પ્રખ્યાત કોમેડિયન અલી અસગરનો થયો અકસ્માત, ટ્રક સાથે થઇ કારની ટક્કર

News18 Gujarati
Updated: March 12, 2019, 3:05 PM IST
પ્રખ્યાત કોમેડિયન અલી અસગરનો થયો અકસ્માત, ટ્રક સાથે થઇ કારની ટક્કર
અલીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આ ઘટના અંગે માહિતી આપી છે અને મુંબઇ પોલીસનો આભાર માન્યો છે.

અલીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આ ઘટના અંગે માહિતી આપી છે અને મુંબઇ પોલીસનો આભાર માન્યો છે.

  • Share this:
મુંબઇ: પ્રખ્યાત કોમેડિયન અને ધ કપિલ શર્મા શોમાં કપિલની દાદી બનનારા અલી અસગર સાથે મોટી દુર્ઘટના ઘટી ગઇ છે. જેમાં તેનો જીવ બચી ગયો છે. અલી અસગરની કાર સિગન્લ પર ગ્રીન લાઇટનાં ઇન્તેઝારમાં ઉભી હતી. ત્યારે અચાનક જ એક તેજ રફતાર કારે તેની કારને ટક્કર મારી હતી જે બાદ તેની કાર ટ્રકને જઇને અથડાઇ હતી.

અલી સૌભાગ્યશઆળી હતો કે તેને કોઇ ઇજા થઇ નથી. અલીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને આ ઘટના અંગે માહિતી આપી છે અને મુંબઇ પોલીસનો આભાર માન્યો છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં અલી અસગરે કહ્યું કે, ' હું કાર ચલાવી રહ્યો હતો. મારી કાર સિગ્નલ પર ઉભી હતી ત્યારે મને જોરદાર અવાજ આવ્યો. મારી કાર આગળ ઉભેલી ટ્રકમાં ઘુસી ગઇ. ભગવાનની કૃપાથી હું બચી ગયો જો ગાડી ચાલતી હોત તો શું થાત? આસપાસ જો કોઇ ચાલતુ હોત તો તેનું શું થાત. લોકો કેમ આમ ગાડી ચલાવતા હશે?'
First published: March 12, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading