Home /News /entertainment /

Box Office Collection : 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બીજા દિવસે તોડ્યા અનેક રેકોર્ડ, 'ગંગુબાઈ'થી લઈ 'રાધે શ્યામ' પર ભારે પડી

Box Office Collection : 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બીજા દિવસે તોડ્યા અનેક રેકોર્ડ, 'ગંગુબાઈ'થી લઈ 'રાધે શ્યામ' પર ભારે પડી

ધ કાશ્મિર ફાઈલ્સ ફિલ્મની બોક્સ ઓફિસ પર બીજા દિવસની કમાણી

The Kashmir Files Box Office Collection : 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ફિલ્મની પબ્લિસિટી વર્ડ ઓફ માઉથ દ્વારા સૌથી વધુ મળી રહી છે. ફિલ્મએ પહેલા દિવસે 1.5 થી 2 કરોડનો બિઝનેસ કરશે તેવો અંદાજ હતો પરંતુ ફિલ્મે પહેલા દિવસે 3.5 કરોડની કમાણી કરી હતી

વધુ જુઓ ...
    The Kashmir Files Box Office Collection : કોરોનામાં લાદવામાં આવેલા નિયંત્રણો બાદ હવે સિનેમાઘરો સંપૂર્ણ રીતે ખુલી ગયા છે. 'ગંગુબાઈ કાઠિયાવાડી' (Gangubai Kathiawadi) થી લઈને 'ધ બેટમેન' (The Batman) અને પ્રભાસ (Prabhas) ની 'રાધે શ્યામ' (Radhe Shyam) સુધી તે સારો બિઝનેસ કરી રહી છે. પરંતુ, હવે આ ફિલ્મોને વિવેક અગ્નિહોત્રીની 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) એ પછાડી દીધી છે. ફિલ્મની લોકપ્રિયતા જબરદસ્ત રીતે વધી રહી છે. તમામ ફિલ્મો ખૂબ જ અલગ પ્રકારની છે, તેથી દર્શકોને પણ ઘણા વિકલ્પો મળી રહ્યા છે. આ બધામાં 'ધ કાશ્મીર ફાઇલ્સ' એક આશ્ચર્યજનક પેકેજ તરીકે ઉભરી આવ્યું છે.

    ફિલ્મની પબ્લિસિટી વર્ડ ઓફ માઉથ દ્વારા સૌથી વધુ મળી રહી છે. ફિલ્મએ પહેલા દિવસે 1.5 થી 2 કરોડનો બિઝનેસ કરશે તેવો અંદાજ હતો પરંતુ ફિલ્મે પહેલા દિવસે 3.5 કરોડની કમાણી કરી હતી. તો, બીજા દિવસે ફિલ્મની કમાણી (The Kashmir Files Box Office Collection Day 2) માં 139 ટકાનો ઉછાળો જોવા મળ્યો, જે પોતાનામાં એક રેકોર્ડ છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટ કરીને જણાવ્યું કે, ફિલ્મે શનિવારે 8.5 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 12.05 કરોડનો બિઝનેસ કર્યો છે.

    ફિલ્મે ધ્યાન ખેંચ્યું

    આ ફિલ્મે અચાનક જ ફિલ્મ પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. તેથી તેના શો અને સ્ક્રીન નંબર પણ વધારવામાં આવ્યા છે. લોકો સવારે સાડા છ વાગ્યાનો શો જોવા પણ જઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે ફિલ્મનું રવિવાર માટે જબરદસ્ત એડવાન્સ બુકિંગ પણ કરવામાં આવ્યું છે. આ માહિતી તરણ આદર્શે ટ્વિટર પર શેર કરી છે. આ ફિલ્મ હવે આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી', હોલીવુડની ફિલ્મ 'બેટમેન' અને પ્રભાસની 'રાધે શ્યામ'ને ટક્કર આપી રહી છે. આવનારા દિવસોમાં આ ફિલ્મ વધુ શાનદાર પ્રદર્શન કરશે તેવી આશા છે.

    હરિયાણા-એમપીમાં ટેક્સ ફ્રી

    હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર (Anupam Kher), મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty), દર્શન કુમાર (Darshan Kumar), પલ્લવી જોશી (Pallavi Joshi અને ચિન્મય માંડલેકર (Chinmay Mandlekar) મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરી પંડિતો, હિન્દુઓના નરસંહાર અને હિજરતની વાર્તા છે.

    આ પણ વાંચો - Box Office Collection: Radhe Shyam ની ધીમી શરૂઆત, The Kashmir Files 'પ્રભાસ તોફાન'ને સહન કરી ગઈ

    પીએમએ પણ વખાણ કર્યા

    ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા અભિષેક અગાવકે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અભિષેક અગ્રાવાકે મીટિંગ પછી કહ્યું કે, કાશ્મીર નરસંહાર દરમિયાન કાશ્મીરી પંડિતોના હિજરત પર ફિલ્મ બનાવવાની હિંમત કરવા બદલ તેઓ ધન્ય છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Box Office, Box office Collection, Mithun Chakraborty, અનુપમ ખેર

    આગામી સમાચાર