બોલિવૂડ ઍક્ટ્રેસ દિવ્યા દત્તાને 'ઈરાદા' ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક ઍક્ટ્રેસ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. આ પુરસ્કારનું એલાન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમિતિના ચેરમેન શેખર કપૂરે કર્યું. આ સન્માન માટે દિવ્યા દત્તાએ કહ્યું કે આ એક એવી ઉપલબ્ધિ છે કે જે મળ્યા બાદ મારા અંદરનો એક્ટર ફરી જીવંત થઈ ગયો છે.
એવોર્ડની જાહેરાત બાદ દત્તાએ મીડિયા સાથે વાત કરી. દિવ્યાએ કહ્યું - 'મારા કામનું સન્માન કરવામાં આવ્યું છે તેથી હું ખૂબ ખુશ છું. 'મંન્ટો' ફિલ્મ પહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગઇ હતી અને હવે નેશનલ એવોર્ડ પ્રાપ્તો થયો. આ મારો પહેલો એવોર્ડ છે.'
'ઈરાદા' ફિલ્મમાં દિવ્યા દત્તાએ એક મંત્રીની ભૂમિકા ભજવી હતી આ ફિલ્મમાં તેમની સાથે નસરુદ્દીનશાહ અને અરશદ વારસી લીડ રોલમાં છે. 'ઈરાદા' ફિલ્મ માટે શ્રેષ્ઠ એન્વાયરમેન્ટ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પણ પસંદ કરેલ છે. દીવ્યાએ 24 વર્ષ પહેલાં 'ઇશ્ક મે જીના ઇશ્ક મે મરના' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
દિ્વ્યાનું 'વીર ઝારા' માં 'શબબો' નું પાત્ર અને 'દિલ્હી 6' માં 'જલેબી' નુ પાત્ર સૌથી વધુ ફેમસ થઇ ગયુ હતું. આ સન્માન પછી દિવ્યાએ સોશિયલ મીડિયા પર પણ તેના હૃદયની વાત કરી હતી.દિવ્યાએ ટ્વિટર પર લખ્યું - 'અને ફાઇનલ તે પૂર્ણ થયું છે. પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર માટે ખૂબ આનંદ થયો. સતત મેળી રહેલા અભિનંદન માર માટે ખુબ જ આનંદની વાત છે.'
આપને જણાવી દઇએ કે, બૉલીવુડ ઍક્ટ્રેસ શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મોમ માટે શ્રેષ્ઠ ઍક્ટ્રેસ માટે તેની પસંદગી કરવામાં આવી છે. 'મોમ' ફિલ્મ 7 જુલાઇ 2017 રીલિઝ થઈ હતી. 'મોમ' ફિલ્મનો રોલ શ્રીદેવીની ફિલ્મી સફરનો 300 મો રોલ હતો.ત્યાં જ વિનોદ ખન્નાને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર