Home /News /entertainment /

ધ કપિલ શર્મા શોઃ કપિલ સાથે જોવા મળશે કૃષ્ણા અભિષેક, સિદ્ધુ હશે જજ

ધ કપિલ શર્મા શોઃ કપિલ સાથે જોવા મળશે કૃષ્ણા અભિષેક, સિદ્ધુ હશે જજ

ધ કપિલ શર્મા શોઃ કપિલ સાથે જોવા મળશે કૃષ્ણા અભિષેક,

કોમેડિયન કપિલ શર્મા જલ્દી પોતાનો નવો શો ‘ધ કપિલ શર્મા શો સિઝન-2’ લઈને આવી રહ્યો છે

  કોમેડિયન કપિલ શર્મા જલ્દી પોતાનો નવો શો ‘ધ કપિલ શર્મા શો સિઝન-2’ લઈને આવી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે કપિલે આ શો ની શૂટિંગ પણ શરુ કરી દીધી છે. કપિલના પ્રશંસકો પણ શો પાછો આવતા ખુશ છે. આ વખતે લોકોને કોમેડીનો ડબલ ડોઝ જોવા મળી શકે છે. કારણ કે આ શો માં કૃષ્ણા અભિષેકની એન્ટ્રી થઈ છે.

  આ શો માં આવવાનો તે વાત પર કૃષ્ણાએ પોતે જ મહોર લગાવી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મેસેજ કરીને આ જાણકારી પી હતી. કૃષ્ણાએ શો માં જજની ભૂમિકામાં જોવા મળનાર નવજોત સિંહ સિદ્ધુ સાથે એત તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે મારા જીવનમાં મળેલ સૌથી સ્વીટ અને સૌથી સારા વ્યક્તિઓમાંથી એક સિદ્ધુ પાજી તમારા પ્રેમ અને સપોર્ટ માટે ઘણો આભાર.
  સિદ્ધુ જોવા મળશે જજ તરીકે
  કૃષ્ણાએ આ તસવીર શો માં પોતાની એન્ટ્રીને લઈને રજુ કરી છે. જોકે આ તસવીર સાથે એ પણ જણાવી દીધું છે કે શો માં ફરી એક વખત જજ તરીકે નવજોત સિંહ સિદ્ધુ જોવા મળશે.

  આ પણ વાંચો - Video: ઈશાની સંગીત સેરેમનીમાં ખૂબ નાચ્યાં SRK-ગૌરી અને અભિ-એશ
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Kapil Sharma, Kapil sharma show, Krushna Abhishek, Navjot singh siddhu

  આગામી સમાચાર