Kapil Sharmaના સેટનો પ્રથમ વીડિયો આવ્યો સામે, ભારતી, કૃષ્ણા અને સુદેશ ડાન્સ કરતાં નજરે પડ્યાં

બહુ ઝડપથી ઑનએર થશે શો.

શો પહેલા 'ધ કપિલ શર્મા શો'ના સેટનો એક વીડિયો આવ્યો છે. જેમાં ભારતી સિંહ (Bharti Singh), સુદેશ લહેરી (Sudesh Lehri) અને કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.

  • Share this:
    મુંબઈ: કૉમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) શાનદાર હાજર જવાબ અને પોતાના ચહેરાના હાવભાવ પરથી જ લોકોને હસાવવામાં માહેર છે. જો તેને બોલવાનો મોકો મળી જાય તો તે તમને હસવા માટે મજબૂર કરી દે છે. કપિલ શર્માએ પોતાનો ટીવી શો 'ધ કપીલ શર્મા શો' (The Kapil Sharma Show) રવિવારે ફરીથી ઑનએર થશે તેવી જાહેરાત કરી દીધી છે. હાલ શોના શૂટિંગ અને એડિટિંગનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.

    શો પહેલા 'ધ કપિલ શર્મા શો'ના સેટનો એક વીડિયો આવ્યો છે. જેમાં ભારતી સિંહ (Bharti Singh), સુદેશ લહેરી (Sudesh Lehri) અને કૃષ્ણા અભિષેક (Krushna Abhishek) ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. આ ગીતના શબ્દો છે, 'બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે...'. આ વીડિયોના કેપ્શનમાં ભારતીસિંહે લખ્યું છે કે, 'ધમાકેદાર વાપરી...બાળપણના પ્રેમ સાથે હંમેશા મસ્તી કરો.' આ વીડિયોને શોના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોને શેર કરતાની સાથે જ તેને હજારો હિટ્સ મળી ગઈ હતી.


    આ વીડિયો પોસ્ટ થયાની આસપાસ જ કપિલ શર્માએ રવિવારે એક પોસ્ટ કરી હતી. કપિલ શર્માએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર શોની ટીમની ત્રણ તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેણે ફોટો કેપ્શનમાં લખ્યું છે કે, "તમામ જૂના ચહેરા સાથે નવી શરૂઆત." જે બાદમાં તેણે હેશટેગમાં Blessings, Gratitude અને Comming Soon લખ્યું છે.

    કપિલ શર્મા સાથે શોના જૂના કલાકારો ભારતી સિંહ, કીકૂ શરાદ, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને કૃષ્ણા અભિષેક આ શોમાં હશે. આ શોને બિલકુલ નવા જ અંદાજમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 'કપિલ શર્મા શો' ટીવી પર 21 ઓગસ્ટથી શરૂ થશે.








    View this post on Instagram






    A post shared by Kapil Sharma (@kapilsharma)




    મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કપિલ શર્મા ગત સિઝનમાં એક શો હોસ્ટ કરવાની ફી પ્રતિ એપિસોડ 30 લાખ રૂપિયા લેતો હતો. હવે તેણે પોતાના એપિસોડની કિંમત વધારીને 50 લાખ કરી લીધી છે. બીજા શબ્દોમાં કહીએ તો કપિલ શર્મા એક અઠવાડિયામાં 60 લાખ લેતો હતો હવે તે એક કરોડ જેટલી ફી લેશે. આ શો અઠવાડિયામાં બે વખત શનિવાર અને રવિવારે પ્રસારિત થશે.
    Published by:Vinod Zankhaliya
    First published: