નવી દિલ્હી. ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)ના આગામી એપિસોડ મજેદાર થવાના છે. કપિલના શોમાં ઘણી વખત દિગ્ગજ કલાકારો પણ ગેસ્ટ તરીકે હાજરી આપે છે અને ચાહકો તેમને જોવા માટે આતુર હોય છે. થોડા દિવસ પહેલાં રણધીર કપૂર અને કરિશ્મા કપૂર શો પર આવ્યા હતા અને વ્યૂઅર્સને એ એપિસોડ બહુ ગમ્યો હતો. તો બીજી તરફ આવનારા એપિસોડમાં 90ના દાયકાની ત્રણ સુપરસ્ટાર અભિનેત્રીઓ જૂહી ચાવલા (Juhi Chawla), આયશા ઝુલ્કા (Ayesha Jhulka) અને મધુ (Madhu) જોવા મળશે. ત્રણેય સાથે કપિલ મજાકમસ્તી અને જોક્સથી દર્શકોને મજા કરાવશે.
ત્રણ સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રીઓને સાથે જોઈને કપિલ શર્મા (Kapil Sharma) જોક પણ મારે છે કે ત્રણેયને કારણે ક્યાંક બ્યુટી ટેક્સ ન આપવો પડે. કપિલ શર્મા મધુ સાથે અરવિંદ સ્વામીની 1991માં આવેલી ફિલ્મ ‘રોઝા’ અને 2021માં ‘થલાઈવી’માં બંનેની જોડીને લઈને મજાક કરે છે અને કહે છે કે, ‘આટલું ઓરિજનલ પત્ની સાથ નથી આપતી જેટલો તેમણે આપ્યો.’
તો કીકૂ શારદા પણ આયશા ઝુલ્કાને ચીડવવામાં કોઈ કસર બાકી નથી રાખતો. પ્રોમોમાં દેખાય છે કે કોમેડિયન કીકૂ શારદા એક્ટ્રેસ આયશા ઝુલ્કાને બ્રીથ એનલાઈઝર મશીનમાં ફૂંક મારવાનું કહે છે. આ સાંભળીને કપિલ પૂછે છે આવું કેમ? તો કીકૂ કહે છે કે તેમની ફિલ્મનું એક ગીત હતું ‘પહેલા નશા’. હું જોવા માગું છું કે નશો ઉતર્યો કે નહીં.’
એટલું જ નહીં, પ્રોમોમાં એ પણ જોવા મળ્યું છે કે કૃષ્ણા અભિષેક જૂહી ચાવલાને એક કુશન અને સોનાની ચેઈન ગિફ્ટ કરે છે. કપિલ જ્યારે આ અંગે પૂછે છે ત્યારે કૃષ્ણા અભિષેક કહે છે કે, મેં તેમને ‘મેરી નીંદ મેરા ચૈન મુઝે લૌટા દો’ ગીતમાં જોઈ હતી એટલે હું આ લઈને આવ્યો. આ જોઈને ત્યાં બેઠેલાં ગેસ્ટ પોતાનું હસવું રોકી શક્યા ન હતા.
‘ધ કપિલ શર્મા શો’ના આવનારા એપિસોડમાં તાપસી પન્નુ પણ ‘રશ્મિ રોકેટ’ (Rashmi Rocket)ના પ્રમોશન માટે શોમાં આવશે અને કપિલ તેની સાથે પણ મસ્તી કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ‘ધ કપિલ શર્મા શો’ ફરી નવી સીઝન સાથે શરુ થયો છે અને તેની લોકપ્રિયતા યથાવત છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર