The Kashmir Files : ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા
The Kashmir Files : ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા
ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી
The Kashmir Files : ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને 1990માં કાશ્મીર ખીણમાંથી પંડિતોની હિજરત પર આધારિત ફિલ્મ છે, જેનો કેટલીક જગ્યા પર વિવાદ પણ છે, જેને પગલે વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri Y Category Security) ને સમગ્ર ભારતમાં CRPF કવર સાથે Y શ્રેણીની સુરક્ષા મળશે
નવી દિલ્હી. કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) ના દર્દ પર આધારિત બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri Y Category Security) ને શુક્રવારે સરકાર દ્વારા Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. સમાચાર એજન્સી ANIએ સરકારી સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, વિવેક અગ્નિહોત્રીને સમગ્ર ભારતમાં CRPF કવર સાથે Y શ્રેણીની સુરક્ષા મળશે. તેની ફિલ્મને લઈને વધી રહેલા વિવાદ બાદ આવું કરવામાં આવ્યું છે.
તાજેતરમાં, વિવેક અગ્નિહોત્રી ((Vivek Agnihotri) એ તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને 1990માં કાશ્મીર ખીણમાંથી પંડિતોની હિજરત પર આધારિત સાર્વત્રિક અપીલ સાથેની ફિલ્મ તરીકે વર્ણવી હતી. વિવેક રંજન અગ્નિહોત્રીએ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નું દિગ્દર્શન અને સ્ક્રિપ્ટ લખી છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશીએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે.
અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, 'હું એક સંવેદનશીલ ફિલ્મ બનાવવા માંગતો હતો, જેનું સાર્વત્રિક મહત્વ હોય. દુનિયાભરના લોકો આ ફિલ્મને પસંદ કરી રહ્યા છે, આ ફિલ્મના પાત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ભાવનાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની છે. હું આખી દુનિયાને કાશ્મીર ઘાટીમાં જે બન્યું તેનું સત્ય બતાવવા માંગતો હતો.
તેમણે એમ પણ કહ્યું કે તેમને આશા છે કે, આ ફિલ્મ ભારતની રાજદ્વારી પહોંચ વધારવામાં મદદ કરી શકે છે. વિવેકે કહ્યું હતું કે, તે હોલીવુડથી પ્રેરિત ફિલ્મો બનાવે છે, જે દેશની પ્રશંસા કરે છે અને તેની મહાનતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે. એટલા માટે અમે લોકોને આ ફિલ્મ બતાવવા અમેરિકામાં દરેક જગ્યાએ ગયા. અમારું ધ્યાન માત્ર આ ફિલ્મ ભારતીયોને બતાવવા પર ન હતું. અમે અમેરિકનો, કાળા, ગોરા, હિસ્પેનિક અને અન્ય સમુદાયો અને દેશોના લોકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
અભિનેતા અનુપમ ખેરે કહ્યું હતું કે, ફિલ્મને દુનિયાભરના લોકોનો સપોર્ટ મળી રહ્યો છે. અનુપમ ખેરે કહ્યું હતું કે, 'અમે ફિલ્મમાં મહત્વપૂર્ણ માહિતી અને ચર્ચાઓનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે અને કૌલ સાહેબે કહ્યું તેમ તેમણે ઘણા લોકોનો સંપર્ક કર્યો અને અંતે વિવેક સંમત થયા. તેમણે ચાર વર્ષ સુધી સંશોધન કર્યું અને કાશ્મીરી પંડિત સમુદાયના ઘણા લોકો સાથે વાત કરી.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર