Home /News /entertainment /કપિલ શર્મા શોમાં મોજમસ્તી કરતા દેખાયા સુદેશ ભોંસલે, બીગ બી પર કહી મોટી વાત
કપિલ શર્મા શોમાં મોજમસ્તી કરતા દેખાયા સુદેશ ભોંસલે, બીગ બી પર કહી મોટી વાત
ધ કપિલ શર્મા શો સુદેશ ભોંસલે
The Kapil Sharma Show : કપિલ શર્મા (Kapil Sharma) ના શો માં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના ગીત જુમ્મા ચુમ્મા દે દે (jumma chumma de de) ગીતના ગાયક સુદેશ ભોસલે (sudhesh bhonsle) એ કહ્યું કે, ગાયું મે લીધા તેમણે
કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) નો શો દર્શકોને ખૂબ પસંદ છે. નાનાથી લઇને મોટા દરેક વ્યક્તિને લાફિંગ થેરાપી આપતા આ શોમાં અનેક સેલિબ્રિટી આવે છે. દર સપ્તાહે શોમાં અમુક સેલેબ્રિટીને બોલાવવામાં આવે છે. ત્યારે આગામી સપ્તાહે કપિલના શોમાં સિંગર સુધેશ ભોસલે (Sudhesh Bhosale), અનુપ જલોટા (Anup Jalota) અને શૈલેન્દ્ર સિંહ (Shailendra Singh) જોવા મળશે. એપિસોડ દરમિયાન સિંગર્સ મોજ મસ્તી કરતા જોવા મળશે. આ ઉપરાંત તેમના કરિયર વિશે પણ દર્શકો સાથે અમુક વાતો શેર કરશે. આ બધાની વચ્ચે ગાયક સુદેશ ભોસલે પણ 1990ની ફિલ્મ હમના અમિતાભ બચ્ચનના આઇકોનિક ગીત જુમ્મા ચુમ્મા દે દે વિશે વાત કરતા જોવા મળશે. જ્યારે આ ગીત સુદેશ અને કવિતા કૃષ્ણમૂર્તિ દ્વારા ગાયું હતું, તે અમિતાભ અને કિમી કાટકર પર તેનું ફિલ્મિંગ કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ પ્રોમોમાં કપિલ શર્મા સુદેશને પૂછતા જોઈ શકાય છે કે, “આટલું મોટું હિટ સોન્ગ થઇ ગયું. તે પછી તમે ચુમ્મા માટે ડિસ્ટ્રીબ્યુશન કેમ્પ ક્યાં ગોઠવ્યો હતો, મારો મતલબ છે કે લાઇવ શો.” આ જોકનો જવાબ આપતા સિંગરે પણ બિગ બી (અમિતાભ બચ્ચન) પર હળવો મજાક કરતા કહ્યું કે, “સર, હું મારા દરેક લાઇવ શોમાં કહું છે. ગાયું મેં અને લીધા તેમણે.” આ જવાબ સાંભળીને શોમાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા.
આ ઉપરાંત પ્રોમોમાં, કપિલ શર્મા અનુપ જલોટાને તેની ફિટનેસ વિશે ચિડવતા પણ જોઈ શકાય છે કારણ કે તે પૂછે છે, "જ્યારે પણ હું તમને મળું છું, ત્યારે તમે વધારે હેન્ડસમ લાગો છો." કપિલે યજમાન શૈલેન્દ્રની પણ હળવી મસ્તી કરી હતી, કપિલે મજાક કરી કે તેઓ બેંકર જેવા દેખાય છે. મોકા પર ચોકો મારતા શૈલન્દ્રએ જણાવ્યું કે, “હું તે બેંક છું જેની પાસે પૈસા નથી.” પાછળથી પ્રોમોમાં અનુપ એક યાદગાર ઘટના શેર કરે છે. જેમાં તે કહે છે “અર્ચના તેના ખોળામાં એક બાળક સાથે આગળની હરોળમાં બેઠી હતી. બાળક ક્યારનું રડી રહ્યું હતું. તેથી મેં કહ્યું કે અર્ચના પ્લીઝ આ બાળકને ચૂપ કરાવજે. તો તેણીએ ઉત્તર આપ્યો કે, “આ બાળક પણ તે જ કહી રહ્યું છે.” પ્રોમોમાં કીકુ શારદા પણ દેખાય છે અને સિંગર્સ સાથે રમૂજ કરતો જોવા મળે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર