાઘરોમાં સારું પ્રદર્શન કરી રહેલી આ ફિલ્મની કમાણીનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. પાંચમા દિવસે 18 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન સાથે ફિલ્મે કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સાથે ફિલ્મનું ડોમેસ્ટિક કલેક્શન 60 કરોડ થઈ ગયું છે, જ્યારે વર્લ્ડવાઈડ કલેક્શન 67.35 કરોડ થઈ ગયું છે.

    ફિલ્મ ટ્રેડ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટર પર 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના આંકડા શેર કર્યા અને લખ્યું, 'કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર સુનામી બની ગઈ છે. ફેન્ટાસ્ટિક ટ્રેન્ડિંગ, ફૂટફોલ્સ, ઓક્યુપન્સી, નંબર્સ બધું વધી રહ્યું છે. અગાઉના તમામ દિવસો કરતાં પાંચમો દિવસ સૌથી વધુ હતો. બ્લોકબસ્ટર, શુક્રવાર - 3.35 કરોડ, શનિવાર - 8.50 કરોડ, રવિવાર - 15.10 કરોડ, સોમવાર - 15.05 કરોડ, મંગળવાર - 18 કરોડ. ભારતમાં કુલ બિઝનેસ 60.20 કરોડ.

    બીજી તરફ, વિવેક અગ્નિહોત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના વર્લ્ડ વાઈડ કલેક્શનની વિગતો શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે.

    અક્ષય કુમારની સૂર્યવંશીને કમાણીમાં પાછળ પાડી

    તરણ આદર્શે મંગળવારના સંગ્રહ સાથે મહામારી પછીનો એક આંકડો રજૂ કર્યો જેમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' જીતી છે. જ્યારે 'ધ કાશ્મીર ફાઇલ્સ' 18 કરોડના કલેક્શન સાથે ટોપ પર, 'સૂર્યવંશી' 11.22 કરોડ સાથે બીજા ક્રમે, 'ગંગુબાઈ કાઠિયાવાડી' 10.01 કરોડ સાથે ત્રીજા સ્થાને, ફિલ્મ '83' 6.70 કરોડની કમાણી સાથે છે ચોથા નંબર પર.

    'ધ કાશ્મીર ફાઇલ્સ' સાથે લોકોની લાગણી જોડાયેલી છે

    ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. 1990 દરમિયાન કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને હિજરત પર બનેલી આ ફિલ્મને દેશભરમાં પ્રતિક્રિયા મળી રહી છે. આ ફિલ્મના પ્રમોશનને લઈને તમામ પ્રકારના સમાચારો સામે આવ્યા છે. બૉલીવુડના ઘણા સેલેબ્સ પણ આ ફિલ્મ જોવાની અપીલ કરતા જોવા મળી રહ્યા છે, જ્યારે ઘણાએ અન્ય સેલેબ્સના મૌન પર સવાલ ઉઠાવ્યા છે. અભિનેતા મુકેશ ખન્નાએ તો ત્યાં સુધી કહ્યું કે, આ ફિલ્મનું પ્રમોશન સાર્વજનિક કરવામાં આવી રહ્યું છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Mithun chakrabrorty, The kashmir files, અનુપમ ખેર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन