The Kashmir Files Box Office Day 4: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની સોમવારે પણ બોક્સ ઓફિસ પર ગર્જના, જુઓ અત્યારસુધીનું કલેક્શન
The Kashmir Files Box Office Day 4: ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની સોમવારે પણ બોક્સ ઓફિસ પર ગર્જના, જુઓ અત્યારસુધીનું કલેક્શન
ધ કાશ્મિર ફાઈલ્સ બોક્સ ઓફિસ કલેક્શન - ચોથા દિવસની કમાણી
The Kashmir Files Box Office Collection : ધ કશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) માં અનુપમ ખેર (Anupam Kher) , દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) અને પલ્લવી જોશી (Pallavi Joshi) છે. આ ફિલ્મ ઉત્તર ભારત અને ગુજરાત - સૌરાષ્ટ્રમાં ખૂબ સારી ચાલી રહી છે અને આ પ્રાંત ફિલ્મની સફળતામાં મુખ્ય ફાળો આપનાર છે
The Kashmir Files Box Office Collection : કાશ્મીરી પંડિતો પરના અત્યાચાર અને તેમની વ્યથા દર્શાવતી 'ધ કાશ્મીર ફાઇલ્સ' બોક્સ ઓફિસ (The Kashmir Files on box office) પર મસમોટી કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ ઇન્ડિયા (Box Office India)ના આંકડા મુજબ કાશ્મીર ફાઇલ્સે તેના પ્રથમ સોમવારે 16 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ દેશની 630 સ્ક્રીન પર બતાવવામાં આવી રહી છે અને પ્રથમ દિવસે જ રૂ. 3.55 કરોડની કમાણી કરી છે. અત્યાર સુધીમાં ફિલ્મ રૂ. 43.04 કરોડ જેટલું કલેક્શન કરી ચુકી છે.
BOIના અહેવાલ મુજબ, આ ફિલ્મ ઉત્તર ભારત અને ગુજરાત - સૌરાષ્ટ્રમાં ખૂબ સારી ચાલી રહી છે અને આ પ્રાંત ફિલ્મની સફળતામાં મુખ્ય ફાળો આપનાર છે. મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીનમાં આ ફિલ્મ શાનદાર રીતે ચાલી રહી છે. દિલ્હી/યુપી અને પૂર્વ પંજાબ તેમજ અન્ય કેટલાક ક્ષેત્રમાં પણ રેકોર્ડ બ્રેક કમાણી જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાધે શ્યામ, બેટમેન અને ગંગુબાઈ કાઠિયાવાડી સહિતની મોટા બજેટની ફિલ્મો સિનેમાઘરોમાં ચાલતી હોવા છતાં ધ કાશ્મીર ફાઇલ્સને દર્શકો દ્વારા વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ધ કાશ્મીર ફાઇલ્સમાં કોઈ કમર્શિયલ સ્ટાર નથી. જ્યારે રાધે શ્યામમાં સાઉથના સુપરસ્ટાર પ્રભાસ છે, તો બેટમેનમાં હોલિવૂડના રોબર્ટ પેટિન્સન છે.
ગંગુબાઈ કાઠિયાવાડીનું દિગ્દર્શન બોલિવૂડના જાણીતા ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીએ કર્યું છે અને એમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે, ધ કશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) માં અનુપમ ખેર (Anupam Kher) , દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) અને પલ્લવી જોશી (Pallavi Joshi) છે.
હાલમાં જ ન્યૂઝ18ને આપેલા ઇન્ટરવ્યૂમાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, આ અકલ્પનીય માનવીય દુઃખદ ઘટના છે. તેના માનવીય પાસા વિશે ક્યારેય કોઈએ વાત કરી નથી. જ્યારે તમે કોઈ પણ સમાજમાં આતંકવાદને પ્રવેશવા દો છો ત્યારે તમે શું ગુમાવો છો? તે અંગે કોઈએ વાત કરી નથી. તમે ફક્ત જીવ ગુમાવતા નથી. તમે હજારો વર્ષોનો સાંસ્કૃતિક વારસો ગુમાવો છો.
તમે વિવિધતા ગુમાવો છો... આ કોનું નુકસાન છે? શું આ કાશ્મીરનું નુકસાન છે? કે પછી આ ભારતની ખોટ છે? કે પછી આ માનવતાની ખોટ છે, કે તમે આટલું મોટું જ્ઞાન ગુમાવ્યું છે? મારી ફિલ્મ આ વિશે છે. તે હિન્દુ અથવા મુસ્લિમ વિશે નથી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર