Home /News /entertainment /Exclusive : ધ કાશ્મિર ફાઈલ્સમાં ફારૂખ મલિક બિટ્ટાની ભૂમિકા ભજવનાર અભિનેતા ચિન્મય મંડલેકર: 'આ આપત્તિજનક હતું, પણ સત્ય આનાથી પણ ખતરનાક છે'

Exclusive : ધ કાશ્મિર ફાઈલ્સમાં ફારૂખ મલિક બિટ્ટાની ભૂમિકા ભજવનાર અભિનેતા ચિન્મય મંડલેકર: 'આ આપત્તિજનક હતું, પણ સત્ય આનાથી પણ ખતરનાક છે'

ધ કાશ્મિર ફાઈલ્સમાં ફારૂખ મલિક બિટ્ટાની ભૂમિકા ભજવનાર અભિનેતા ચિન્મય મંડલેકર

ધ કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files) માં ચિન્મય માંડલેકરે (Chinmay Mandlekar) 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોને ઘાટીમાંથી હાંકી કાઢતા એક આતંકવાદી કમાન્ડર ફારૂક મલિક બિટ્ટા (Farooq Malik Bitta) ની ભૂમિકા ભજવી છે. તેમના ઈન્ટેન્સ અને બોન ચિલિંગ પરફોર્મન્સ માટે ક્રિટિક્સની પણ પ્રસંશા મેળવી છે.

વધુ જુઓ ...
  Exclusive : મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા ચિન્મય માંડલેકર (Chinmay Mandlekar) એક જાણીતું નામ છે, જેઓ ફિલ્મ સર્કિટમાં પણ અભિનય કરી ચુક્યા છે. આ સિવાય તેમણે ફરઝંદ, ફત્તેશિકસ્ત અને પવનખિંદ જેવી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. જો કે થોડા દિવસો પહેલા સુધી દેશ તેમની અભિનય ક્ષમતાને ઓળખી શક્યું ન હતું. માંડલેકરે એવી અભિનય ક્ષમતા દર્શાવી છે કે હવે તેમની અવગણના કરવી લગભગ અશક્ય બની ગયું છે. કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files)માં ફારુક મલિક બિટ્ટા (Farooq Malik Bitta) તરીકેની તેના "ડ્રીમ રોલ" માં તેમણે જે અભિનય કરી બતાવ્યો છે, તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ રોલને બખૂબી નિભાવવામાં આવ્યો છે, તે જોનારમાં સનસનાટી ભરી દે છે.

  કાશ્મીર ફાઈલ્સમાં માંડલેકરે 1990ના દાયકામાં કાશ્મીરી પંડિતોને ઘાટીમાંથી હાંકી કાઢતા એક આતંકવાદી કમાન્ડરની ભૂમિકા ભજવી છે. વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં મલિક બિટ્ટાના તેમના ઈન્ટેન્સ અને બોન ચિલિંગ પરફોર્મન્સ માટે ક્રિટિક્સની પણ પ્રસંશા મેળવી છે. આ ફિલ્મે તેની રિલીઝના માત્ર પાંચ દિવસમાં બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી છે. કેવી રીતે તે કાશ્મીર ફાઇલ્સ માટે ફારુક મલિક બિટ્ટા બન્યો અને લોકોના એક વર્ગ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર તેની પ્રતિક્રિયા વિશે આ ઈન્ટરવ્યૂમાં તે વાત કરે છે.

  કાશ્મીર ફાઇલ્સને માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ અસાધારણ પ્રતિસાદ મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડી ચૂકેલી આ ફિલ્મનો ભાગ બનીને તમને કેવું લાગે છે?

  મને આ ફિલ્મ માટે ઘણી લાગણીઓ છે. હું ખુશી અને કૃતજ્ઞતા બન્ને અનુભવું છું. ફિલ્મને મળેલી સફળતા ખરેખર આશ્ચર્યજનક છે. મેં અંગત રીતે વિચાર્યું કે ફિલ્મને કેચ એપ કરવામાં આવશે અને તે ચર્ચાનો વિષય પણ બનશે અને લોકો ચર્ચાઓ સાંભળીને થિયેટરમાં આવશે. એવું પણ બને કે લોકો તેને થિયેટરમાં ન જોઈ ઓટીટી પ્લેટફોર્મ પર જ જુએ. પરંતુ પ્રથમ દિવસથી આ ફિલ્મને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો છે તે અભૂતપૂર્વ છે. મેં આની કલ્પના નહોતી કરી. મને યુરોપ અને ઑસ્ટ્રેલિયામાંથી પણ કૉલ આવી રહ્યા છે.

  ફારુક મલિક બિટ્ટાની ભૂમિકા તમે કેવી રીતે નિભાવી? સ્ક્રિપ્ટ પર તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હતી?

  આ મારી કિસ્મત જ છે કેમને આ રોલ કરવાનો મોકો મળ્યો. હું ઘણા સમયથી મરાઠી ફિલ્મોમાં કામ કરી રહ્યો છું અને ધ કાશ્મીર ફાઇલ્સની નિર્માતા પલ્લવી જોશી અને મેં 2007માં એક ટીવી શોમાં સાથે કામ કર્યું હતું. તે નિર્માતા હતી, જ્યારે હું શોનો અભિનેતા અને લેખક હતો. તે શો મરાઠીમાં જોરદાર હિટ બન્યો. પલ્લવી મને ઓળખતી હતી. ઘણા વર્ષો પછી વિવેક અગ્નિહોત્રી ફારુક બિટ્ટાની ભૂમિકા માટે અભિનેતાની શોધમાં હતો અને તેણે ઘણા ઉત્તર ભારતીય કલાકારોના ઓડિશન પણ લીધા હતા, પરંતુ તેઓ જે ઇચ્છતા હતા તે મળી શક્યું ન હતું. ત્યારે પલ્લવીજીએ મારું નામ સજેસ્ટ કર્યું. પલ્લવીએ કહ્યું કે, તમે ચિન્મયને કેમ ટ્રાય નથી કરતા? ત્યારે પ્રથમ પ્રતિક્રિયા સામે આવી તે એવી હતી કે તે એક મરાઠી વ્યક્તિ છે, તે કાશ્મીરીની ભમિકા કેવી રીતે ભજવી શકે? આખરે મેં ઓડિશન આપ્યું અને કદાચ મેં ઓડિશનમાં જે કર્યું તે યોગ્ય હતું, કારણ કે વિવેકે મને બોલાવ્યો અને મને રોલ ઓફર કર્યો.

  જ્યારે મેં પહેલીવાર સ્ક્રિપ્ટ વાંચી ત્યારે હું ચોંકી ગયો હતો. કાશ્મીર ફાઇલ્સ જોયા પછી લોકો હવે જે અનુભવી રહ્યા છે તે મેં સ્ક્રિપ્ટ વાંચ્યા પછી અનુભવ્યું હતું. મેં વિવેકને પૂછ્યું, “શું આ બધું સાચું છે? શું આવું ખરેખર બન્યું છે?" તેણે મને ખૂબ જ શાંતિથી કહ્યું, "સ્ક્રીપ્ટમાં જે કંઈ પણ લખ્યું છે તે ખરેખર જે બન્યું છે તેના માત્ર 35 ટકા છે." કારણ કે વાસ્તવમાં જે બન્યું છે તે વધુ ખતરનાક અને આધાતજનક છે.

  તમે 2018ની મરાઠી ફિલ્મ ફરઝંદમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ જ સફળ રહી હતી. ઘણા લોકોએ ધ્યાન દોર્યું કે કેવી રીતે ફારુક મલિક બિટ્ટાની ભૂમિકા એક અભિનેતા તરીકે તમારા માટે સંપૂર્ણ 360-ડિગ્રી પરિવર્તન હતી. શું તમે અચકાતા હતા?

  ખરેખર કહું તો મને કોઈ ખચકાટ ન હતો. કારણ કે હું એક વાત સમજી ગયો હતો કે સમગ્ર કાશ્મીર ફાઇલ્સ જે કહેવાનો પ્રયાસ કરી રહી છે તે ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને તે વાત કહેવા માટે આ પાત્ર ખૂબ જ મહત્વનું હતું. તેથી હું બહુ અચકાયો નહીં. કોઈપણ અભિનેતા માટે આવો રોલ મેળવવો એ સપનું સાકાર થવા જેવું છે. તમે કંઈક એવું કંઈક દર્શકોને બતાવવા જઈ રહ્યાં છો જે ખરેખર બની ચુક્યું છે. તમારી સામે પડકાર હોય છે કે તમે આને કેવી રીતે અમલમાં મૂકશો, ફિલ્મનુ શૂટિંગ શરૂ કર્યું તે દિવસથી જ મને ખાસ કરીને ફિલ્મના ક્લાઇમેક્સ વિશે મને પ્રશ્નો હતા. મને ખાતરી નહોતી કે તે જે રીતે લખવામાં આવ્યું હતું તે રીતે તે શૂટ કરવામાં આવશે કે નહીં. વિવેક પોતાના કામ માટે માટે પ્રતિબદ્ધ હતો અને તેણે તે વાત પૂરેપૂરી રીતે કહી છે.

  આ રોલ માટે તમારી તૈયારી કેવી હતી?

  પાત્ર માત્ર બિટ્ટાનું નથી. તે થોડા લોકોનું મિશ્રણ છે. મેં ઘણા બધા વિડીયો જોયા. લકિલી ત્યાં એક વિડીયો રેફરન્સ અવેલેબલ છે. મુખ્ય તૈયારીના ભાગરૂપે મારે કાશ્મિરી બોલી શીખવાની હતી, હું એક મરાઠી વ્યક્તિ છું અને બોલી પકડવી મારી માટે ખૂબ જરૂરી હતી. શારદા પંડિતની ભૂમિકા ભજવનારી છોકરી ભાષા સુમ્બલી કાશ્મીરી છે અને તેણે મને ખૂબ મદદ કરી. કહી શકાય કે તે મારા કોચ હતા. તેની સાથે વિદ્યાર્થી-શિક્ષકનો સંબંધ હતો. જ્યાં સુધી પાત્રલેખનનો સવાલ છે, મને એક વાતની ખાતરી હતી કે હું કોઈની નકલ કરવાનો નથી. વિવેકે પણ સંમતિ આપી અને મને કહ્યું, "જરા એ પાત્રની માનસિકતા સમજવાની કોશિશ કરો જે કહે છે કે, 'હું મારી પોતાની માતાને કોઈ પણ જાતના સંકોચ વિના મારી નાંખીશ."

  ફિલ્મના સૌથી ડિસ્ટર્બિંગ દ્રશ્યોમાંનું એક આવે છે જ્યારે તમારું પાત્ર પુષ્કરનાથના પુત્રને મારી નાંખે છે અને તેની પત્નીને લોહીથી લથપથ ભાત ખવડાવે છે. તે ભજવતી વખતે તમારા મગજમાં શું ચાલી રહ્યું હતું?

  આ સીન્સ કરવા મારી માટે સરળ ન હતા. જ્યારે હું સ્ક્રિપ્ટ વાંચતો હતો ત્યારે હું ચોક્કસ પ્રકારની ઈમોશન્સ અનુભવી રહ્યો હતો. હું એકદમ ચોંકી ગયો. પછી મેં જે બન્યું તેનો વાસ્તવિક સંદર્ભ વાંચ્યો અને જાણવા મળ્યું કે તે વ્યક્તિની ખરેખર તે રીતે હત્યા કરવામાં આવી હતી અને તેના લોહીથી લથપથ ચોખા તેની પત્નીને ખવડાવવામાં આવ્યા હતા. તે ખૂબ જ ડિસ્ટર્બિંગ હતું. આ સીન કરતી વખતે મારા મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે તે બનાવટી ન લાગવો જોઈએ. જો હું કોલ્ડ બ્લડેડલી કોઈ વ્યક્તિને મારી રહ્યો છું, તો મારે તે વ્યક્તિ જેવા દેખાવું જોઈએ જે આવું કંઈક કરશે. જો હું તેની પત્નીને લોહીથી લથપથ ભાત ખવડાવી રહ્યો છું, તો તે સત્ય લાગવું જોઈએ. બાળક પૃથ્વીરાજ સહિત સીનના તમામ કલાકારો ખૂબ જ ઉત્સાહિત હતા કારણ કે અમે આ દ્રશ્યને ખૂબ જ ખેંચાણવાળી જગ્યામાં શૂટ કર્યું હતું. ડિરેક્ટર પણ બહાર બેઠા હતા. દિગ્દર્શક અને તમામ કલાકારો અને ટેકનિશિયનની એનર્જીથી તે શક્ય બન્યું. પહેલા કે બીજા ટેકમાં તમામ સીન ઓકે કરવામાં આવ્યા હતા.

  ફિલ્મના ક્લાઈમેક્સ વિશે પણ ઘણી વાતો કરવામાં આવી રહી છે, જેમાં ગુસ્સે ભરાયેલા ફારુક મલિક બિટ્ટાએ શારદા પંડિતને મોટી ભીડની સામે નાંખી દીધા છે. શું તમે ભાષા સુમ્બલી સાથે આ દ્રશ્ય કરતા પહેલા તેની સાથે વાત કરી હતી?

  ભાષા અને મેં આ સીન કરતાં પહેલાં ઘણું બધું ડિસ્કશન કર્યું હતું. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તે મારી જુનિયર છે. આમાં કોઈ રિહર્સલ ન હતું. સ્ટ્રિપિંગ ભાગનું રિહર્સલ કરી શકાતુ નથી. વિવેકે અમને જણાવ્યું કે અમારે શું કરવાનુ છે. અમે કેમેરા માટે માર્કિંગ કર્યું અને પછી અમે એકબીજા સાથે વાત કરતા રહ્યા. હું ભાષાને કહેતો રહ્યો, “જે ગમે તે થાય, હું તને એક વ્યક્તિ તરીકે કોઈ પણ રીતે તમારું ગૌરવ ગુમાવવા નહીં દઉં. તેથી, ચિંતા કરશો નહીં." વાસ્તવમાં લોકેશન ખૂબ જ મુશ્કેલ હતું. તે ખૂબ જ ખુલ્લી જગ્યા હતી અને આસપાસ મોટી ભીડ હતી. અમે બે દિવસમાં શૂટ કર્યું હતું. તેથી તે પડકારજનક હતું, પરંતુ અમે બંનેએ એકબીજા પર વિશ્વાસ કર્યો અને તેણે અમને આરામથી સીન કરવામાં મદદ કરી.

  આ પણ વાંચોThe Kashmir Files આ ટ્વિટ પર ગૌહર ખાનના સમર્થકો થયા ગુસ્સે, લીધી ક્લાસ

  જ્યારે ફિલ્મને મોટાભાગે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યાં લોકોનો એક વર્ગ છે જે તેને "પ્રોપોગેન્ડા" કહી રહ્યા છે. તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપો છો?

  દરેકને પોતાના અભિપ્રાય હોય છે. જે લોકોએ ફિલ્મ જોઈ છે અને હજુ પણ તેને પ્રોપોગેન્ડા ફિલ્મ ગણાવી રહ્યા છે, તેઓ તેમના અભિપ્રાયના હકદાર છે અને હું તેનું સન્માન કરું છું. પરંતુ જે લોકો તેને જોયા વિના પ્રચાર કહી રહ્યા છે, હું કહેવા માંગુ છું કે મહેરબાની કરીને ફિલ્મ જોયા વિના તેને નકારશો નહીં. કૃપા કરીને જાઓ અને તેને જુઓ અને પછી તમને તેને ખરાબ ફિલ્મ કહેવાનો અધિકાર છે. એવા લોકો પણ છે કે જેઓ શોલેને ખરાબ ફિલ્મ કહે છે. કોઈ એવી ફિલ્મ નથી જે પરફેક્ટ હોય.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Exclusive, Exclusive interview, The kashmir files

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन