ધ કપિલ શર્મા શો માં કપિલનું આ રહસ્ય ખુલશે, જુઓ VIDEO

News18 Gujarati
Updated: December 23, 2018, 7:37 PM IST
ધ કપિલ શર્મા શો માં કપિલનું આ રહસ્ય ખુલશે, જુઓ VIDEO
ધ કપિલ શર્મા શો માં કપિલનું આ રહસ્ય ખુલશે, જુઓ VIDEO ( તસવીર સાભાર - યૂટ્યુબ)

‘ધ કપિલ શર્મા શો’ 29 ડિસેમ્બરથી સોની ટેલિવિઝન પર શનિવાર અને રવિવારે 9.30 કલાકે પ્રસારિત થશે

  • Share this:
ફેમસ કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા જલ્દી પોતાના શો 'The Kapil Sharma Show'થી દર્શકોને હસાવવા આવી રહ્યો છે. કપિલ શર્માના આ શો નો બીજો પ્રોમો સોની ટીવીએ જારી કર્યો છે. પ્રોમો માં જોવા મળે છે કે રણવીર સિંહ, સારા અલી ખાન અને રોહિત શેટ્ટી પોતાની ધમાકેદાર અપકપિંગ ફિલ્મ ‘સિંબા’ના પ્રમોશન માટે પહોંચ્યા છે.

પ્રોમોમાં તમે જોઈ શકો છો કે કોમેડિયન કિકૂ શારદા ‘સિંબા’ની અભિનેત્રી સારા અલી ખાનને સાત કલરનું પનીર બનાવવાની રીત બતાવે છે. જેના ઉપર કપિલ કિકુને મશ્કરી કરતા કહે છે કે કિકુ એક જ દિવસ પનીર બનાવે છે. આ પછી પનીર ધીરે-ધીરે રંગ બદલે છે અને શનિવાર આવતા-આવતા કાળુ પડી જાય છે.

આ સાથે કિકુએ પ્રોમોમાં એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે કપિલ શર્મા છેલ્લા એક વર્ષથી ક્યાં હતો. ‘ધ કપિલ શર્મા શો’ 29 ડિસેમ્બરથી સોની ટેલિવિઝન પર શનિવાર અને રવિવારે 9.30 કલાકે પ્રસારિત થશે.ઉલ્લેખનીય છે કપિલ શર્માએ થોડા દિવસો પહેવા જ પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરી લીધા છે.
First published: December 23, 2018, 7:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading