કપિલ શર્મા શોમાં લાગી ટોપી અદાલત, Video જોઈને પેટ પકડીને હસવા લાગશો પાક્કું

કપિલ શર્મા શોમાં લાગી ટોપી અદાલત, Video જોઈને પેટ પકડીને હસવા લાગશો પાક્કું
વીડિયોની તસવીર

વીડિયોમાં કપિલ અને તેમની ટીમ, ડાન્સ પ્લસ 5ના જજ મલાઈકા અરોડા, ટેરેન્સ લુઈસ અને ગીતામાંની સાથે મસ્તી કરતા દેખાય છે.

 • Share this:
  મુંબઈઃ કપિલ શર્મા શોના અપકમિંગ એપિસોડમાં એકવાર ડાન્સ પ્લસ 5ની ટીમની સાથે હંસીની અલદાલ લાગવાની છે. ઉલ્લેખનીય છેકે, શોમાં ડાન્સના માહિર ગુરુઓની સાથે કપિલ અને તેમની ટીમ મસ્તી મજાકનો જબરદસ્ત તડકો લગાવનારી છે. આ વખતે કપિલે તેની નકલી અદાલતમાં સની દેઓલ, અને ધર્મેન્દ્રના બહુરુપી પણ ભારે મસ્તી કરશે.

  વીડિયોમાં કપિલ અને તેમની ટીમ, ડાન્સ પ્લસ 5ના જજ મલાઈકા અરોડા, ટેરેન્સ લુઈસ અને ગીતામાંની સાથે મસ્તી કરતા દેખાય છે. વીડિયોમાં કીકૂ શારદા સની દેઓલ બન્યો છે જે કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસને કપડા આપતા દેખાય છે. અને કહે છે કે ટેરેસ ઉપર કપડા સુકવી રહ્યો છું.


  તેમની આ વાત સાંભળીને ખુદ ટેરેન્સ અને ઓડિયન્સ પણ તાળીઓ વગાડવા લાગી હતી. જ્યારે કપિલ કીકૂને કહે છે કે, ફરીથી તેની પત્નીને ફોન કરશે તો તેઓ તેના બંને હાથ તોડી નાખશે. આના વળતા જવાબમાં સની દેઓલ બનેલા કીકૂ પોતાના બંને હાથ દેખાડતા કરે છે કે એક મજૂરનો હાથ છે અને બીજો અઢી કિલોનો હાથ છે. સની દેઓલનો આ ડાયલોગ સાંભળીને લોકો જોર જોરથી હસવા લાગ્યા હતા.

  જ્યારે કપિલે કૃષ્ણાને જેનિફર લોપેઝ કહી
  હસીની આ અદાલતમાં કાર્યવાહી અહીં ખતમ નથી થતી પરંતુ ધર્મેન્દ્ર બનેલા કૃષ્ણા અભિષેકની સાથે લડવાનું બાકી છે. થોડા સમય પછી જ્યારે ધર્મેન્દ્ર બનીને કૃષ્ણા અભિષેકની એન્ટ્રી થાય ચે ત્યારે તેનો ડ્રેસ જોઈને ઓડિયન્સ પણ હસવા લાગે છે. કપિલે તેને પૂછ્યું હતું કે તું ધર્મેન્દ્ર છે તો જેનિફર લોપેઝ જેવી રીતે કેમ ઊભો રહે છે. આ અંગે કૃષ્ણા કહે છે કે જેનિફર જેવા કપડા પહેરાવ્યા છે તો તેની જેમ જ ઊભો રહીશને.
  First published:February 21, 2020, 22:09 pm

  टॉप स्टोरीज